સેવરી-ન્હાવા શેવા દરિયાઇખાડી સેતુ
સેવરી-ન્હાવા શેવા દરિયાઇખાડી (પારપોત) સેતુ એ ૨૨ કિલોમીટર લંબાઈ ધરાવતો એક સેતુ છે, જેનું નિર્માણકાર્ય હજુ બાકી છે. આ સેતુ દક્ષિણ મુંબઈમાં આવેલા સેવરી ખાતેથી શરુ થશે અને થાણાની ખાડી પરથી પસાર થઈ ન્હાવા સેવા બંદર ખાતે સમાપ્ત થશે. ૬૦ અબજ રૂપિયાના અંદાજિત ખર્ચ વડે બનાવવામાં આવનાર આ સેતુ માટેનો પ્રસ્તાવ અનિલ ધીરૂભાઈ અંબાણી જુથ દ્વારા સમર્થિત રિલાયન્સ એનર્જી તરફથી મહારાષ્ટ્ર સરકાર સમક્ષ ઈ. સ. ૨૦૦૮ના વર્ષમાં મુકવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ, કે જે આ પરિયોજના માટેની કેન્દ્રીય સંસ્થા છે, ઍમ વિચાર કર રહી છે કે રિલાયન્સ એનર્જી તથા હ્યૂન્દેના સંકલન પાસે ૫૦ અબજ રૂપિયા જેટલી અનામત રાશિ રાખવામાં આવે જે કુલ અંદાજિત ખર્ચના ૮૫% જેટલા થાચ છે.
આ સેતુયોજના પાછળના ચાર દાયકાઓથી કાગળ સુધી જ સિમિત રહી હતી. પહેલાં આ યોજનાનો વહિવટ એમએસાઆરડીસી દ્વારા કરવામાં આવનાર હતો પરંતુ અત્યારે આનો ઠેકો એમએમઆરડી દ્વારા લેવામાં આવ્યો છે. આ સેતુ ૬ (છ) લેન જેટલો પહોળો હશે અને ભવિષ્યમાં મેટ્રો રેલ સુવિધા જોડવા માટે પણ આ સેતુ પર બંને બાજુ પર કેટલાંક સ્થાન રાખવા માટેનું પ્રાવધાન છે. આ સેતુ ઈ. સ. ૨૦૧૩ અથવા ઈ. સ. ૨૦૧૪ સુધીમાં તૈયાર થઈ જવાનું અનુમાન છે.
આ યોજના પૂર્ણ થઈ જાય ત્યારબાદ નિર્માણ કંપનીઓ દ્વારા સેતુ પરથી પસાર થવા બદલ જે તે વાહનો પાસેથી ચુંગીકર (ટોલ ટેક્સ) ઉઘરાવવામાં આવશે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |