સ્નેહલતા (ચલચિત્ર)
Appearance
સ્નેહલતા | |
---|---|
દિગ્દર્શક | બળવંત ભટ્ટ |
નિર્માતા | વિજયશંકર ભટ્ટ |
કલાકારો |
|
સંગીત | લાલુભાઈ નાયક |
નિર્માણ નિર્માણ સંસ્થા | પ્રકાશ પિકચર્સ |
રજૂઆત તારીખ | ૧૯૩૬ |
દેશ | ભારત |
ગુજરાતી, હિન્દી |
સ્નેહલતા, જેને ભારત કી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ૧૯૩૬ની ગુજરાતી અને હિન્દી ભાષાની ફિલ્મ છે. તેના દિગ્દર્શક બળવંત ભટ્ટ હતા અને નિર્માતા વિજયશંકર ભટ્ટ હતા.
કથાનક
[ફેરફાર કરો]આર્થિક સફળ કોલેજ યુવાન સુધાકર એ સ્નેહલતાના પ્રેમમાં પડે છે. પ્રેમકથામાં પ્રણયત્રિકોણ થાય છે અને દુઃખદ અંત આવે છે.[૧]
કલાકારો
[ફેરફાર કરો]કલાકારો નીચે મુજબ છે:[૧]
- જયંત
- જયંત
- ગુલાબ
- પન્ના
- ઉમાકાંત
- રાજકુમારી
- શિરીન બાનુ
- લાલોભાઈ
- જય રાઈટર
નિર્માણ
[ફેરફાર કરો]જ્યારે બોલતી ફિલ્મો શરૂ થઈ ત્યારે બળવંત ભટ્ટ અને વિજયશંકર ભટ્ટે પ્રકાશ પિક્ચર્સની સ્થાપના કરી. સંસારલીલા (૧૯૩૪) ની સફળતા બાદ, તેઓએ ગુજરાતી તેમજ હિન્દીમાં શ્વેત-શ્યામ ફિલ્મ સ્નેહલતાનું નિર્માણ કર્યું.[૧]
સંગીત
[ફેરફાર કરો]હિન્દી
[ફેરફાર કરો]સ્નેહલતા/ભારત કી દેવી | |||||
---|---|---|---|---|---|
Soundtrack album લાલુભાઈ નાયક દ્વારા | |||||
રજૂઆત | ૧૯૩૬ | ||||
શૈલી | ફિલ્મ સંગીત | ||||
ભાષા | હિન્દી-ગુજરાતી | ||||
|
તમામ ગીતો વિજયશંકર ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે ; તમામ સંગીત લાલુભાઈ નાયકે આપ્યું છે.
ના. | શીર્ષક | ગાયકો | લંબાઈ |
---|---|---|---|
૧. | "સંભાલ કર રખ કદમ" | રાજકુમારી દુબે | |
૨. | "તુમ હો કિસી કે ઘર કે ઉજાલે" | રાજકુમારી દુબે | |
૩. | "મૂરખ મન ભરમાને" | રાજકુમારી દુબે | |
૪. | "હે ધન્ય તુ ભારત નારી" | રાજકુમારી દુબે |
ગુજરાતી
[ફેરફાર કરો]આ ફિલ્મના ગુજરાતી ગીતો લોકપ્રિય થયા હતા.[૧]
ના. | શીર્ષક | ગાયકો | લંબાઈ |
---|---|---|---|
૧. | "તમે મારા દેવના દીધેલ છો" | રાજકુમારી દુબે | ૩:૧૧ |
૨. | "તમે હાર્યા અમારી છે જીત માનોને તમે માનઘેલા" | ||
૩. | "પળપળ અમારી આંખથી આઘાં કદી જાશો નહિ" | ||
૪. | "આવો નસીબ અજમાવવા ખુલ્લાં અમારાં દ્વાર છે" | ||
૫. | "સુરાના શુદ્ધ પ્રેમીને બધાં રસપાન ઓછાં છે" | ||
૬. | "ક્યાં છે મુસાફર સુખ જગતમાં ફોગટ ફાંફાં મારે" | ||
૭. | "ગઈ આજ જગત તું ત્યાગી થઈ અમર પૂરી અનુરાગી" |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ થાનકી, હરસુખ. "સ્નેહલતા". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2024-03-01.