હમ્તા પાસ ટ્રેક

વિકિપીડિયામાંથી
હમ્તા પાસ

हम्‍ता पास/ दर्रा
પર્વતીય આરોહણ માર્ગ
હમ્તા પાસ is located in Himachal Pradesh
હમ્તા પાસ
હમ્તા પાસ
હમ્તા પાસ is located in ભારત
હમ્તા પાસ
હમ્તા પાસ
અક્ષાંશ-રેખાંશ: 31°57′47″N 77°27′12″E / 31.963024°N 77.453296°E / 31.963024; 77.453296
દેશભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોકુલ્લૂ
ઊંચાઇ
૪૨૭૦ m (૧૪૦૧૦ ft)
ભાષાઓ
 • અધિકૃતહિન્દી
 • સ્થાનિકકુલ્લૂ ભાષા/ કુલવી

હમ્તા પાસ (અંગ્રેજી: Hamta Pass) ઉત્તર ભારતના હિમાલયના પર્વતોમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યમાં પીર પાંજાલ પર્વતશ્રેણીમાં ૪૨૭૦ મીટર (૧૪૦૦૯ ફૂટ) જેટલી ઉંચાઈ પર આવેલ એક પર્વતીય આરોહણ માર્ગ છે. આ બે પર્વત વચ્ચે આવેલ સાંકડી જગ્યા છે, જ્યાંથી પગપાળા અથવા ઘોડા કે યાક જેવા પ્રાણી પર સવાર થઈ લાહૌલ ખીણ થી કુલ્લૂ ખીણ વચ્ચે મુસાફરી કરી શકાય છે. અહીં નીચે સેથાન ગામ અને હમ્તા ગામ આવેલ છે, આથી તેનું નામ હમ્તા પાસ પડ્યું છે. આ ઘાટ માર્ગનો ઉપયોગ ભરવાડો ઉનાળામાં સમયમાં નીચા હિમાલયન પ્રદેશમાંથી લાહોલ ખીણના ઉચ્ચપ્રદેશમાં સૂકા શીત રણ વિસ્તારનાં ઘાસના મેદાનોમાં જવા માટે વારંવાર કરતા હતા. ૩૦૦૦ થી ૩૮૦૦ મીટરની ઉંચાઈના ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં જંગલી ફૂલો અને ઔષધી વનસ્પતિઓ ઉગે છે. ઉભી પથ્થરની દિવાલો, ધોધ, લટકેલી હિમનદીઓ, નાના તળાવો, ૬૦૦૦ મીટર ઉંચાઈના શિખરો આ ઘાટ માર્ગ પર જોવા મળે છે. હિમનદીઓ પસાર કરતી વેળા લોકોને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે. રમણીય ચંદ્રતાલ તરફ જતા સાહસિક પર્યટકો હમ્તા પાસ ટ્રેક દ્વારા પસાર કરી તેમના પ્રવાસને સુંદર બનાવી શકે છે.

ટ્રેક કરવા માટે[ફેરફાર કરો]

આ સફરની શરૂઆત હમ્તા બંધ (હમ્તા ડેમ - ૨૭૩૦ મીટર) ખાતેથી પ્રમાણમાં સરળ ટ્રેક તરીકે થાય છે. આ ટ્રેક કૈલાસ રથ અને યુથ હોસ્ટેલ ઓફ ઈન્ડિયા (YHAI) જેવાં ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પર્વતીય પ્રદેશ  સામાન્ય રીતે પથરાળ અને વિશાળ કદના પથ્થરો (boulders) વડે બનેલ છે. આ ટ્રેક કુલ્લૂ જિલ્લા અને લાહોલ અને સ્પિતી જિલ્લાને જોડે છે, જે ઉપર તરફ જતા પવનો વાળા ભાગ (Windward side)માંથી નીચે તરફ જતા પવનો વાળી બાજુ (Leeward side) પર લઈ જાય છે. આ પાસથી થોડા અંતરે જતાં, ભૂપ્રદેશમાં મોટા ફેરફાર જોવા મળે છે, જે લીલાછમ પ્રદેશમાંથી ખડકાળ ઠંડા રણમાં લઈ જાય છે.

તે સ્વર્ગ માર્ગ તરીકે પણ ઓળખાય છે, કારણ કે આ માર્ગ દ્વારા યુધિષ્ઠિર સ્વર્ગ તરફ ગયા હતા. હમ્તા ઘાટ/ દર્રા/પાસ નામ અહીં હમ્તા મહર્ષિએ અહીં તપ કર્યું હોવાથી પણ આપવામાં આવ્યું છે.

ટ્રેક રૂપરેખા[ફેરફાર કરો]

યુથ હોસ્ટેલ ઓફ ઈન્ડિયા (YHAI)

  • દિવસ ૧: પ્રિની બેઝ કેમ્પ
  • દિવસ ૨: સેથાન
  • દિવસ ૩: ચિક્કા
  • દિવસ ૪: બાલુ કા ગેરા
  • દિવસ ૫: શિયા ગોરૂ
  • દિવસ ૬: છતરુ

કૈલાસ રથ (Kailash Rath)

  • દિવસ ૧: ચિક્કા
  • દિવસ ૨: બાલુ કા ગેરા
  • દિવસ ૩: શિયા ગોરૂ
  • દિવસ ૪: છતરુ

ચિત્ર-દર્શન[ફેરફાર કરો]

હમ્તા પાસની સાંકડી નાળ
શિયા ગોરુથી સ્પિતી ખીણમાં આવેલ છતરુ વસાહત
ખીણ
ચંદ્રભાગા નદી

પેનોરમા (૩૭૭૭ મીટર)[ફેરફાર કરો]

alt text
બાલુ કા ગેરા ખાતેનું પેનોરમા દૃશ્ય

આ પણ જુઓ[ફેરફાર કરો]