હનુમાન જયંતી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

હનુમાન જયંતી એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિંદુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે. આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.

ધરાપર કદાચ કોક નગર અથવા ગામ એવુ હશે જ્યાં પવન કુમારનું નાનું-મોટું મંદિર અથવા મુર્તિ ન હોય. સત્ય તો એ છે કે મહાવીર હનુમાન ભારતના તન મન તેમજ પ્રાણમાં વ્યાપ્ત છે. અને સદાય આપણને શક્તિ, ભક્તિ, સમર્પણ, શ્રમ, નિશ્ચલસેવા, ત્યાગ, બલિદાન, વિગેરેની પ્રેરણા આપે છે. પરમ આદર્શ શ્રી હનુમાનજીનું જીવન પ્રકાશ-સ્થંભની જેમ આપણુ કલ્યાણ-માર્ગની નિશ્ચિત દિશા બતાવે છે. હનુમાનજીનું કોઇ અલગ અસ્તિત્વજ નથી. તેઓ શ્રી રામમય થઇ ગયા છે. પરમપ્રભુ શ્રીરામે જ્યારે પ્રશ્ન કર્યો કે તું કોણ છે? ત્યારે સ્વયં નિવેદન કર્યું – પ્રભો!
"देहबुद्धया तु दासोऽस्मि जीव बुद्धया त्वदाम्सकः। आत्मबुद्धया त्वमेवाऽहम् ईति मे निश्चिता मतिः॥"
દેહદૃષ્ટિથી તો હું આપનો દાસ છું જીવરુપથી આપનો અંશ તથા તત્વાર્થથી તો આપ અને હું એકજ છીએ આજ મારો મત છે.

હનુમાનજીનું ચરિત્ર પરમ પવિત્ર અને મધુર તેમજ પરમ આદર્શ છે અને અદભુત્ત પણ છે. હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તે “શંકર સુવન” “વાયુપુત્ર” અને “કેશરી નંદન” પણ કહેવાય છે. અર્થાત –શિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે. આ રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે, કલ્પ ભેદથી દરેક સત્ય છે. સ્વર્ગના અધિપતિ શચિપતિ ઇન્દ્રની રૂપગુણ સંપન્ન અપ્સરાઓમાં પુંજિકસ્થલા નામની એક પ્રખ્યાત અપ્સરા હતી. એકવાર તે અપ્સરાએ એક તપસ્વિ ઋષિની મશ્કરી કરી. ઋષિ તે સહન ન કરી શક્તા ક્રોધિત થયા અને શાપ આપ્યો “વાનરની જેમ તેં ચંચળ થઇ મારૂં અપમાન કર્યુ હોવાથી તું વાનરી બની જા.” ક્ર્મશઃ


અન્ય સબંધીત કડીઓ[ફેરફાર કરો]