અભિષેક જૈન

વિકિપીડિયામાંથી
અભિષેક જૈન

અભિષેક જૈન વર્ષ ૨૦૧૨માં રજૂ થયેલા અર્બન ગુજરાતી ચલચિત્ર કેવી રીતે જઈશના દિગ્દર્શક છે. તેમનો જન્મ અને ઉછેર અમદાવાદ ખાતે થયો છે. તેઓ અમદાવાદ સ્થિત "સિનેમેન પ્રોડકશન"ના સ્થાપક અને ડિરેક્ટર છે.

શિક્ષણ[ફેરફાર કરો]

અભિષેક જૈને અમદાવાદની એચ એલ કોલેજમાંથી બીબીએની ઉપાધી મેળવી છે. ત્યારબાદ તેઓએ ફિલ્મ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ થકી મુંબઈ ખાતે આવેલી સુભાષ ઘાઇની અત્યંત પ્રતિષ્ઠીત "વ્હીસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ"માં ફિલ્મ ડિરેક્શનના કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પહેલા બાળપણમાં તેઓએ ૬ વર્ષ સુધી બાળકલાકાર તરીકે ગુજરાતી થિએટરમાં કામ કર્યુ છે. મુંબઈમાં રહી તેમણે સંજય લીલા ભણશાલી અને સુભાષ ઘાઇ જેવા બોલિવુડના શ્રેષ્ઠતમ દિગ્દર્શકોની ફિલ્મ "ગુઝારિશ" અને "યુવરાજ"માં સહાયક દિગ્દર્શક સાથે કામ કરી ફિલ્મ નિર્માણનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો.[૧]

અમદાવાદ પરત આવ્યા બાદ પોતાના પિતાના વ્યવસાયને સંભાળવાના બદલે તેઓ અમદાવાદના એક ખાનગી રેડિયો સ્ટેશન સાથે રેડિયો જોકી (આરજે) તરીકે જોડાયા હતા. એક મેનેજમેન્ટ સ્નાતક હોઇ તેમણે મેનેજમેન્ટ અને ફિલ્મ નિર્માણને જોડવાનો પ્રયત્ન તેમની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં કર્યો છે. તેમની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ એવી ફિલ્મ છે જે અમદાવાદ, વડોદરા, સુરતના સિંગલ સ્ક્રિન થિએટર સાથે સાથે મલ્ટીપ્લેક્ષ થિએટરમાં પણ રિલીઝ થઈ હતી.[૨] આ કારણે અભિષેક જૈનને "ગુજરાત ઇનોવેશન સોસાયટી" દ્વારા "ટ્રેન્ડસેટર ઓફ ધ યર ૨૦૧૨" જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે રામ માધવાની સાથે પણ ઘણા એડવર્ટાઇઝીંગ કેમ્પેઇનમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યુ હતુ.

નવેમ્બર ૨૦૧૩માં તેમણે પોતાની આગામી અર્બન ગુજરાતી ફિલ્મ બે યારની જાહેરાત કરી હતી જે સંભવત: ઓગસ્ટ ૨૦૧૪માં રિલીઝ થશે. આ ફિલ્મ બે મિત્રોની વાર્તા પર આધારિત છે.[૩]ફિલ્મ બે યાર રિલીઝ થયે ૧૦૦ દિવસ પૂરા કર્યા છે અને ફિલ્મ ૧૦૦ દિવસ બાદ ગુજરાત અને મુંબઈ તેમજ વિશ્વના અન્ય ભાગોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે. ઓસ્ટ્રેલિઆ અને ન્યુઝિલેન્ડ રિલીઝ દરમિયાન તેમણે પોતે ત્યાં જઈને ત્યાંના પ્રેક્ષકો સાથે ફિલ્મને લગતા અનુભવો રજૂ કર્યા હતા.

ફિલ્મનોંધ[ફેરફાર કરો]

ફિલ્મ રિલીઝ વર્ષ નોંધ
કેવી રીતે જઈશ ૨૦૧૨ વાર્તા-સ્ક્રીનપ્લે-સંવાદ-દિગ્દર્શક-મહેમાન કલાકાર
બે યાર ૨૦૧૪ દિગ્દર્શક-મહેમાન કલાકાર
રોંગ સાઈડ રાજુ ૨૦૧૬ સહ નિર્માતા

પુરસ્કારો[ફેરફાર કરો]

ફિલ્મ એવોર્ડ નોંધ
કેવી રીતે જઈશ 2012 BIG Gujarati Entertainment Awards શ્રેષ્ઠ દિગ્દર્શક[૪][૫]
કેવી રીતે જઈશ 12th Annual Transmedia Gujarati Screen & Stage awards શ્રેષ્ઠ દિગ્દર્શક
કેવી રીતે જઈશ 12th Annual Transmedia Gujarati Screen & Stage awards શ્રેષ્ઠ વાર્તા
કેવી રીતે જઈશ Red Carpet Awards શ્રેષ્ઠ દિગ્દર્શક

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Cinema". મેળવેલ ૨૫ જૂન ૨૦૧૪.
  2. "Kevi Rite Jaish, 100 days".
  3. "Next Release". મેળવેલ ૨૫ જૂન ૨૦૧૪.
  4. ""Kevi Rite Jaish" covered in award also". ૧૪ જુલાઇ ૨૦૧૨.
  5. "7 ગુજરાતી એન્ટરટેનમેન્ટ એવોર્ડ જીતીને છવાઈ ગઈ 'કેવી રીતે જઈશ'". GNS. ૧૪ જુલાઇ ૨૦૧૨. મૂળ માંથી 2013-01-24 પર સંગ્રહિત. મેળવેલ 2014-06-24. Unknown parameter |trans_title= ignored (|trans-title= suggested) (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]