સોલર પાવર પ્લાન્ટ

વિકિપીડિયામાંથી
સોલર પાવર પ્લાન્ટ

સોલર પાવર પ્લાન્ટ અથવા સૌર ઊર્જામથક સૂર્યપ્રકાશમાંથી વીજઊર્જા બનાવે છે.

શરુઆત[ફેરફાર કરો]

પહેલા સોલર પાવરનો ઉપયોગ માત્ર નાની અને મધ્યમ કદની વસ્તુ જેમકે કેલ્ક્યુલેટરમાં જ થતો હતો. અત્યારે તેનાથી ૮૫૦ મેગાવોટ પેદા કરી શકાય છે. ચીનના એક શહેરમાં લગભગ ૮૫૦ મેગાવોટ પેદા કરતો વિશ્વનુ સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ આવેલો છે.

ઉપયોગ[ફેરફાર કરો]

  • અહી ટકાવારીએ સોલર પાવરની કુલ પાવરમાથી ટકાવારી બતાવે છે.
વર્ષ એનર્જી [TWh(TeraWatt/hour)] ટકાવારી
૨૦૦૫ ૩.૭ ૦.૦૨%
૨૦૧૦ ૩૧.૪ ૦.૧૫%
૨૦૧૫ ૨૫૩ ૧.૦૫%

૨૦૫૦માં ૧૬ ટકા સોલર ફોટોવોલ્ટિક અસર અને ૧૫ ટકા કોન્સનટ્રેટેડ સોલર પાવરનો ઉપયોગ થશે. જે કુલ ઉર્જામાં સૌથી મોટું યોગદાન હશે. (બીજા સ્ત્રોતની સરખામણીમાં) ૨૦૧૬માં તેની ટકાવારી ૧ ટકા હતી, જેમાં દર વર્ષે ૩૩ ટકા વધારો થાય છે.

ટેક્નોલોજી[ફેરફાર કરો]

સોલર પાવર પ્લાન્ટમા બે ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.

ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ

ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ[ફેરફાર કરો]

ફોટોવોલ્ટેઇક ઇફેક્ટમા સૂર્યપ્રકાશ સીધો સોલર પેનલ પર પડે છે અને ફોટોઇલેક્ટ્રિક ઇફ્ફેક્ટ ના લીધે તે ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાન્તર થાય છે.

કોન્સનટ્રેટેડ સોલર પાવર[ફેરફાર કરો]

આમા મોટા વિસ્તારમા આવતી સુર્ય ઉર્જાને નાના વિસ્તારમા કેન્દ્રિત કરવામા આવે છે અને તેનાથી પાણીમાંથી વરાળમાં રૂપાન્તર કરવામા આવે છે. વરાળનો ઉપયોગ ઉર્જા ઉત્પન્ન કરવામા થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]