સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)
Appearance
સેક્ટર ૨૮નો બગીચો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ખાતે આવેલો છે.
આ ઉદ્યાનમાં ફુલછોડ, વૃક્ષો તેમ જ લીલીછમ ચાદર બિછાવી હોય તેવી લોન ઉગાડવામાં આવેલી છે. આ ઉપરાંત બાળકોને રમત અને મનોરંજન મળે તેવી અનેક સગવડો આ ઉદ્યાનમાં જોવા મળે છે, જે પૈકી મીની ટ્રેન અહીંનું ખાસ આકર્ષણ છે. આ ઉપરાંત અહીં ઉપહારગૃહ પણ ચલાવવામાં આવે છે. જો કે ઉદ્યાનની બહાર પણ નાસ્તા-પાણી માટેની રેંકડીઓ જોવા મળે છે. દરરોજ સાંજના સમયે તેમ જ રવિવારના દિવસે અહીં મોટી સંખ્યામાં સહેલ કરવા આવે છે. વહેલી સવારે પણ અહીં લોકો ચાલવા કે દોડવા માટે આવતા હોય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |