લખાણ પર જાઓ

હરિદાસ દત્ત

વિકિપીડિયામાંથી
હરિદાસ દત્ત
જન્મની વિગત(1890-11-16)16 November 1890
ઢાકા, બ્રિટીશ ભારત
મૃત્યુ29 February 1976(1976-02-29) (ઉંમર 85)
વ્યવસાયક્રાંતિકારી
સંસ્થાબેંગાલ વૉલેન્ટીયર્સ
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

હરિદાસ દત્ત (૧૬ નવેમ્બર ૧૮૯૦૨૯ ફેબ્રુઆરી ૧૯૭૬) એક બંગાળી ક્રાંતિકારી હતા, જેઓ રોડ્ડા કંપનીના શસ્ત્રોના લૂંટના કેસ સાથે સંકળાયેલા હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

હરિદાસ દત્તનો જન્મ ૧૮૯૦માં બ્રિટિશ ભારતના ઢાકામાં થયો હતો. તેઓ વરિષ્ઠ બંગાળી ક્રાંતિકારી હેમચંદ્ર ઘોષના સંપર્કમાં આવ્યા અને મુક્તિ સંઘમાં જોડાયા હતા. ૧૯૧૨માં દત્ત અને ખગેન્દ્રનાથ દાસ કામદાર તરીકે જગતદલ નજીક એલેક્ઝાન્ડર જ્યુટ મિલમાં પ્રવેશ્યા હતા અને એક બ્રિટિશ એન્જિનિયરની હત્યા કરવા માટે ત્રણ મહિના સુધી ત્યાં કામ કર્યું હતું. પરંતુ તેઓ નિષ્ફળ ગયા અને ત્યાંથી ભાગી ગયા.[]

રોડ્ડા શસ્ત્ર લૂંટ

[ફેરફાર કરો]

શ્રીશચંદ્ર મિત્ર ઉર્ફે હબુએ રોડ્ડા કંપનીના શસ્ત્રો અને દારૂગોળાના જથ્થા અંગે માહિતી આપી હતી તો ક્રાંતિકારી બિપિન બિહારી ગાંગુલી, બાઘા જતીન, અનુકુલ મુખર્જી વગેરેએ આ લૂંટની યોજના બનાવી હતી. લૂંટની તારીખ ૨૬ ઓગસ્ટ, ૧૯૧૪ના રોજ નક્કી કરવામાં આવી હતી. હરિદાસ કોલકાતાના મિત્રા લેન ખાતે વકીલ પી.ડી. હિંમતસિંકાને મળ્યા હતા. હિંમતસિકાએ સ્થાનિક હજામની મદદથી દત્તને બળદગાડાના ચાલકના છૂપા વેશમાં તૈયાર કર્યા. ૨૬મી ઑગસ્ટના રોજ શ્રીશચંદ્ર મિત્ર, દત્ત દ્વારા ચલાવવામાં આવતા ગાડામાં ૧૦ પેટી દારૂગોળો ૫૦ મૌસર પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતૂસ ભરીને લાવ્યા હતા. તેઓ શ્રીશ પાલ અને ખગેન્દ્ર નાથ દાસની મદદથી મિશન રો દ્વારા કોલકાતા બંદરથી મોલંગા લેન સુધી ગાડું દોરી ગયા હતા.[][] દત્તાની ૧૧ ઓક્ટોબર ૧૯૧૪ના રોજ ધરપકડ કરવામાં આવી હતી[] અને પ્રેસિડેન્સી જેલના એકાંત સેલમાં કેદ કરવામાં આવ્યા હતા, બાદમાં તેમને હઝારીબાગ સેન્ટ્રલ જેલમાં તબદીલ કરવામાં આવ્યા હતા અને ૪ વર્ષ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી તેમને મુક્ત કરવામાં આવ્યા અને ફરીથી ૧૯૩૦ અને ૧૯૩૪ ની વચ્ચે ઢાકા, કોમિલા, મેદિનીપુર અને કોલકાતામાં બંગાળ સ્વયંસેવકોના જૂથની ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે પોલીસ મહાનિરીક્ષક લોમેનની હત્યા બાદ બેનોય બાસુએ આશ્રય આપ્યો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Sengupta, Subodh C.; Basu, Anjal (2002). Sansab Bangali Charitavidhan (Bengali). I. Kolkata: Sahitya Sansad. પૃષ્ઠ 615. ISBN 81-85626-65-0.
  2. "Kolkata's 'greatest daylight robbery' all but forgotten". thestatesman.com. મૂળ માંથી 28 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 28 August 2018. Check date values in: |archive-date= (મદદ)
  3. "NGO commemorates Rodda arms robbery centenary". thestatesman.com. મૂળ માંથી 28 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 28 August 2018. Check date values in: |archive-date= (મદદ)
  4. "Kali Das Basu And Ors. vs Emperor". indiankanoon.org. મેળવેલ 28 August 2018.