અબ્રાહમ મેસ્લો

વિકિપીડિયામાંથી
અબ્રાહમ મેસ્લો
જન્મની વિગત
અબ્રાહમ હૅરાલ્ડ મેસ્લો

(1908-04-01)1 April 1908
મૃત્યુ8 June 1970(1970-06-08) (ઉંમર 62)
મેન્લો પાર્ક, કૅલિફૉર્નિયા, અમેરિકા
રાષ્ટ્રીયતાઅમેરિકન
શિક્ષણ સંસ્થાયુનિવર્સિટી ઓફ્ વિસ્કૉન્સિન-મેડિસન
પ્રખ્યાત કાર્યમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમ
જીવનસાથી
બર્થા ગુડમૅન મેસ્લો (લ. ૧૯૨૮)
સંતાનો
  • ઍન મેસ્લો
  • એલન મેસ્લો
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રમનોવિજ્ઞાન
કાર્ય સંસ્થાઓ
  • કોર્નેલ યુનિવર્સિટી
  • બ્રુકલિન કૉલેજ
  • બ્રાન્ડિશ યુનિવર્સિટી
ડોક્ટરલ સલાહકારહેરી હેર્લો
પ્રભાવ

અબ્રાહમ હૅરાલ્ડ મેસ્લો (૧ એપ્રિલ ૧૯૦૮ – ૮ જૂન ૧૯૭૦) અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા. તેઓ માનવવાદી મનોવિજ્ઞાન (humanistic psychology)ના પ્રણેતા તરીકે જાણીતા છે. તેઓ મનોવિજ્ઞાન ક્ષેત્રે તેમના 'જરૂરિયાતના કોટિક્રમનો સિદ્ધાંત' તેમજ 'સ્વ-આવિષ્કારયુક્ત વ્યક્તિઓની લાક્ષણિકતાઓ'ના વર્ણન માટે ખ્યાતી પામેલા છે.[૧]

તેમણે વિકૃત વ્યક્તિત્વના અભ્યાસ પરથી વ્યક્તિત્વ-સિદ્ધાંત વિકસાવનાર મનોવિશ્લેષણવાદીઓની ટીકા કરી હતી, અને તેને સ્થાને પોતાના વ્યક્તિત્વ-સિદ્ધાંતમાં તંદુરસ્ત અને મનોવૈજ્ઞાનિક રીતે સામાન્ય કે આગળ પડતા વ્યક્તિઓના અભ્યાસ પર ભાર મૂક્યો હતો. તેમને આપેલો વ્યક્તિત્વ-સિદ્ધાંત વ્યક્તિત્વની મૂળભૂત જરૂરિયાતો અને તેના સંતોષ સાથે સંકળાયેલો છે.

જીવન[ફેરફાર કરો]

મેસ્લોનો જન્મ ૧ એપ્રિલ ૧૯૦૮ના રોક બ્રુકલિન ખાતે થયો હતો. તેમણે ૧૯૩૦માં યુનિવર્સિટી ઑફ્ વિસ્કૉન્સિનમાંથી બી.એ. તથા એમ.એ.ની પદવો મેળવી અને ૧૯૩૪માં અ સ્ટડી ઑફ્ ધ સોશ્યલ કૅરેક્ટરિસ્ટિક્સ ઑફ્ મન્કિઝ એ વિષય પર શોધનિબંધ લખીને પી.એચડી.ની પદવી મેળવી. ૧૯૩૫માં કોલંબિયા યુનિવર્સિટીમાં ફેલોશિપ મેળવ્યા બાદ બ્રુકલિન કૉલેજમાં સહાયક અધ્યાપક તરીકે તેઓ જોડાયા, જ્યાં તેમણે ૧૯૫૧ સુધી અધ્યાપન કાર્યુ કર્યું. ત્યારબાદ બ્રાન્ડિસ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક થઈ, જ્યાં તેમણે ૧૯૫૧થી ૧૯૬૯ સુધી અધ્યાપન કાર્યુ કર્યું. તેઓ ૧૯૬૭–૬૮ના વર્ષ દરમિયાન એ.પી.એ. (American Psychological Association)ના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતાં.[૧]

મેસ્લોએ ૧૯૨૮માં બર્થા ગુડમૅન સાથે લગ્ન કર્યા હતાં. તેમને બર્થાથી ઍન અને એલન નામની બે પુત્રીઓ થઈ હતી. મેસ્લોનું અવસાન ૮ જૂન ૧૯૭૦ના રોજ કૅલિફૉર્નિયા ખાતે થયું હતું.[૧]

પ્રદાન[ફેરફાર કરો]

મેસ્લોએ મુખ્યત્વે સામાજિક મનોવિજ્ઞાન પર ભાર મુક્યો હતો. તેઓ વિકૃત મનોવિજ્ઞાન, ચિકિત્સા મનોવિજ્ઞાન તથા વ્યક્તિત્વ મનોવિજ્ઞાના ક્ષેત્રમાં ઘણો રસ ધરાવતા હતા. તેમણે મનોવિશ્લેષણવાદીઓની વ્યક્તિત્વ-સિદ્ધાંત વિકસાવવાની પદ્ધતિને વખોડી કાઢી હતી. તેઓ માનતા હતા કે, વિકૃત વ્યક્તિત્વના અભ્યાસ પરથી વ્યક્તિત્વનો સિદ્ધાંત વિકસાવવો તે ખોટું છે. આથી તેમણે પોતાના વ્યક્તિત્વ-સિદ્ધાંતમાં તંદુરસ્ત, સમાયોજિત અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કંઈક અંશે સામાન્ય કે તેથી આગળ પડતા વ્યક્તિત્વના અભ્યાસ ઉપર ભાર મૂક્યો છે.[૨]

વ્યક્તિત્ત્વ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં મેસ્લોનું મુખ્ય પ્રદાન વ્યક્તિત્વની જરૂરિયાતોનું વિશ્લેષણ કરીને તેમની વ્યક્તિગત ભિન્નતા સમાજવવાનું છે. મેસ્લોનો વ્યક્તિત્વ-સિદ્ધાંત વ્યક્તિના વર્તનની સમજૂતીને મનોગત્યાત્મક (psychodynamic) પદ્ધતિથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ વ્યક્તિત્વ-સિદ્ધાંત વ્યક્તિત્વની મૂળભૂત જરૂરિયાતો અને તેના સંતોષ સાથે સંકળાયેલો છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ મહેતા, રેણુકા (૨૦૦૨). "મેસ્લો, અબ્રાહમ હૅરાલ્ડ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૬. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૦૫-૬૦૬. OCLC 163322996.
  2. ૨.૦ ૨.૧ ભટ્ટ, કુસુમબેન કે. (2014). "મેસ્લોનો વ્યક્તિત્વ-સિદ્ધાંત". વ્યક્તિત્વના સિદ્ધાંતો (તૃતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૮૮–૨૯૩.