લખાણ પર જાઓ

બિપિન બિહારી ગાંગુલી

વિકિપીડિયામાંથી
બિપિન બિહારી ગાંગુલી
બહુબજાર, કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે બિપીન બિહારી ગાંગુલીની પ્રતિમા.
જન્મની વિગત(1887-11-05)5 November 1887
હાલીશહર, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન ઉત્તર ૨૪ પરગણા જિલ્લો, પશ્ચિમ બંગાળ, ભારત)
મૃત્યુ14 January 1954(1954-01-14) (ઉંમર 66)
વ્યવસાયભારતીય સ્વાધીનતા કાર્યકર
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

બિપિન બિહારી ગાંગુલી (૫ નવેમ્બર ૧૮૮૭ – ૧૪ જાન્યુઆરી ૧૯૫૪) ભારતીય સ્વતંત્રતા ચળવળના સભ્ય અને રાજકારણી હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૫ નવેમ્બર ૧૮૮૭ના રોજ બંગાળ પ્રેસિડેન્સીના હાલીશહર (વર્તમાન પશ્ચિમ બંગાળ)માં થયો હતો. તેમના પિતાનું નામ અક્ષયનાથ ગાંગુલી હતું.

ક્રાંતિકારી પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

બારિન્દ્રકુમાર ઘોષ અને રાસબિહારી બોઝના નજીકના સહયોગી તરીકે તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હતો. મુરારીપુકુર ષડયંત્ર અને બોમ્બ કેસ જેવી ઘટનાઓ સાથે તેમનો સીધો સંબંધ હતો. તેઓ આત્મોન્નતિ સમિતિના સ્થાપક સભ્ય હતા, જે એક ગુપ્ત ક્રાન્તિકારી સમાજ અને યુગાંતર જૂથનો એક ભાગ હતો. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત (૧૯૧૪-૧૯૧૮) દરમિયાન ભારતીય ક્રાંતિકારીઓએ કંઈક સાહસિક કાર્ય કરવાનું નક્કી કર્યું, જેના પરિણામે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના હેતુ માટે પૂરતી સંખ્યામાં હથિયારો મેળવવામાં મદદ મળી શકે. ૧૯૦૫માં બંગાળના ભાગલા પછી બ્રિટિશ શાસન સામેના વિરોધનું દૃશ્ય પહેલેથી જ આત્યંતિક બની ગયું હતું. તેની શરૂઆત વંદે માતરમ્ અખબાર સામે રાજદ્રોહના કેસથી થઈ હતી, જેમાં ઓરોબિંદો ઘોષ અને બિપિન બિહારી ગાંગુલી જેવા નેતાઓ પર સરકાર સામેના વિરોધને પ્રોત્સાહન આપવામાં તેમની સંડોવણી સાબિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બિપિન બિહારી ગાંગુલીને ૬ મહિનાની જેલની સજા થઈ હતી.

ગાંગુલીએ ૨૪ ઓગસ્ટ, ૧૯૧૪ના રોજ એક સાહસિક સશસ્ત્ર લૂંટની યોજના બનાવી હતી. લૂંટને "રોડ્ડા કંપની હથિયારોની લૂંટ" તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના ૨૬ ઓગસ્ટ, ૧૯૧૪ના રોજ બની હતી અને તે ખૂબ જ સનસનાટીભરી ઘટના હતી. ધ સ્ટેટ્સમેન અખબારે ૩૦ ઓગસ્ટ ૧૯૧૪ના રોજ તેની આવૃત્તિમાં આ લૂંટને "સૌથી મોટી ધોળાદિવસની લૂંટ" તરીકે વર્ણવી હતી.

૧૯૧૫માં યુગાંતર જૂથે કરેલી કાર લૂંટ અને કોલકાતાના બેલિયાઘાટામાં એક વેપારીની ઓફિસમાં તેમણે જતીન્દ્રનાથ મુખરજીને મદદ કરી હતી. હથિયારો સાથેની તે ઘટનાઓ માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

તેઓ ૧૯૨૧માં અસહકારની ચળવળ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૯૩૦માં બંગાળ રાજ્ય સમિતિની પરિષદમાં અધ્યક્ષપદ સંભાળ્યું હતું. તેઓ ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં જોડાયા હતા. તેમને સમગ્ર જીવન દરમિયાન ૨૪ વખત મંડાલય, રંગૂન અને અલીપોર ખાતે કેદ કરવામાં આવ્યા હતા.

રાજકીય પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

આઝાદી પહેલા ગાંગુલી ટ્રેડ યુનિયન ચળવળ સાથે સંકળાયેલા હતા. તેઓ ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસના બંગાળ એકમના પ્રમુખ બન્યા હતા. ભારતની સ્વતંત્રતા પછી ૧૯૫૨માં યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાના બીજપુરના સભ્ય હોવાને કારણે તેઓ પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી પદ પર રહ્યા હતા.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • Biographical Dictionary - Sansad Bengali Charitabhidhan (Vol. 1) Editor Anjali Bose page (478-479) ISBN 978-81-7955-135-6