સીંગપર (બતક)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સીંગપર એ એક જાતની વિદેશી નસ્લની બતક છે. આ બતક અણીદાર લાંબી પૂંછડીવાળી હોય છે, આથી જ અંગ્રેજી ભાષામાં તેને પીનટેઇલ (Pintail) કહેવામાં આવે છે. ગુજરાતમાં આ બતકને શંખલી પણ કહે છે. આ બતક ૨૨ થી ૨૫ ઈંચ (૫૫ થી ૭૨ સેમી) જેટલી લંબાઈ ધરાવતું હોય છે. આ પૈકી એની પૂંછડીની લંબાઈ પ થી ૮ ઈંચ (૧૨ થી ૨૦ સેમી) જેટલી હોય છે. આ પક્ષીની ખાસ ઓળખ એની ડોક તેમજ માથુંનો ચોકલેટ જેવો રંગ છે. વળી ડોકની બંને બાજુએ ગાલ પાસેથી સફેદ લીટો શરુ થાય છે અને પહોળો થતો થતો નીચેના છાતી અને પેટના સફેદ રંગ સાથે મળી જાય છે. તેની પીઠ પર ઝીણી ઝીણી રાખોડી રેખાઓ હોય છે. માદાઓ થોડી અલગ હોય છે અને મોટેભાગે જોડીમાં જ જોવા મળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]