સુનિતા નારાયણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ચિત્ર:Sunita narain.jpg
પર્યાવરણ પ્રેમી પદ્મશ્રી સુનિતા નારાયણ

સુનિતા નારાયણ (જન્મ ૧૯૬૧ ) ભારત દેશની પ્રખ્યાત પર્યાવરણવિદ છે. તેઓ હરિત રાજનીતિ તેમ જ અક્ષય વિકાસનાં મહાન સમર્થક છે. કુ. સુનિતા નારાયણ સને ૧૯૮૨થી ભારત દેશમાં આવેલા વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર સાથે સંકળાયેલા છે. હાલ તેઓ આ કેન્દ્રના નિર્દેશક તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેઓ પર્યાવરણ સંચાર સમાજ (Society for Environmental Communication)ના નિર્દેશક પણ છે. તેઓ ડાઉન ટૂ અર્થ નામની એક અંગ્રેજી પખવાડિક પત્રિકા પણ પ્રકાશિત કરે છે, જેના લેખોના પાયામાં પર્યાવરણ કેન્દ્રસ્થાને હોય છે.

સને ૨૦૦૫માં ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]