અસ્મા જહાંગીર
અસ્મા જીલાની જહાંગીર (ઉર્દૂ: عاصمہ جہانگیر, ૨૭ જાન્યુઆરી ૧૯૫૨ - ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮) પાકિસ્તાનના માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર હતા. તેઓ પાકિસ્તાનના હ્યુમન રાઇટ્સ કમિશનના સ્થાપકોમાંના એક હતા.[૧] તેમણે વકીલોની ચળવળમાં એક અગ્રણી ભૂમિકા ભજવી હતી અને યુનાઈટેડ નેશન્સમાં તેમણે ધાર્મિક સ્વતંત્રતા માટેના એક ખાસ સંવાદદાતા તરીકે સેવા આપી હતી.[૨][૩][૪]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ અને ઉછેર પાકિસ્તાનના લાહોર શહેરમાં થયો હતો. તેમણે જિસસ એન્ડ મેરી કોન્વેન્ટમાંથી પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો અને પછી ૧૯૭૮માં તેમણે વિનયન શાખામાં સ્નાતકની પદવી કિનારિડ કોલેજ ફોર વીમેનમાંથી મેળવી અને ૧૯૮૦માં પંજાબ યુનિવર્સિટી, પાકિસ્તાનમાંથી એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારપછી તેમણે લાહોર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સેવા આપી. ૧૯૮૦ના દાયકામાં, અસ્મા એક લોકશાહી ચળવળકાર બન્યા અને ૧૯૮૩માં તેમને ચળવળમાં ભાગ લેવા માટે કેદ કરવામાં આવ્યા હતા. ઝિયા-ઉલ-હકના લશ્કરી શાસન વિરુદ્ધ તેમણે લોકશાહીની પુનઃસ્થાપના માટે ચળવળ ચલાવી હતી.[૫]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Leading human rights lawyer Asma Jahangir passes away in Lahore". DAWN.COM (અંગ્રેજીમાં). ૨૦૧૮-૦૨-૧૧. મૂળ સંગ્રહિત માંથી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ Ijaz, Saroop. "Asma Jahangir (1952-2018): The human rights icon from Pakistan was a feisty street fighter". Scroll.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ Asma Jahangir's victory is a cause for celebration સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૫ ના રોજ વેબેક મશિન
- ↑ "Asma Jahangir: Executive Profile & Biography - Businessweek". Businessweek.com. મૂળ સંગ્રહિત માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬.
- ↑ "DCI calls for the release of political prisoner, Ms Asma Jahangir, former member of DCI's International Executive Council" (PDF). મૂળ સંગ્રહિત (PDF) માંથી ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |