સોમા જ્વાળામુખી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સોમા જ્વાળામુખી અથવા માત્ર સોમા, એ એવા જ્વાળામુખી-કુંડ હોય છે કે જે અંશતઃ એક નવા કેન્દ્રીય જ્વાળામુખી શંકુ દ્વારા ભરાય છે. આ નામ સોમા પર્વત (ઇટાલિયન: મોન્ટે સોમા)માંથી લેવામાં આવેલ છે કે જે દક્ષિણ ઇટાલીમાં આવેલ છે એક મિશ્રિત જ્વાળામુખી છે, જેની ટોચ પર આવેલ જ્વાળામુખી-કુંડમાંથી વેસુવિયસ પર્વતના શંકુનો ઉદ્‌ભવ થાય છે.

વિશ્વમાં સોમા જ્વાળામુખીના શ્રેષ્ઠ ઉદાહરણ, રશિયાના કમચટકા દ્વીપકલ્પ અને કુરીલ ટાપુઓ પર જોવા મળે છે, જેનો વિસ્તાર દક્ષિણમાં કમચટકાથી હોકાઈડો (જાપાન) સુધી છે.

સંદર્ભો[ફેરફાર કરો]