સ્વાટ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Special weapons and tactics
SWAT team.jpg
સક્રિય1968–Present
પ્રકારSpecial Operations
ભાગParamilitary unit, Domestic Counter-Terrorism and Law Enforcement


S.W.A.T. (સ્પેશ્યલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ )[૧][૨] – વિશિષ્ટ શસ્ત્રો અને વ્યૂહ જૂથ એ અમેરિકા અને કેટલીક આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ વિભાગોમાં વિશિષ્ટ વ્યૂહાત્મક કાર્યવાહી કરતું ઉચ્ચકક્ષાનું અર્ધલશ્કરી એકમ છે. તેઓ સામાન્ય અધિકારીઓની ક્ષમતા બહાર હોય તેવી જોખમી કાર્યવાહીઓ કરવા માટે તાલીમ પામેલા હોય છે. તેમની ફરજોમાં બંધકોની મુક્તિ અને આતંકવાદ વિરોધી કાર્યવાહીઓ, ઊંચું જોખમી ધરાવતી ધરપકડ અને શોધ હુકમ (સર્ચ વોરંટ)નું પાલન, ઘેરી લેવાયેલા શંકમંદ પર કાબૂ મેળવવા તથા હથિયારબંધ ગુનેગારોને વ્યસ્ત રાખવા જેવી કાર્યવાહીઓનો સમાવેશ થાય છે. સ્વાટ જૂથ મોટે ભાગે એસોલ્ટ રાયફલ્સ, નાની મશીનગન્સ, કાર્બાઇન્સ, શોટગન્સ, હુલ્લડને અંકુશ કરતી સામગ્રીઓ, સ્ટન ગ્રેનેડ્સ અને અચૂક નિશાનેબાજો (સ્નાઈપર્સ) માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતી રાયફલ્સ જેવા વિશિષ્ઠ હથિયારો ધરાવે છે. તેમની પાસે વિશિષ્ઠ ઉપકરણો જેવા કે ભારે બખ્તર, પ્રવેશ કરવા માટેના સાધનો, બખ્તરબંધ વાહનો, રાત્રે જોઈ શકાય તેવા આધુનિક ચશ્મા અને બંધ માળખાની અંદર બંધકોના સ્થાન અથવા બંધક બનાવનારના સ્થાનને ચોક્સાઈથી નક્કી કરી શકે તેવા મોશન ડિટેક્ટર્સ (હિલચાલ શોધકો) હોય છે.

સૌપ્રથમ સ્વાટ ટુકડી લોસ એન્જિલસ પોલીસ વિભાગ દ્વારા 1968માં રચવામાં આવી હતી. ત્યારબાદ અમેરિકાનાં, ખાસ કરીને મોટા શહેરો અને સરકારના સંઘ તથા રાજ્ય કક્ષાના, ઘણા પોલીસ વિભાગોએ વિવિધ નામો હેઠળ તેમનાં પોતાનાં ઉચ્ચકક્ષાના એકમો સ્થાપ્યાં છે. જોકે, તેમના અધિકૃત નામ હોવાં છતાં પણ આ જૂથોનો ઉલ્લેખ બોલચાલમાં સંયુક્તરૂપે સ્વાટ જૂથ તરીકે જ કરવામાં આવે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ચિત્ર:LosAngelesSWAT.jpg
એલએપીડી (LAPD) સ્વાટ અમેરિકામાં સૌ પ્રથમ હતું

સ્વાટનાં વિકાસમાં તેના આધુનિક સ્વરૂપની શરૂઆત માટે તે સમયનાં લોસ એન્જલસ પોલીસ વિભાગ લોસ એન્જિલસ પોલીસ ડિપાર્ટમેન્ટ (એલએપીડી)ના ઇંસ્પેક્ટર ડેરીલ ગેટ્સનો વિશેષ ઉલ્લેખ જરૂરી છે.

ગેટ્સે તેની આત્મકથામાં એલએપીડી (LAPD) સ્વાટ જૂથની શરૂઆત વિશે જણાવ્યું છે કેChief: My Life in the LAPD , તેણે ક્યારે સ્વાટના વ્યૂહ અથવા તેના વિશિષ્ટ સાધનો વિક્સાવ્યા નથી. ગેટ્સ લખે છે કે તેણે આ કલ્પનાને ટેકો આપ્યો અને તેના લોકોને આ કલ્પનાને વિકસાવવા માટે સમર્થ બનાવવાનો પ્રયાસ કર્યો તથા તેમને નૈતિક ટેકો આપ્યો હતો.[૩] ગેટ્સે શરૂઆતમાં ટુકડીનું નામ ‘‘સ્પેશ્યલ વેપન્સ એસોલ્ટ ટીમ’’ (વિશિષ્ટ શસ્ત્રો હુમલા જૂથ) આપ્યું હતું. જોકે, તેના વડા તે સમયના પોલીસ ઉપવડા ઍડ ડેવિસ દ્વારા આ નામ એક લશ્કરી સંગઠન જેવું વધુ જણાતું હોવાથી તેનો વિરોધ કરીને તે નામંજૂર કર્યું. ગેટ્સ પોતે આ જૂથનું ટુંકુ નામ ‘સ્વાટ’ (એસડબલ્યુએટી) રાખવા ઇચ્છતા હોવાથી તેમણે તેને ‘સ્પેશ્યલ વેપન્સ એન્ડ ટેક્ટિક્ટ્સ’ (વિશિષ્ટ શસ્ત્રો અને વ્યૂહ) નામ આપ્યું.

સ્વાટનો પરિચય જાહેર જનતાને એલએપીડી (LAPD) દ્વારા જ થયો તે માટે વિભાગનું કદ અને કાર્યદક્ષતા તથા આ જૂથની સમૂહ માધ્યમોથી નિકટતા કારણભૂત હતાં.સ્વાટની સૌપ્રથમ કાર્યવાહી લોસ એન્જિલસની દૂર ઉત્તરે આવેલી ગ્રેટ સેન જોએક્વિન વેલીમાં કેર્ન તથા ટ્યુલેર કાઉન્ટીઓની મધ્યમાં ડિલાનો, કેલિફોર્નિયામાં ખેતીવાડી કરતાં લોકોમાં કરવામાં આવી હતી. સિઝાર શાવેઝ' યુનાઈટેડ ફાર્મ વર્કર્સ દ્વારા ડેલાનોમાં કોલ્ડ સ્ટોરેજ (ઠંડી વખાર) સુવિધાઓ તથા શહેરની શેરીઓમાં તેમને ટેકો ન આપી રહેલા ખેડૂતોના ઘરની સામે સંખ્યાબંધ વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં હતાં. ડિલાનો પોલીસ વિભાગે આ મુદ્દે તેની વળતી કાર્યવાહી માટે વિશિષ્ટ શસ્ત્રો અને વ્યૂહનો ઉપયોગ કરનારાં સૌ પ્રથમ એકમોની રચના કરી. ટેલિવિઝન સમાચાર કેન્દ્રો અને અખબારી માધ્યમોએ આ ઘટનાઓનું સમગ્ર દેશમાં જીવંત અને વિગતવાર પ્રસારણ કર્યું. એલએપીડી (LAPD)ના ઉચ્ચ અધિકારીઓએ આ પ્રસારણ જોયા બાદ ડેલાનો પોલીસ વિભાગનો સંપર્ક કરીને આ કાર્યવાહીની તપાસ કરી. એક અધિકારીએ ડિલાનો પોલીસ વિભાગનાં વિશિષ્ટ શસ્ત્રો અને વ્યૂહ જૂથનું કાર્યવાહી સમયે અવલોકન કરવાની મંજૂરી મેળવી. ત્યારબાદ તે આ બાબતની તમામ માહિતી મેળવીને લોસ એન્જિલસ પરત ફર્યો, જ્યાં તેના આ જ્ઞાનનો ઉપયોગ કરીને તેમનાં પ્રથમ સ્વાટ એકમની રચના કરવામાં આવી.

અધિકારી જ્હોન નેલ્સનએ એલએપીડી (LAPD)માં એક વિશિષ્ટ પ્રકારની તાલિમબદ્ધ અને સાધનો ધરાવતાં એકમની રચના કરવાનો વિચાર રજૂ કર્યો. જેનો હેતુ ગોળીબાર જેવી ગંભીર પરિસ્થિતિઓમાં પોલીસ જાનહાનીમાં ઘટાડો કરીને વળતી કાર્યવાહી તથા તેને કાબુમાં લેવાનો હતો. ઈન્સ્પેક્ટર ગેટ્સે આ વિચારને મંજૂરી આપી અને તેમણે ચુનંદા અધિકારીઓનું એક નાનું જૂથ બનાવ્યું. આ સૌપ્રથમ સ્વાટ એકમમાં શરૂઆતમાં ચાર વ્યક્તિઓની એક એવી પંદર ટુકડીઓ હતી અને તેમાં કુલ માણસોની સંખ્યા સાઇઠની હતી. સ્વૈચ્છિક રીતે સ્વાટ એકમમાં જોડાયેલા આ અધિકારીઓને વિશેષ દરજ્જો અને લાભ આપવામાં આવ્યા. આ અધિકારીઓને માસિક તાલીમ લેવી જરૂરી હતી. આ એકમે નાગરિક અસંતોષના સમયગાળામાં પોલીસ સુવિધાઓ માટેના સુરક્ષા એકમ તરીકે પણ ફરજ બજાવી હતી. એલએપીડી (LAPD) સ્વાટ એકમોનું ગઠન મેટ્રો વિભાગમાં ‘ડી પ્લેટૂન’ તરીકે કરવામાં આવી હતી.[૩]


1974માં સિમ્બાયોનીઝ લિબરેશન આર્મી સાથેના ગોળીબાર બાદ લોસ એન્જિલસ પોલીસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા એક અહેવાલ પરથી વિભાગ દ્વારા સ્વાટના ઇતિહાસ, કાર્યવાહીઓ અને સંગઠન વિશેની સીધી માહિતી મળે છે.[૪]

આ અહેવાલના 100માં પાનાં પર વિભાગે ચાર વલણો દર્શાવ્યાં જેને કારણે સ્વાટનો વિકાસ થયો. તેમાં 1960ના દાયકામાં થયેલા વોટ્સ હુલ્લડ જેવા તોફાનો કે, જેમાં પોલીસ વિભાગે તેઓ તૈયાર ન્હોતા એવી વ્યૂહાત્મક પરિસ્થિઓનો સામનો કરવો પડ્યો. નાગરિક વ્યવસ્થા સામે પડકાર સ્વરૂપ સ્નાઈપર્સ અને રાજકીય હત્યારાઓનો ઉદય તથા યુદ્ધખોર જૂથો દ્વારા અપનાવાય તેવી શહેરી ગેરિલા વ્યૂહરચનાના ભયને પહોંચી વળવા જેવા વલણોનો સમાવેશ થાય છે. ‘‘સ્નાઈપરની અકળતા તથા સામાન્ય પોલીસ પ્રતિભાવ વિશેની તેની પૂર્વ-ધારણાને કારણે અધિકારીઓના મોત અથવા ઈજા થવાની શક્યતાઓ વધુ રહે છે. પરંપરાગત રીતે તાલીમ પામેલા અધિકારીઓને ગેરિલા તાલીમ પામેલા યુદ્ધખોર જૂથો સામે ઘર્ષણમાં ઉતારવાને પરિણામે અધિકારીઓની મોટી સંખ્યામાં જાનહાની અને ગોરિલ્લા યુદ્ધખોરોના નાસી છૂટવાની શક્યતા વધુ હોય છે.’’ આ અહેવાલ નોંધે છે કે, શહેરી હિંસાની અહીં જણાવેલી બાબતોને પહોંચી વળવા માટે એલએપીડી (LAPD)એ સ્વાટની રચના કરી.

અહેવાલના પાનાં નંબર 109 પર જણાવવામાં આવ્યું છે કે, ‘‘સ્વાટનો હેતુ જ્યાં જાનહાની ઘટાડવા માટે વિશિષ્ટ વ્યૂહની જરૂરિયાત હોય તેવી વ્યક્તિગત રીતે ઊંચું જોખમ ધરાવતી પરિસ્થિતિમાં પોલીસ કાર્યવાહીને રક્ષણ, ટેકો, સુરક્ષા, શસ્ત્ર-સરંજામ અને મદદ પૂરી પાડવાનો છે.’’

ફેબ્રુઆરી 7, 2008 ના દિવસે વિન્નેટ્કા, કેલિફોર્નિયામાં એક બંદુકધારીની ઘેરાબંધી અને ત્યારબાદ તેની સામેનાં ગોળીબારની ઘટનામાં એલએપીડી (LAPD)નાં સ્વાટ જૂથના 41 વર્ષના કાર્યકાળમાં સૌ પ્રથમ વખત તેનો એક સભ્ય ફરજ બજાવતી વખતે શહીદ થયો.[૫]

સ્વાટની ફરજો[ફેરફાર કરો]

યુએસ એર ફોર્સ સિક્સ્ટીથ સિક્યુરિટી ફોર્સિસ સ્ક્વોડ્રન સ્વાટ ટીમના સભ્યો, ટ્રાવિસ એર ફોર્સ બેઝ, કેલિફોર્નિયા, યુએસએ પ્રેક્ટિસ હોસ્ટેજ રેસ્ક્યુ.

સ્વાટની ફરજોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

 • બંધકોને છોડાવવા.
 • ગુનાખોરીને ડામવી.
 • તોફાનો પર અંકૂશ મેળવવો.
 • મુલાકાત લેતાં મહાનુભાવોને સ્નાઈપર્સ સામે સુરક્ષા પૂરી પાડવી.
 • ચોક્કસ પરિસ્થિતિઓમાં હુમલા માટે વધુ સારો શસ્ત્ર-સરંજામ પૂરો પાડવો, દા.ત. ઘેરી લેવાયેલા શંકમંદો
 • ગોળીબારની વચ્ચે ફસાયેલા નાગરિકો અથવા અધિકારીઓને બચાવવા.
 • શહેરોમાં આતંકવાદી કાર્યવાહીનો સામનો કરવો.
 • ઊંચું જોખમ ધરાવતી પરિસ્થિતિઓને જાનહાની, ઈજા તથા મિલ્કતને નુક્સાનને શક્ય તેટલી ઘટાડીને ઉકેલવી.
 • ઘેરાવની પરિસ્થિતીઓને ઉકેલવી (ખાસ કરીને હૉસ્ટેજ બૅરિકેડ ટીમના ઑઠા હેઠળ).
 • ઊંચું જોખમ ધરાવતી આત્મહત્યાની પરિસ્થિતિને થાળે પાડવી.
 • ધરપકડના હુકમો, શોધ હુકમો તથા નશીલી દવા માટેના છાપા મારતી વખતે મદદ પૂરી પાડવી.
 • ખાસ કાર્યક્રમોમાં વધારાની સુરક્ષા પૂરી પાડવી.
 • હિંસક ગુનેગારો સાથેની ખતરનાક પરિસ્થિતિઓ (જેમ કે, બળાત્કારીઓ, શ્રેણીબદ્ધ હત્યારાઓ અથવા ગુંડાઓની ટોળીઓ)ને થાળે પાડવી.
 • સશસ્ત્ર રોન કરવી.

નોંધપાત્ર ઘટનાઓ[ફેરફાર કરો]

એલએપીડી (LAPD)નાં સ્વાટ એકમનો સૌપ્રથમ નોંધપાત્ર ઉપયોગ 9 ડિસેમ્બર 1969ના રોજ બ્લેક પેન્થર્સના સભ્યો સાથે થયેલા ચાર કલાક લાંબા ઘર્ષણમાં કરવામાં આવ્યો હતો. પેન્થર્સે છેવટે શરણાગતિ સ્વીકારી ત્યારે ત્રણ પેન્થર્સ અને ત્રણ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા હતાં. 1974 સુધીમાં સ્વાટનો સ્વીકાર લોસ એન્જિલસ કાઉન્ટી અને શહેર માટે એક સ્રોત તરીકે થઈ ચૂક્યો હતો.

મે 17, 1974 ની બપોરે પોતાને સિમ્બાયોનીઝ લિબરેશન આર્મી (એસએલએ) તરીકે ઓળખાવતાં તત્વોના એક હથિયારોથી સજ્જ ડાબેરી પાંખનાં ગોરિલા જૂથે લોસ એન્જિલસની ઇસ્ટ 54મી સ્ટ્રીટનાં કોપ્ટન એવન્યુનાં એક ઘરમાં ઘેરાબંધી કરીને બેઠાં હતાં. આ તત્વોને ડામી દેવાની કાર્યવાહીનું પ્રસારણ ટેલિવિઝન અને રેડિયો દ્વારા લાખો લોકો સુધી પહોંચ્યું અને દિવસો સુધી તે વિશ્વના વિવિધ અખબારી માધ્યમોમાં દર્શાવવામાં આવ્યું. અશ્રુવાયુનો ઉપયોગ કરતાં પહેલાં અને પછી સંખ્યાબંધ પ્રસંગોએ ઘેરાબંધી કરીને બેઠેલાં શકમંદો સાથે વાતચીત ચાલુ રાખવામાં આવી હતી. પોલીસ એકમોએ જ્યાં સુધી એસએલએ દ્વારા તેમના પર લઘુ-સ્વયંસંચાલિત તથા સ્વયંસચાલિત શસ્ત્રો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો ત્યાં સુધી તેમના પર કોઈ જ ગોળીબાર નહોતો કર્યો. એસએલએ દ્વારા 3,772 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યા છતાં આ કાર્યવાહીમાં સામેલ ન હોય તેવા કોઈપણ નાગરિક કે પોલીસ અધિકારીઓમાંથી કોઈને પણ ઈજા પહોંચી નહોતી.

આ ગોળીબાર દરમિયાન ઘરમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ અધિકૃત રીતે જાણી શકાયું નહોતું, પરંતુ પોલીસ સૂત્રોની ધારણા મુજબ એક શકમંદના ભૂલભરેલા ગોળીબારને લીધે તેના મોલોટોવ મિશ્રણમાં આગ લાગી હતી. અન્યો માને છે કે, અશ્રુવાયુનો વારંવારના ઉપયોગ કરવાને કારણે આગ લાગી હોવી જોઈએ. કારણ કે, અશ્રુવાયુ ઊંચા તાપમાને રસાયણના બળવાથી જ કાર્યરત્ થાય છે. તમામ છ શકમંદો એક કરતાં વધુ ગોળીબારથી ઘાયલ થયાં હતાં અને સળગતી આગમાં બળી મર્યાં હતાં.

યુએસ એર ફોર્સ થર્ટીસેવન્થ ટ્રેઇનિંગ વિંગની ઇમરજન્સી સર્વિસિસ ટીમ લેકલેન્ડ એર ફોર્સ બેઝ, ટેક્સાસ, યુએસએ ખાતે તાલીમ દરમિયાન લક્ષિત ઇમારતમાં પ્રવેશવા માટે ટીમ લિફ્ટ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યાં છે.

એસએલએના ગોળીબારની ઘટના સુધીમાં સ્વાટ જૂથ દસ જવાનની એક એવી છ ટુકડીઓમાં પુનઃસંગઠિત થયાં હતાં. દરેક ટુકડીમાં પાંચ-પાંચ જવાનનાં બે એકમો હતાં, જેમને એલિમેન્ટ્સ (તત્વો) તરીકે ઓળખવામાં આવતાં હતાં. દરેક એલિમેન્ટમાં એક એલિમેન્ટ વડો (લીડર), બે એસોલ્ટર્સ (નિશાનબાજ અધિકારીઓ) એક સ્કાઉટ અને એક રીયર-ગાર્ડનો સમાવેશ થાય છે. તેમના સામાન્ય શસ્ત્રોમાં એક સ્નાઈપર રાયફલ (મોટેભાગે .243 કેલિબરની બોલ્ટ એક્શન, ગોળીબારના સ્થળે અધિકારીઓ દ્વારા નક્કી કરવામાં આવતાં અન્ય હથિયારો) બે .223 કેલિબરની અર્ધ સ્વયંસંચાલિત (સેમી ઓટોમેટિક) રાયફ્લ્સ, અને બે શોટગન્સનો સમાવેશ થાય છે. સ્વાટ અધિકારીઓ પાસે ખભા પરના હોલ્સ્ટર્સમાં તેમની સર્વિસ રિવોલ્વર્સ પણ હતી. આ ઉપરાંત તેમને પ્રાથમિક સારવાર પેટી, ગેસ માસ્ક અને હાથનાં મોજાં આપવામાં આવ્યાં હતાં. હકિકતે પોલીસને સેમી ઓટોમેટીક રાયફલ્સથી સજ્જ કરવાનો આ એક બદલાવ હતો. એક સમયે પોલીસને માત્ર છ રાઉન્ડ કરી શકતી રિવોલ્વર્સ અને શોટગન્સ જ આપવામાં આવતી હતી. અત્યંત શસ્ત્રસજ્જ એવી સિમ્બાયોનીઝ લિબરેશન આર્મી સાથેની અથડામણથી સ્વાટ જૂથોને બખ્તર (બોડી આર્મર –બુલેટ પ્રુફ જેકેટ) તથા વિવિધ પ્રકારના સ્વયં સંચાલિત શસ્ત્રો આપવાની શરૂઆત થઈ.

કોલોરાડોમાં એપ્રિલ 20, 1999 ના રોજ થયેલા ધ કોલમ્બાઈન હાઇસ્કૂલ હત્યાકાંડએ સ્વાટના વ્યૂહ અને પોલીસના પ્રતિસાદ માટેની અન્ય એક નિર્ણયાત્મક ઘટના હતી. ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર ના એક અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, ‘‘શકમંદો દ્વારા ઘાતક બળનો સ્પષ્ટ ઉપયોગ થાય તેવી ઘટનાઓ દરમિયાન સ્વાટ જૂથ સ્થળ પર પહોંચે તેની રાહ જોવાનું શિખવવામાં આવ્યું હોવા છતાં, શેરીના અધિકારીઓ (સ્ટ્રીટ ઓફિસર્સ) ને તાત્કાલિક પગલાં લેવા માટે તાલીમ અને શસ્ત્રો આપવામાં આવે છે.’’[૬][મૃત કડી]

આ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે, સ્ટ્રીટ ઓફિસર્સને વધુને વધુ રાયફલ્સથી સજ્જ કરવામાં આવી રહ્યાં હતા. તેમને પરંપરાગત રીતે સ્વાટ એકમો સાથે સંકળાયેલી સામગ્રી જેવી બેલિસ્ટિક હેલમેટ અને ભારે બખ્તર પણ આપવામાં આવ્યાં હતાં. આ પાછળનો હેતુ સક્રિય ગોળીબારની પરિસ્થિતિઓને ઝડપી પ્રતિસાદ આપવા માટે સ્ટ્રીટ ઓફિસર્સને તાલીમ અને સાધનોથી સજ્જ કરવાનો છે. આવી પરિસ્થિતિઓમાં શકમંદોની ફરતે માત્ર ઘેરાબંદી કરીને સ્વાટ માટે રાહ જોતા રહેવું એ સ્વીકાર્ય નહોતું.

એક ઉદાહરણ તરીકે, મિન્નેસોટા પોલીસ ડિપાર્ટમેન્ટ (એમપીડી), મિન્નેપોલિસનાં નીતિ અને કાર્યવાહીનાં દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે, ‘‘એમપીડીનાં ઉચ્ચ અધિકારીઓ એ હકીકતથી વાકેફ હોવા જોઈએ કે ઘણા સક્રિય ગોળીબારની ઘટનાઓમાં, શરૂઆતની કેટલીક મિનિટમાં નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાઈ જાય છે. આવી પરિસ્થિતિઓમાં જીંદગીઓ બચાવવા ઝડપથી કાર્યવાહી કરવા માટે અને પરિસ્થિતિનો ક્યાસ કાઢવો જરૂરી છે.’’[૭]

પોલીસ પ્રતિક્રિયામાં આ પ્રકારના પરિવર્તન સાથે સ્વાટ એકમોની માગ તેમની પરંપરાગત ભૂમિકા જેમ કે, બંધક મુક્તિ, ત્રાસવાદ વિરોધી કાર્યવાહીઓ અને ઊંચું જોખમ ધરાવતા હુકમો (વૉરન્ટ) બજાવવા માટે જળવાઈ રહી છે.

સંસ્થા[ફેરફાર કરો]

કાર્યવાહી માટે સ્વાટ જૂથને બોલાવવાની ઘટનાઓ ઓછી હોવાનો અર્થ એ નથી કે આ મોંઘી તાલીમ અને સાધનોથી સજ્જ અધિકારીઓને ખૂણામાં બેસાડી રાખીને કટોકટીની પરિસ્થિતિની રાહ જોતાં રાખવાં. ઘણા વિભાગોમાં અધિકારીઓને સામાન્ય રીતે અન્ય સામાન્ય ફરજો સોંપવામાં આવે છે, પરંતુ તેઓ પેજર, મોબાઈલ ફોન અથવા રેડિયો ટ્રાન્સિવિયર્સ દ્વારા સ્વાટ માટેના કોલ્સ લેવા માટે ઉપલબ્ધ હોય છે. લોસ એન્જિલસ પોલીસ વિભાગ જેવા મોટા પોલીસ વિભાગોમાં પણ સ્વાટના અધિકારીઓને ગુના ડામી દેવાની તથા સામાન્ય કરતાં વધુ ખતરનાક અને વિશિષ્ટ પ્રકારનાં પેટ્રોલિંગની કામગીરી સોંપવામાં આવે છે. આમ છતાં અધિકારીઓને આ કાર્યો માટે તેમને વિશિષ્ટ હથિયારો અને બખ્તર નથી અપાતાં.

ઉદાહરણ તરીકે એલએપીડી (LAPD)ની વેબસાઈટ દર્શાવે છે કે, 2003માં તેમનાં સ્વાટ એકમો 255 વખત સક્રિય બન્યાં હતાં,[૮] જેમાંથી 133 સ્વાટ માટેના કોલ્સ હતાં અને 122 વખત જોખમી વૉરન્ટ્સ બજાવવા માટેની કામગીરી હતી.

ન્યૂ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટનું ઈમરજન્સી સર્વિસ યુનિટ એવાં નાગરિક પોલીસ વિશિષ્ટ-પ્રતિક્રિયા એકમોમાંથી એક છે જે દિવસના 24 કલાક સતત કાર્યરત્ રહે છે. જો કે આ એકમ વિવિધ પ્રકારની સેવાઓ પણ પૂરી પાડે છે, જેમાં સામાન્ય રીતે અગ્નિશામક વિભાગ અથવા અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવતી શોધ અને બચાવ કામગીરી તથા વાહનો ખસેડવાની સેવાનો સમાવેશ થાય છે.

છૂટાં છવાયાં સ્થળોએ વિખેરાયેલા અધિકારીઓને બોલાવી તેમને પરિસ્થિતિથી માહિતગાર અને તેને માટે સજ્જ કરવામાં શરૂઆતની કટોકટી અને ઘટના સ્થળે વાસ્તવિક સ્વાટ જૂથને પહોંચાડવામાં લાંબો સમય જાય છે. 1999ના કોલમ્બાઈન હાઈ સ્કૂલ ગોળીબારની ઘટનામાં મોડા પોલીસ પ્રતિસાદની મુશ્કેલી, પોલીસ પ્રતિસાદમાં પરિવર્તનો તરફ દોરી ગઈ હતી.[૯] ખાસ કરીને ગોળીબારમાં સક્રિય ગુનેગારની ઘેરાબંધી કરીને સ્વાટ જૂથના આવવા સુધીની રાહ જોવાને બદલે તેનો ઝડપી સામનો કરવા અધિકારીઓને મેદાનમાં ઉતારવા.

તાલીમ[ફેરફાર કરો]

યુનાઇટેડ સ્ટેટ્સ મિન્ટ પોલીસ સ્પેશિયલ રિસ્પોન્સ ટીમ

સ્વાટ અધિકારીઓની પસંદગી કાયદાના અમલીકરણ કરતી સંગઠનમાંથી સ્વૈચ્છિક રીતે કરવામાં આવે છે. જે-તે વિભાગની નીતિને આધારે અધિકારીઓએ સ્વાટ જેવા વિશિષ્ટ વિભાગમાં પસંદગી પામવા માટે અરજી કરતાં પહેલાં તેમના વિભાગમાં એવો ઓછામાં ઓછા જરૂરી સમયગાળા માટે ફરજ બજાવવી ફરજિયાત છે. આ સમયગાળાની જરૂરિયાત એ હકીકતને આધારે નક્કી કરવામાં આવી છે કે, સ્વાટના અધિકારીઓ છેવટે તો કાયદાનું અમલીકરણ કરાવનારા અધિકારીઓ જ છે, આથી તેમની પાસે જે-તે વિભાગની નીતિઓ અને પ્રક્રિયાઓનું તલસ્પર્શી જ્ઞાન હોવું જરૂરી છે.

સ્વાટ માટે અરજી કરતાં અધિકારીઓએ કઠોર પસંદગી પ્રક્રિયા અને તાલીમમાંથી પસાર થવાનું રહે છે. તેમણે ચૂસ્ત શારીરિક ચપળતા, લેખિત, મૌખિક અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ ફરજિયાત ઉત્તિર્ણ થઈને એ દર્શાવાવું પડે છે કે, તેઓ માત્ર શારિરીક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ વ્યૂહાત્મક કાર્યવાહીઓ માટે યોગ્ય છે.

શારિરીક તંદૂરસ્તી પર વધુ ભાર એટલા માટે મૂકવામાં આવે છે કે જેથી અધિકારી વ્યૂહાત્મક કાર્યવાહીની કઠિનતાઓ સામે ટકી શકવા માટે સક્ષમ બને. એક અધિકારીની પસંદગી થયા બાદ સ્વાટનાં આ સંભવિત સભ્યે સંખ્યાબંધ વિશિષ્ટ અભ્યાસ કરવાનાં રહે છે, જેથી તે એક સંપૂર્ણપણે લાયક સ્વાટ સંચાલક બની શકે. સચોટ ગોળીબાર કરવાનું કૌશલ્ય વિકસાવવા માટે અધિકારીઓને નિશાનબાજીની તાલીમ આપવામાં આવે છે. સંભવિત સભ્યો અપાતી અન્ય તાલીમોમાં વિસ્ફોટકોની તાલીમ, સ્નાઈપર તાલીમ, રક્ષણાત્મક વ્યૂહો, પ્રાથમિક સારવાર, વાતચીત, K9 એકમોનું વ્યવસ્થાપન, રસ્સીની મદદથી ઉતરાણ કરવાની પદ્ધતિઓ અને ટેકનિક્સ તથા વિશિષ્ટ સાધનો અને શસ્ત્રોનો ઉપયોગ કેવી રીત કરવો તેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને વિશિષ્ટ પ્રકારનાં ઓછા ઘાતક શસ્ત્રોનો ઉપયોગ, ટોળાંને કાબૂમાં કરવાની રીતો, વિશિષ્ટ સરંજામ જેવા કે બીન બેગ્સ, ફ્લેશ બેંગ ગ્રેનેડ્સ ટેઝર વગેરેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે પણ ચોક્કસ તાલીમ આપવામાં આવે છે. ક્લોઝ-ક્વાર્ટર્સ રક્ષણાત્મક વ્યૂહોની તાલીમનું પ્રાથમિક મહત્વ છે કારણે કે તે એક સંપૂર્ણ સ્વાટ અધિકારી બનવા માટેનો પ્રથમ તબક્કો છે.

સ્વાટના સાધનો[ફેરફાર કરો]

સ્વાટ જૂથો ક્લોઝ-ક્વાર્ટર કોમ્બેટ (સીક્યુસી) સહિતની વિવિધ પ્રકારની વિશિષ્ટ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બનાવવામાં આવેલા સાધનોનો ઉપયોગ કરે છે. ચોક્કસ પ્રકારના સાધનો દરેક એકમ મુજબ બદલાય છે, પરંતુ તેઓ જે સાધનો પહેરે છે અને ઉપયોગ કરે છે, તેમાં કેટલાંક સતત વલણો જોવા મળે છે.

શસ્ત્રો[ફેરફાર કરો]

સ્વાટ જૂથો દ્વારા વિવિધ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જેમાં સૌથી સામાન્ય શસ્ત્રોમાં સબમશિન ગન, ઍસોલ્ટ રાયફલ્સ, શોટગન્સ અને સ્નાઈપર રાયફલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

વ્યૂહાત્મક સાધનોમાં K9 યુનિટ્સ, ફ્લેશ બેંગ, સ્ટિંગર અને અશ્રુવાયુના ગ્રેનેડ્સનો ઉપયોગ થાય છે.

સેમિ-ઓટોમેટિક પિસ્તોલ એ સૌથી લોકપ્રિય સહાયક હથિયાર છે. તેના ઉદાહરણોમાં નીચે મુજબનો સમાવેશ થાય છે, જો કે તે આ જ પિસ્તોલો સુધી મર્યાદિત નથી.: એમ1911 પિસ્તોલ સિરીઝ,[૧૦][૧૧] સિગ સુઅર સિરીઝ [૧૨][૧૩] (ખાસ કરીને સિગ P226[૧૧][૧૩][૧૪] અને સિગ પી229) બેરેટા 92 સિરીઝ,[૧૩] ગ્લોક પિસ્તોલ,[૧૨][૧૫][૧૧][૧૬][૧૭][૧૮] એચ એન્ડ કે યુએસપી સિરીઝ,[૧૩][૧૯] અને 5.7x28mm એફએ ફાઇવ-સેવન પિસ્તોલ.[૨૦]

સ્વાટ જૂથો દ્વારા વપરાતી સામાન્ય સબમશીન ગન્સમાં 9 mm અને 10 mm હેકલર એન્ડ કોચ એમપી5,[૧૦][૧૧][૧૨][૧૩][૧૭][૧૮][૧૯] હેકલર એન્ડ કોચ યુએમપી,[૧૧] અને 5.7x28mm એફએન પી90 નો સમાવેશ થાય છે.[૨૧]

સ્વાટ દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી શોટગનમાં બેનેલી એમ1,[૧૭][૧૮][૨૨] બેનેલી એમ1014, રેમિંગ્ટન 870[૧૦][૧૧][૧૪][૧૭] અને 1100, મોસબર્ગ 500 અને 590નો સમાવેશ થાય છે.[૧૩]

સામાન્ય કાર્બાઇન્સમાં કોલ્ટ સીએઆર-15 [૧૦][૧૧][૧૬][૧૭] & એમ4 [૧૧][૧૨][૧૪][૧૯] અને એચ એન્ડ કે જી36[૧૮] અને એચકે416નો સમાવેશ થાય છે.[૨૩] જ્યારે સ્વાટ જૂથોને નિયમિત રીતે સીક્યુબી પરિસ્થિતિમાં કાર્યવાહી કરવાની હોવાથી તેમની પાસે અંદર સુધી દાખલ થવાનું હોય ત્યારે લાંબા અંતરની ચોક્કસાઈ માટે આ શસ્ત્રોનું કદ નાનું હોવું જરૂરી બની જાય છે. જ્યારે લાંબા અંતરના શસ્ત્રની જરૂર પડે ત્યારે નિશાનબાજો અથવા સ્વાટ અધિકારીઓ કોલ્ટ એમ16એ2[૧૨][૧૪][૧૯] વાપરતાં જોવા મળે છે.[૧૦] The હેકલર એન્ડ કોચ જી3 સિરીઝ [૧૭] માર્ક્સમેન અથવા સ્નાઇપર્સમાં સામાન્ય છે તેમજ એમ14 રાઇફલ અને રેમિંગ્ટન 700પી.[૧૦][૧૨][૧૪][૧૭][૧૮][૧૯]

વિવિધ પ્રકારની બોલ્ટ એક્શન રાયફલ્સ પણ સ્વાટ દ્વારા વાપરવામાં આવે છે જેમાં .50 કેલિબરની સ્નાયપર રાયફલ્સના મર્યાદિત ઉપયોગનો પણ સમાવેશ થાય છે.[૨૪]

ઝડપથી દરવાજાથી અંદર પ્રવેશવા માટે, તેનાં નકુચા અને તાળા તોડવા અથવા સમગ્ર દરવાજાને તોડી નાખવા માટે બૅટરિંગ રેમ્સ, શોટગન્સ અથવા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાટ જૂથો ઘણાં ઓછા ઘાતકી શસ્ત્રો અને સંરજામનો ઉપયોગ કરે છે. જેમાં ટેઝર, પિપર સ્પ્રે કેનિસ્ટર્સ (મરીના પાઉડરનો ફુવારો), બીન બેગ રાઉન્ડ્સ ધરાવતી શોટગન્સ, પેપરબોલ (મરચાનોનો ભૂકો) ગન્સ, સ્ટીંગર ગ્રેનેડ્સ, ફ્લેશ બેંગ ગ્રેનેડ્સ અને અશ્રુવાયુનો સમાવેશ થાય છે. પિપરબોલ ગન્સ ખાસ કરીને ઓલેઓરેસિન કેપ્સિકમ (પેપર સ્પ્રે) ના ગોળા ધરાવતાં પેઈન્ટ બોલ માર્કર્સ હોય છે.

વાહનો[ફેરફાર કરો]

સ્વાટ એકમો એઆરવી (આર્મર્ડ રેસ્ક્યુ વ્હિકલ્સ – બખ્તરબંધ બચાવ વાહનો[૨૫])નો ઉપયોગ, ગોળીબારમાં ફસાયેલા નાગરિકો, અધિકારીઓને બહાર કાઢવા જેવી વ્યૂહાત્મક કાર્યવાહી માટે અથવા ગોળીબારના વિસ્તારમાં ઊંડે સુધી, પહોંચવા માટે કરે છે. હેલિકોપ્ટરનો ઉપયોગ હવાઈ સરવે અથવા રેપ્લિંગ અથવા ફાસ્ટ રોપિંગની મદદથી ઘટના સ્થળે ઉતરાવા માટે થાય છે. શહેરી વાતાવરણમાં ઘટના સ્થળે પહોંચતી વખતે શકમંદો દ્વારા ઓળખાઈ જવાની શક્યતાને ટાળવા માટે સ્વાટ એકમો સામાન્ય જણાતાં વાહનો જેવા કે બસ, વેન્સ, ટ્રક વગેરેનો પણ ઉપયોગ કરે છે. 1997ની એક ઘટનામાં સ્વાટે કટોકટી સમયે સામાન્ય બખ્તરબંધ ટ્રકનો ઉપયોગ કર્યો હતો.

ઓહીયો સ્ટેટ હાઈવે પેટ્રોલ્સની સ્પેશ્યલ રિસ્પોન્સ ટીમ (એસઆરટી) જેવા એકમો બી.ઈ.એ.આર તરીકે ઓળખાતા વાહનનો ઉપયોગ કરે છે. આ વાહન લેન્કો એન્જિનિયરિંગ દ્વારા બનાવવામાં આવેલું ખૂબ જ મોટું બખ્તરબંધ વાહન છે અને તેની ઉપર મકાનના બીજા અથવા ત્રીજા માળે સીધો પ્રવેશ કરવા માટેની સીડી પણ હોય છે. સંખ્યાબંધ એજન્સીઓ જેમ કે, એલએપીડી (LAPD),,[૨૬][૨૭] એલએએસડી [૨૭] અને એનવાયપીડી બી.ઈ.એ.આર અને તેની નાની પ્રતિકૃતિ જેવાં બીયરકેટ વાહનનો ઉપયોગ કરે છે.

ટ્યુલ્સા પોલીસ ડિપાર્ટમેન્ટની એસઓટી (સ્પેશ્યલ ઓપરેશન્સ ટીમ) બ્રિટીશ બનાવટનું એલ્વિસ સેરેકન નામનું બખ્તરબંધ વાહન ઉપયોગમાં લે છે. સેરેકનમાં એસઓટીની જરૂરિયાત મુજબનાં ફેરફાર કરવામાં આવ્યાં હતાં. તેના આગળના ભાગમાં રેમ અને ઉપરના ભાગે નાઈટ સન ગોઠવવામાં આવ્યાં હતાં. સેરેકનનો ઉપયોગ વૉરન્ટ બજાવવાથી માંડીને તાત્કાલિક પ્રતિસાદ માટે કરવામાં આવે છે. તે જૂથના સભ્યોને એક સ્થાનેથી બીજા સ્થાને સુરક્ષિત રીતે ખસેડવા માટે સક્ષમ છે.

કિલ્લીન અને ઓસ્ટિન, ટેક્સાસ તથા વૉશિંગ્ટન ડી.સી.ના પોલીસ વિભાગો ફ્લોરિડા હાઈવે પેટ્રોલની જેમ[૧૪] કેડિલેક ગેજ રેન્જરનો ઉપયોગ કરે છે.[૨૮]

વિવાદો[ફેરફાર કરો]

કટોકટીની સ્થિતિ ન હોય ત્યારે સ્વાટ જૂથોનાં ઉપયોગ ટીકાપાત્ર બન્યો છે.[૨૯] 2006માં વૉશિંગ્ટન ડી.સી.ના એક ઉપનગર ફેયરફેક્સ કાઉન્ટી, વર્જિનીયાના ફેર ઓક્સ વિભાગમાં રહેતાં 37 વર્ષીય ઓપ્ટોમેટ્રિસ્ટ સાલ્વાટોર કુલોસીને સ્વાટના બે સભ્યો દ્વારા વૉરન્ટ બજાવવામાં આવ્યો. તેની પર રમત પર સટ્ટો રમવાનો આરોપ હતો. આ ધરપકડનો પ્રયાસ આકસ્મિક મોતમાં પરિણ્યમો.[૩૦] આ માટે જવાબદાર અધિકારી ડવેલ વી બુલ્લોકને ત્રણ અઠવાડિયા માટે પગાર વિના સસ્પેન્ડ કરાવામાં આવ્યા હતાં.[૩૧] કેટો ઇન્સ્ટિટ્યુટ ખાતેના પોલીસ વિશ્લેષક રેડલી બાલ્કો દ્વારા લખવામાં આવેલું ‘ઓવરકિલઃ ધી રાઇઝ ઓફ પેરામિલિટરી પોલીસ રેઈડ્સ ઈન અમેરિકા’ પુસ્તક સ્વાટ પરની એક ટીકા છે.[૩૨] અન્ય અભ્યાસોમાં આ જ સંસ્થાના ડિએન સેસિલિયા વેબર દ્વારા લખવામાં આવેલાં પુસ્તક ‘વૉરિયર કોપ્સઃ ધી ઓમિનઅસ ગ્રોથ ઓફ પેરામિલિટરીઝમ ઈન અમેરિકન પોલીસ ડિપાર્ટમેન્ટ્સ’ અને ઇસ્ટર્ન કેન્ટુકી યુનિવર્સિટી ખાતે ક્રિમિનલ જસ્ટિસના પ્રાધ્યાપકો ડૉ. પીટર ક્રાસ્કા અને તેમનાં સહકર્મી વિક્ટર કેપ્પલર દ્વારા લખવામાં આવેલા પુસ્તર ‘મિલિટરાઈજિંગ અમેરિકન પોલીસઃ ધી રાઈઝ એન્ડ નોર્મલાઈઝેશન ઓફ પેરામિલિટરી યુનિટ્સ’ નો સમાવેશ થાય છે. તેમણે દેશના પોલીસ વિભાગોમાં સરવે કર્યો હતો જેમાં જણાયું.[સંદર્ભ આપો]

આ પણ જોશો[ફેરફાર કરો]

]]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. અમેરિકન હેરિટેજ ડિક્શનરી Bartleby.com
 2. મેરિયમ-વેબસ્ટર ડિક્શનરી, Merriam-Webster.com
 3. ૩.૦ ૩.૧ "Development of SWAT". Los Angeles Police Department. Retrieved 19 June 2006. Check date values in: |accessdate= (મદદ) સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "SWAT01" defined multiple times with different content
 4. "Report following the SLA Shoot-out (PDF)" (PDF). Los Angeles Police Department. Retrieved 2008-07-04. Check date values in: |accessdate= (મદદ)
 5. "Siege in Winnetka, California". Latimes.com. 2008-02-09. Retrieved 2009-06-05. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. "Report following the Columbine High School Massacre". Christian Science Monitor. Retrieved 19 June 2006. Check date values in: |accessdate= (મદદ)
 7. "Policy & Procedure Manual". Minneapolis, Minnesota, Police Department. Retrieved 19 June 2006. Check date values in: |accessdate= (મદદ)
 8. "official website of The Los Angeles Police Department". Lapdonline.org. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 9. CSMonitor.com (2000-05-31). "Change in tactics: Police trade talk for rapid response". csmonitor.com. Retrieved 2009-06-05. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ ૧૦.૪ ૧૦.૫ Katz, Samuel M. "Felon Busters: On The Job With LAPD SWAT". Popular Mechanics. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ ૧૧.૫ ૧૧.૬ ૧૧.૭ "SWAT Round-Up International 2006: Team Insights | Tactical Response Magazine". Hendonpub.com. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 12. ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ ૧૨.૩ ૧૨.૪ ૧૨.૫ "SWAT Team". Edcgov.us. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ૧૩.૩ ૧૩.૪ ૧૩.૫ "HowStuffWorks "How SWAT Teams Work"". People.howstuffworks.com. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ૧૪.૩ ૧૪.૪ ૧૪.૫ "TacLink - Washington DC ERT". Specwarnet.net. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 15. "Glock 38 and 39 Pistols...the .45 GAP | Manufacturing > Fabricated Metal Product Manufacturing from". AllBusiness.com. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 16. ૧૬.૦ ૧૬.૧ Hotle, David (2006-09-27). "Golden Triangle Media.com - SWAT team practices law enforcement with a bang". Zwire.com. Retrieved 2009-06-05. Check date values in: |accessdate=, |date= (મદદ)
 17. ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ ૧૭.૩ ૧૭.૪ ૧૭.૫ ૧૭.૬ "TacLink -Penn State Police SERT". Specwarnet.net. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ ૧૮.૩ ૧૮.૪ "TacLink - US Capitol Police CERT". Specwarnet.net. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ ૧૯.૩ ૧૯.૪ "TacLink - Chattanooga PD SWAT". Specwarnet.net. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 20. Wood, J.B. "FNH USA Five-seveN Pistol 5.7×28mm". http://tactical-life.com - Tactical Life. Retrieved 2009-10-18. Check date values in: |accessdate= (મદદ); External link in |publisher= (મદદ)
 21. બેડેલી, અદામ (મે 21, 2003). "નાટોએ વ્યક્તિગત શસ્ત્ર પસંદગી પાછી ઠેલી". જેન્સ ડિફેન્સ વીકલી- ઇન્ફન્ટ્રી ઇક્વિપમેન્ટ (ISSN: 02653818), પાના 30.
 22. "The Bountiful Benelli". Findarticles.com. 2002-12-01. the original માંથી 2012-07-11 પર સંગ્રહિત. Retrieved 2009-06-05. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)
 23. એચકે પ્રો આર્ટિકલ
 24. Eden Pastora. "SWAT February 2003". Tacticaloperations.com. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 25. http://www.highbeam.com/doc/1P3-1421340761.html
 26. Tegler, Eric. "Loaded For Bear: Lenco's Bearcat Is Ready For Duty". Autoweek.com. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 27. ૨૭.૦ ૨૭.૧ "Bulletproof - Berkshire Eagle Online". Berkshireeagle.com. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 28. "FHP Special Activities and Programs". Flhsmv.gov. Retrieved 2009-06-05. Check date values in: |accessdate= (મદદ)
 29. સ્વીટ મેકો, "સ્વાટ: શું તેનો વધું પડતો ઉપયોગ થાય છે?", ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, જુલાઈ 15, 1997
 30. ટોમ જેકમેન, "વા. જાનહાનિ માટે અધિકારીને કદાચ સસ્પેન્ડ થઇ શકે", વોશિંગ્ટન પોસ્ટ , નવેમ્બર 25, 2006
 31. "એ ટ્રેજેડી ઓફ એરર્સ", વોશિંગ્ટન પોસ્ટ , નવેમ્બર 25, 2006
 32. રેડલી બાલ્કો, "વર્જીનીયામાં, જુગાર માટે મૃત્યુદંડની સજા", ફોક્સ ન્યૂઝ , મે 1, 2006

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]