લખાણ પર જાઓ

હિંદુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ

વિકિપીડિયામાંથી

હિંદુસ્તાન એંટીબાયોટિક્સ લિમિટેડ (ટુંકું નામ:HAL) એ એક રસાયણિક ઉદ્યોગ પૈકીનો એક એકમ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા પિંપરી ખાતે આવેલ છે. આ એકમની સ્થાપના ૧0મી માર્ચ, ૧૯૫૪ના રોજ કરવામાં આવી હતી. આ ઓદ્યોગિક એકમ ખાતે પેનેસિલિન, સ્ટ્રેપ્ટોમાયસિન, જેન્ટામાયસિન, એમોક્સીસીલિન જેવાં એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. ૨૦૦૮ના વર્ષથી અહીં દવાનાં નવાં ઉત્પાદનો કરવામાં આવી રહ્યાં છે, જેમ કે હાલપેન (Halpen), હાલ્ટેક્સ (Haltax), હેક્સપાન (Hexpan). એઈડઝ માટેની દવાઓ (Sati-HIV drugs) પણ અહીં સપ્ટેમ્બર ૨૦૦૯થી ઉત્પાદન કરવાની યોજના ઘડવામાં આવી છે.[]

હિંદુસ્તાન એંટીબાયોટિક્સ લિમિટેડ

આ એકમ પબ્લિક લિમિટેડ છે અને એમાં ૧૫૦૦ જેટલા કર્મચારીઓ કામગીરી બજાવે છે. આ એકમનો નારો આ મુજબ છે; "Cure for millions, Care for all"

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. [૧] Hindustan Antibiotics now out of ICU: Jan 18, 2009

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]