હાન કાંગ
આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર Snehrashmi (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
હાન કાંગ | |
---|---|
હાન કાંગ (૨૦૧૭માં) | |
જન્મ | November 27, 1970 ગ્વાંગજૂ, દક્ષિણ કોરિયા |
ઉપનામ | હાન કાંગ- હ્યૂન |
વ્યવસાય | લેખિકા |
માતૃ શિક્ષણ સંસ્થા | યોન્સેઈ વિશ્વવિદ્યાલય |
લેખન પ્રકાર | ફિક્શન (કાલ્પનિક સાહિત્ય) |
નોંધપાત્ર સર્જનો | ધ વેજીટેરિયન હ્યુમન એક્ટ્સ |
જીવનસાથી | હાન યોંગ-હિ () |
સંતાનો | ૧ |
માતા-પિતાઓ | હાન સેઉંગ-વૉન (પિતા) |
સહી | |
વેબસાઇટ | |
www |
હાન કાંગ (જન્મ ૨૭ નવેમ્બર ૧૯૭૦) દક્ષિણ કોરિયન લેખિકા છે. ૨૦૦૭થી ૨૦૧૮ સુધી તેમણે સિઓલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ આર્ટ્સમાં સર્જનાત્મક લેખન શીખવ્યું હતું.[૧] હાનને તેમની નવલકથા ધ વેજિટેરિયન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી, જે ૨૦૧૬માં કાલ્પનિક સાહિત્ય માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનારી કોરિયન ભાષાની પ્રથમ નવલકથા બની હતી. ૨૦૨૪માં, તેણી સાહિત્યના નોબેલ પુરસ્કારથી સન્માનિત પ્રથમ કોરિયન લેખિકા અને પ્રથમ એશિયન મહિલા લેખક બન્યા હતા.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]હાનના પિતાના જણાવ્યા અનુસાર તેણીનું નામ હાન નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે,[૨] તેણીનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૭૦[૩] ના રોજ દક્ષિણ કોરિયાના ગ્વાંગજૂમાં થયો હતો. તેમનો પરિવાર તેની સાહિત્યિક પૃષ્ઠભૂમિ માટે જાણીતો છે. તેણીના પિતા હાન સેઉંગ-વોન નવલકથાકાર છે. તેણીનો મોટો ભાઈ હાન ડોંગ-રિમ પણ નવલકથાકાર છે, જ્યારે તેણીનો નાનો ભાઈ હાન કાંગ-ઇન નવલકથાકાર અને કાર્ટૂનિસ્ટ છે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Who is Han Kang, winner of 2024 Nobel literature prize?". The Korea Times (અંગ્રેજીમાં). 11 October 2024. મેળવેલ 13 October 2024.
- ↑ "한강, 전쟁으로 사람 죽는데 노벨상 축하잔치 안 된다고 해". 한겨례 (કોરિયનમાં). 20 October 2024.
- ↑ "Han Kang". Literary Encyclopedia. મૂળ સંગ્રહિત માંથી 19 October 2021 પર સંગ્રહિત. મેળવેલ 10 October 2024.
Ed. by Helen Rachel Cousins, Birmingham Newman University: The Literary Encyclopedia. Volume 10.2.3: Korean Writing and Culture. Vol. editors: Kerry Myler (Birmingham Newman University)
- ↑ "딸이 쓴 문장에 질투심이 동했다"...아버지 한승원 작가의 고백. Maeil Business Newspaper (કોરિયનમાં). 11 October 2024. મેળવેલ 13 October 2024.