સોમ્ગો સરોવર

વિકિપીડિયામાંથી
સોમ્ગો સરોવર
ચામ્ગુ લેક
સોમ્ગો સરોવર ચામ્ગુ લેક is located in Sikkim
સોમ્ગો સરોવર ચામ્ગુ લેક
સોમ્ગો સરોવર
ચામ્ગુ લેક
સિક્કિમમાં સ્થાન
સ્થાનપૂર્વ સિક્કિમ
અક્ષાંશ-રેખાંશ27°22′31″N 88°45′50″E / 27.37528°N 88.76389°E / 27.37528; 88.76389
બેસિન દેશોભારત
મહત્તમ લંબાઈ836 metres (2,743 ft)
મહત્તમ પહોળાઈ427 metres (1,401 ft)
સપાટી વિસ્તાર24.47 hectares (60.5 acres)
સરેરાશ ઊંડાઇ4.58 metres (15.0 ft) (average)
મહત્તમ ઊંડાઇ15 metres (49 ft)
સપાટી ઊંચાઇ3,753 metres (12,313 ft)
થીજેલુંશિયાળાની ઋતુમાં

સોમ્ગો સરોવર સિક્કિમના મુખ્ય મથક ગંગટોકથી ૪૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ એક જળાશય છે. આ સ્થળ ત્સોમગો લેક, ચંગુ ઝીલ, છાંગુ લેક જેવાં નામથી પણ ઓળખાય છે.[૧][૨]

ચારે તરફ બરફના પહાડો વડે ઘેરાયેલ આ જળાશય ૧ કિલોમીટર લાંબું અને ૫૦ ફૂટ ઊંડું છે. શિયાળામાં સંપૂર્ણ રીતે બરફમાં પરિવર્તિત થઈ જતા આ જળાશય નજીક સરહદી સુરક્ષાના કારણસર એક કલાકથી વધુ સમય ઘૂમી શકાતું નથી. અહિંયાં ઘણાં પ્રવાસી પક્ષીઓ દર વર્ષે ચોક્કસ સમયગાળામાં જોવા મળે છે.

ગંગટોકથી નાથુ લા ઘાટ જતા માર્ગમાં આવેલા આ દુર્ગમ સ્થળ સામાન્ય લોકો માટે પ્રતિબંધિત છે, પરંતુ ભારતીય થલ સેનાની પરવાનગી લઈ આ સ્થળની મુલાકાત લઈ શકાય છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://bharatdiscovery.org/india/सोमगो_झील
  2. "Tsomgo (Changu) Lake". Sikkim Tourism:Government of Sikkim.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]