હેન્રી મરે
Appearance
(હેન્રી એલેક્ઝાંડર મરે થી અહીં વાળેલું)
હેન્રી મરે | |
---|---|
જન્મની વિગત | |
મૃત્યુ | June 23, 1988 કેમ્બ્રીજ, મેસેચ્યુસેટ્સ, યુ.એસ. | (ઉંમર 95)
શિક્ષણ સંસ્થા | હાર્વડ વિશ્વવિદ્યાલય કોલંબિયા વિશ્વવિદ્યાલય કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય |
પ્રખ્યાત કાર્ય | વ્યક્તિત્ત્વ મનોવિજ્ઞાન |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | મનોવિજ્ઞાન |
કાર્ય સંસ્થાઓ | હાર્વડ વિશ્વવિદ્યાલય |
પ્રભાવ | કાર્લ યુંગ |
પ્રભાવિત | અબ્રાહમ મેસ્લો |
હસ્તાક્ષર | |
હેન્રી એલેક્ઝાંડર મરે (૧૩ મે ૧૮૯૩ – ૨૩ જૂન ૧૯૮૮) અમેરિકન મનોવૈજ્ઞાનિક અને જીવરસાયણજ્ઞ હતા. તેમણે વિકસાવેલી અંત:ચૈતસિક સંપ્રત્યક્ષ કસોટી (thematic appeception test - TAT) મનોવૈજ્ઞાનિક કસોટીકરણના ક્ષેત્રમાં એક સીમાસ્તંભ સમાન ગણાય છે.[૧]
શરૂઆતનું જીવન
[ફેરફાર કરો]હેન્રી એલેક્ઝાંડર મરેનો જન્મ ન્યૂ યોર્ક શહેરમાં ૧૩ મે ૧૮૯૩ના રોજ થયો હતો. એમના પિતાનું નામ હેન્રી એલેક્ઝાંડર મરે (Sr.) હતું અને માતાનું નામ ફેની મોરિસ બૅબકૉક હતું. ૧૯૧૧માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા હતા.[૨] ૧૯૧૬માં મરેએ જોસેફાઇન રેન્ટૉલ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક બાળક હતું.[૨]
પ્રદાન
[ફેરફાર કરો]મરેના સિદ્ધાંતો અને સંશોધનો એક્સપ્લોરેશન ઇન પર્સનાલિટી (૧૯૩૮), અ ક્લિનિકલ સ્ટડી ઓફ સેંટિમેન્ટ્સ (૧૯૪૫), ટુવર્ડ અ જનરલ થીયરી ઓફ એક્શન (૧૯૫૧) વગેરે પુસ્તકોમાં ગ્રંથસ્થ થયા છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ પરીખ, બી. એ. (૨૦૧૪). મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૫૩૯.
- ↑ ૨.૦ ૨.૧ "Murray, Henry Alexander, Jr.". American National Biography. New York: Oxford University Press. 1999. (લવાજમ જરૂરી) (લવાજમ જરૂરી)