હોસદુર્ગ (કેરળ)
Appearance
હોસદુર્ગ એક કિલ્લો છે, જે ભારતના કેરળ રાજ્યમાં કાસરગોડ જિલ્લામાં આવેલ કાન્હનગડ ખાતે આવેલ છે. દુરથી જોતાં હોસદુર્ગ તેના ગોળ આકારને કારણે આલીશાન લાગે છે. સોમશેકરા નાયકા, જે ઈક્કેરીના કેલાડી નાયકા રાજવંશમાંથી આવે છે, તેમણે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આ સ્થળ બનાવવાનું કાર્ય નિત્યઆનંદાશ્રમ દ્વારા ૪૫ ગુફાઓના નિર્માણ સાથે કર્યું હતું. આ કિલ્લો હવે ખંડેર હાલતમાં છે, પરંતુ તેની નજીકમાં એક શાળા અને કેટલીક સરકારી કચેરીઓ છે. કિલ્લાની દક્ષિણ-પશ્ચિમ બાજુ પર એક મંદિર છે, કે જે નાયકાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે, જેને પૂન્કાવનમ કર્પૂરેશ્વરા મંદિર એવું નામ આપવામાં આવ્યું છે.
કેરળના કિલ્લાઓ
[ફેરફાર કરો]- બાકેલ દુર્ગ
- કન્નૂર દુર્ગ
- થાલાસેરી દુર્ગ
Coordinates: 12°18′33″N 75°05′38″E / 12.309297°N 75.093801°E
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |