કેટ હડસન
કેટ હડસન | |
---|---|
Kate Hudsonová v Benátkách v roce 2012 | |
જન્મ | Kate Garry Hudson ૧૯ એપ્રિલ ૧૯૭૯ લોસ એન્જેલસ |
જીવન સાથી | Danny Fujikawa |
માતા-પિતા | |
પુરસ્કારો |
કેટ ગેરી હડસન (જન્મ 19 એપ્રિલ, 1979) એક અમેરિકન અભિનેત્રી છે. ઓલમોસ્ટ ફેમસ માં તેમની ભૂમિકા માટે વિવિધ પુરસ્કારો અને નામાંકનો મળ્યા બાદ 2001માં તેઓ પ્રકાશમાં આવ્યા હતા, અને ત્યારથી તેમણે હાઉ ટુ લુઝ એ ગાય ઇન 10 ડેઝ , ધી સ્કેલેટન કી , યુ, મી એન્ડ ડુપ્રી , ફૂલ્સ ગોલ્ડ, રેઇઝીંગ હેલન , માય બેસ્ટ ફ્રેન્ડ્ઝ ગર્લ અને બ્રાઇડ વોર્સ સહિતની વિવિધ ફિલ્મોમાં અભિનય કરીને પોતાની જાતને હોલિવુડની અગ્રણી અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત કરી દીધી.
પૂર્વજીવન
[ફેરફાર કરો]હડસનનો જન્મ લોસ એન્જલસમાં થયો હતો અને તેઓ એકેડેમી પુરસ્કાર જીતનારી અભિનેત્રી ગોલ્ડી હોન અને અભિનેતા, કોમેડિયન અને સંગીતકાર બિલ હડસનના પુત્રી છે.[૧] તેમના માતાપિતાએ જન્મના અઢાર મહિના બાદ છુટાછેડા લીધા હતા; તેમનો અને તેમના ભાઈ, અભિનેતા ઓલિવર હડસનનો ઉછેર કોલોરાડોમાં તેમના માતા અને તેમના લાંબા સમયના પ્રેમી, અભિનેતા કુર્ટ રસેલે કર્યો હતો.[૨] હડસને જણાવ્યું હતું કે તેના જન્મ આપનારા પિતા "તેને યોગ્ય રીતે ઓળખતા નથી", અને રસેલને તેણી પિતા તરીકે માને છે.[૩] હડસને તેની માતાનું વર્ણન કરતા જણાવ્યું હતું " તે સ્ત્રી પાસેથી હું ઘણું બધુ શીખી છું અને તેમણે જિંદગી એવી રીતે જીવી છે કે હું એમાથી કઇ શીખી શકી છું".[૪] તેણીને ત્રણ સાવકા ભાઈ-બહેન છે, તેના અસલ પિતાએ પાછળથી અભિનેત્રી સિન્ડી વિલિયમ્સ સાથે કરેલા લગ્ન બાદના એમિલી અને ઝચારી હડસન અને તેણીની માતના કુર્ટ રસેલ સાથે સંબંધથી જન્મેલા વ્યોટ્ટનો સમાવેશ થાય છે.
હડસન અંગ્રેજી, ઇટાલિયન અને હંગેરિયન જ્યૂઇશ વંશના છે,[૫] અને તેઓ તેમના નાનીના જ્યૂઇશ ધર્મના પ્રભાવ હેઠળ ઉછર્યા હતા;[૬][૭] તેમનું કુટુંબ બુદ્ધ ધર્મનું પણ આચરણ કરતું હતું. તેમણે 1997માં સાન્ટા મોનિકામાં વિશેષ કોલેજ પ્રિપરેટરી સ્કૂલ, ક્રોસરોડ્સમાંથી સ્નાતકતની પદવી મેળવી હતી. તેમને ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રીને બદલે અભિનયમાં કારકીર્દિની પસંદગી કરી..[૨]
કારકીર્દિ
[ફેરફાર કરો]હડસનની પ્રગતિની શરૂઆત કેમરૂન ક્રોવની ઓલમોસ્ટ ફેમસ માં પેની લેન તરીકે થઇ, જેના માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રી માટેનું એકેડેમી પુરસ્કારનું નામાંકન મળ્યું હતું અને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ - મોશન પિક્ચર માટેનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો.[૨] તેણી અગાઉ ઓછી જાણીતી ફિલ્મો, ગોસિપ , એ ટીનેજ ડ્રામા, અને ઘણા બધા અભિનેતાઓ ધરાવતી કોમેડી ન્યૂ યર 200 સિગારેટ્સ માં દેખાયા હતા. પોતાની શરૂઆતની કારકીર્દિ અને સફળતા અંગે હડસને નોંધ્યુ કે તેણી "ખૂબ મહેનતું" છે, અને તે તેણીના જણીતા માતાપિતાના નામથી ઓળખાવવા માગતી નથી, તેણી "કોઇના અનુલગ્નથી આગળ વધી રહી છે" તેવી રીતે પ્રખ્યાત બનાવા માગતી નથી.[૨]
2002માં, ઐતિહાસિક રોમેન્સ ધી ફોર ફિધર્સ ની રિમેકમાં તેણીએ અભિનય કર્યો હતો, જે ફિલ્મ ટીકાકારો અથવા પ્રેક્ષકોએ સ્વીકારી ન હતી. તેમની ત્યાર પછીની રોમેન્ટિક કોમેડી ફિલ્મ, હાઉ ટુ લુઝ એ ગાય ઇન 10 ડેઝ , બોક્સ ઓફિસ પર ખૂબ સફળ સાબિત થઇ, તેણે ફેબ્રુઆરી 2003ની રજૂઆત બાદ 100 મિલિયન ડોલરની કમાણી કરી હતી. હડસન ત્યાર બાદ એલેક્સ એન્ડ એમ્મા અને રેઇઝીંગ હેલન સહિતની વિવિધ રોમેન્ટીક કોમેડી ફિલ્મોમાં અભિનય કર્યો હતો; આ ફિલ્મો વિવિધ કક્ષાની સફળતા પ્રાપ્ત થઇ હતી.
હડસને 2005માં ધી સ્કેલેટન કી તરીકે જાણીતી ફિલ્મમાં અભિનય કર્યો હતો. 43 મિલિયન ડોલરનું બજેટ ધરાવતી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી, અને સમગ્ર વિશ્વમાં (ઉત્તર અમેરિકામાં 47.9 મિલિયન ડોલર) 91.9 મિલિયન ડોલરની કમાણી કરી હતી.[૮] તેણીની ત્યાર પછીની કોમેડી ફિલ્મ યુ, મી એન્ડ ડુપ્રી માં ઓવેન વિલ્સન અને મેટ ડિલ્લોન સાથે અભિનય કર્યો હતો, જેણે 14 જૂલાઇ, 2006ના શરૂઆતના સપ્તાહમાં 21.5 મિલિયન ડોલરની કમાણી કરી હતી.[૯]
2007માં હડસને ટૂંકી ફિલ્મ કટલાસ નું દિગ્દર્શન કર્યું, જે વાચકોના વ્યક્તિગત નિબંધો પર આધારિત ગ્લમેર મેગેઝિન્સના એક "રીલ મોમેન્ટ્સ" હતી. કટલાસ માં તેણીએ કુર્ટ રસેલ, ડેકોતા ફેન્નીંગ, વર્જિનીયા મેડસન, ચેવી ચેઝ અને કર્સ્ટન સ્ટુઅર્ટ સાથે અભિનય કર્યો હતો.[૧૦]
2008માં, 8મી ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલી રોમોન્ટિક કોમેડી, ફૂલ્સ ગોલ્ડ માં દેખાઇ, અને આ મેથ્યુ મેકકોન્હેય સાથે બીજી ફિલ્મ હતી. તેણીને ફિલ્મના પાણીની અંદરના દ્રશ્યો માટે ગ્રેટ બેરિયર રીફમાં સ્કુબા ડાઇવીંગમાં પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેણીની નવી ફિલ્મ, અન્ય રોમેન્ટિક કોમેડી માય બેસ્ટ ફ્રેન્ડ્ઝ ગર્લ, સપ્ટેમ્બરમાં રજૂ થઇ હતી.
હડસન ત્યાર બાદ સંગીતમય ફિલ્મ, નાઇન માં ડેનિયલ ડે-લેવિસ, મેરિઓન કોટિલ્લાર્ડ, પેનલોપ ક્રૂઝ, નિકોલ કિડમેન અને જૂડી ડેન્ચ સાથે અભિનય કરતા જોવા મળ્યા હતા. રોબ માર્શલ દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મ ડિસેમ્બર 2009માં રજૂ થઇ હતી. હડસનની ન જાણીતી નૃત્ય કળાઓના ટીકાકારોએ વખાણ કર્યા હતા, તેણીને "સિનેમા ઇટાલિઆનો" તરીકે જાણીતા સ્ટાઇલિશ 60થી પ્રેરિત અસર ગીતમાં દર્શાવવામાં આવી હતી, જે વિશેષરૂપે ફિલ્મ અને હડસનના પાત્ર માટે લખવામાં આવ્યું હતું.
તેણીએ તાજેતરમાં જ જિમ થોમ્પ્સનની ધી કિલર ઇન્સાઇડ મી પર આધારિત ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ સન્ડેન્સ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે 24 જાન્યુઆરી, 2010ના રોજ રજૂ કરવામાં આવી હતી.
અંગત જીવન
[ફેરફાર કરો]હડસન ધી બ્લેક ક્રોવ્ઝ માટેના ફ્રન્ટમેન, ક્રિસ રોબિન્સન સાથે આસ્પેન, કોલોરાડો ખાતે 31 ડિસેમ્બર, 2000ના રોજ પરણ્યા. પતિપત્ની અગાઉ દિગ્દર્શક જેમ્સ વ્હેલની માલિકીના ઘરમાં રહેતા હતા અને હડસનની ફિલ્મના શુટીંગ અથવા રોબિન્સનની મ્યુઝિક સફર દરમિયાન સાથે પ્રવાસ કર્યો હતો.[૨] 7 જાન્યુઆરી, 2004ના રોજ, હડસને પુત્ર રાયડર રસેલ રોબિન્સનને જન્મ આપ્યો હતો. 14 ઓગસ્ટ, 2006ના દિવસે, હડસનના પબ્લિસીસ્ટે જાહેરાત કરી હતી કે હડસન અને રોબિન્સન અલગ થઇ ગયા છે. 18 નવેમ્બર, 2006ના રોજ, રોબિન્સને "સમજૂતી ન થાય તેવા મતભેદો"નું કારણ આફીને છુટાછેડા માટે અરજી કરી હતી.[૧૧] લગ્ન વિચ્છેદને 22 ઓક્ટોબર, 2007ના રોજ અંતિમ સ્પરૂપ આપવામાં આવ્યું હતું.[૧૨]
મે 2009માં, હડસને ન્યૂ યોર્ક યાન્કીઝ થર્ડ બેઝ મેન એલેક્સ રોડ્રિગ્વીઝને મળવાની શરૂઆત કરી. તેણી 2009ની વર્લ્ડ સિરીઝ દરમિયાન ઘણી વાર જાહેરમાં દેખાયા હતા. 15 ઓક્ટોબર, 2009ના રોજ, એવું જાણવા મળ્યું હતું કે હડસન અને રોડ્રિગ્વીઝ અલગ થઇ ગયા છે.[૧૩]
હડસને એમ પણ જણાવ્યું હતું કે તેણી સ્ક્રીન પર આનંદ નથી અનુભવી રહી, તેણી "ઠંડીથી... ધ્રુજે છે અને... પરસેવાથી લથપથ થઇ જાય છે" જ્યારે પ્રથમ વખત તેણીએ પોતાનો અભિનય જોયો હતો.[૪] જૂલાઇ 2006માં, હડસને ધી નેશનલ એન્ક્વાયરર ની બ્રિટીશ આવૃત્તિ સામે અદાલતમાં દાવો માંડ્યો હતો, જ્યારે તેમણે એવું દર્શાવ્યું કે તેણીને ઇટીંગ ડિસઓર્ડર છે અને તેણીને "પેઇનફુલ્લી થિન" ગણાવી હતી. હડસને જણાવ્યું હતું કે ટેબ્લોઇડનું કાર્ય "સંપૂર્ણ રીતે અયોગ્ય" અને "હડહડતું અસત્ય" છે અને ટેબ્લોઇડે તેના વજન અંગેની પ્રતિક્રિયા અંગે તેણી એવું માને છે કે ટેબ્લોઇડે તે કોઇ યુવાન છોકરી અંગે આપવી જોઇએ.[૧૪]
ફિલ્મની સફર
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ કેટ હડસન જીવનચરિત્ર (1979-)
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Washington Post". Kate Hudson finds success fun, but hard earned. મૂળ માંથી 2012-11-04 પર સંગ્રહિત. મેળવેલ July 12 2006. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|access-date=
(મદદ) - ↑ "Venus.com". goldie's girl. મૂળ માંથી 2005-12-06 પર સંગ્રહિત. મેળવેલ June 21 2006. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|access-date=
(મદદ) - ↑ ૪.૦ ૪.૧ "MTV.com". Kate Hudson Relates To Dupree — She Ignores Dirty Dishes, Walks Around Naked. મૂળ માંથી 2009-01-13 પર સંગ્રહિત. મેળવેલ June 28 2006. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|access-date=
(મદદ) - ↑ "Irish Connections". Golden Child An Interview with Actress Kate Hudson. મૂળ માંથી 2009-04-01 પર સંગ્રહિત. મેળવેલ June 24 2006. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|access-date=
(મદદ) - ↑ "એટિટ્યુડ - સે ચીઝ". મૂળ માંથી 2009-05-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-11.
- ↑ સ્ટાર ચેટ
- ↑ "Box Office Mojo". The Skeleton Key. મેળવેલ July 23 2006. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|access-date=
(મદદ) - ↑ "Box Office Mojo". 'Pirates' Pilfer More Records. મેળવેલ July 23 2006. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|access-date=
(મદદ) - ↑ "New Zealand Herald". Cutlass. મેળવેલ September 28 2007. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|access-date=
(મદદ) - ↑ "AP, via Yahoo News". Chris Robinson to divorce Kate Hudson. મેળવેલ November 18 2006. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|access-date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ TMZ.com: "કેટ હડસન્સ મેરેજ કપૂત," 22 ઓક્ટોબર, 2007
- ↑ "Kate Hudson & A-Rod Split". મૂળ માંથી 2009-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-11.
- ↑ "Contact Music". HUDSON SUED TO SAVE IMPRESSIONABLE YOUNG GIRLS. મૂળ માંથી 2009-04-14 પર સંગ્રહિત. મેળવેલ July 25 2006. Unknown parameter
|dateformat=
ignored (મદદ); Check date values in:|access-date=
(મદદ)