લખાણ પર જાઓ

સોંગ્ક્રણ (થાઇલેન્ડ)

વિકિપીડિયામાંથી
થાઈ લોકો દ્વારા સોંગ્ક્રણની પરંપરાગત ઉજવણી

સોંગ્ક્રણ (અંગ્રેજી:Songkran) એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલા થાઇલેન્ડ દેશમાં ઉજવવામાં આવતો એક તહેવાર છે. આ તહેવાર ત્યાંના નવા વર્ષ નિમિત્તે (૧૨મી એપ્રિલ થી ૧૫ એપ્રિલ દરમિયાન) ઉજવવામાં આવે છે. અહીંના લોકો નવા વર્ષે મળે ત્યારે એકબીજાને પાણી છાંટી નવડાવી દે છે, ત્યારબાદ નવા વર્ષની વધાઈ આપે છે. આ કારણે આ તહેવારને વોટર ફેસ્ટિવલ પણ કહેવાય છે. આ વોટર ફેસ્ટિવલ વખતે વોટર ફાઈટ, વોટર પરેડ અને અન્ય જળકરતબોનું પ્રદર્શન કરવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે જાહેર રજા પણ આપવામાં આવે છે[].

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]