સીગીરીયા
Appearance
સીગીરીયા (અંગ્રેજી: Sigiriya; સિંહાલી: සීගිරිය; તમિળ: சிகிரியா; સંસ્કૃત: સિંહગિરિ પરથી વ્યુત્પતિ) શ્રીલંકા દેશના કેન્દ્રીય માતલે જિલ્લામાં આવેલ, એક વિશાળ પથ્થર, પ્રાચીન ખડક ગઢ તેમ જ મહેલનું ખંડેર છે. તેની ચારે તરફ ગીચ બગીચાઓ, જળાશય અને અન્ય ઇમારતો આવેલ છે. આ એક પ્રખ્યાત પ્રવાસી સ્થળ છે. આ સ્થળ પોતાની પ્રાચીન ચિત્રકળા (પેઇન્ટિંગ) માટે પણ વિખ્યાત છે, જે ભારત દેશમાં અજંતા ગુફાઓની યાદ અપાવે છે. તે શ્રીલંકા દેશમાં આવેલ સાત વિશ્વ ધરોહર સ્થળો પૈકીનું એક છે. યુનેસ્કોએ આ સ્થળને 'વિશ્વની આઠમી અજાયબી' જાહેર કરી છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સીગીરીયા (શ્રીલંકા), આકાશ મહેલ
- સત્તાવાર યુનેસ્કો જાળસ્થળ
- પુરાતત્વ વિભાગ, શ્રીલંકા સંગ્રહિત ૨૦૦૮-૧૧-૦૮ ના રોજ વેબેક મશિન
- માઉન્ટ ઓફ રીમેમ્બરન્સ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |