ગુજરાતી વિશ્વકોશ
ગુજરાતી વિશ્વકોશ એ ગુજરાતી ભાષાનો પ્રથમ અને એકમાત્ર જ્ઞાનકોશ છે. આ જ્ઞાનકોશમાં વિશ્વભરનું વિવિધ વિષયોને લગતું જ્ઞાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેનું પ્રકાશન ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઇતિહાસ
[ફેરફાર કરો]બ્રિટીશ ઍન્સાઇક્લોપીડિયા જેવો ગુજરાતી ભાષામાં પણ જ્ઞાનકોશ હોવો જોઇએ તેવો સૌપ્રથમ વિચાર સંત પૂજ્ય શ્રી મોટાને આવ્યો. ગુજરાતીમાં વિશ્વકોશ તૈયાર કરવા માટે તેમણે ગુજરાત યુનિવર્સિટીને રૂ।.૧૦ લાખનું દાન આપ્યું. યુનિવર્સિટીએ આ માટે જુદો વિભાગ રચીને ડૉ. ધીરુભાઇ ઠાકરને તેનું કામ સોંપ્યું.[૧] પણ વધારાની સરકારી સહાય ઉપલબ્ધ ન થતા કામ આગળ ન વધ્યું. થોડા વર્ષો બાદ સાંકળચંદભાઇ પટેલે ભાષા પ્રેમથી પ્રેરાઇને આ માટે જરૂરી રકમ આપવાની બાંહેધરી આપી અને પુનઃ કામ શરું થયું. ત્યાર બાદ ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટની સ્થાપના થઈ. શ્રેણીક્ભાઇ કસ્તુરભાઇ તેના પ્રથમ મુખ્ય અધ્યક્ષ બન્યા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ કામ કરવા માટે મકાનની સગવડ કરી આપી. તેમાં જરૂરી વ્યવસ્થા થતાં ૨ ડિસેમ્બર ૧૯૮૫ના રોજ વિદ્વાનો અને થોડા કર્મચારીઓના સ્ટાફ સાથે વિશ્વકોશ-નિર્માણની શુભ શરૂઆત થઈ. વિશ્વકોશમાં સમાવેશ પામે તેવાં ૧૬૬થી અધિક વિષયોનાં ૨૩,૦૦૦થી વધુ અધિકરણોની વિષયવાર યાદી સહિત, સમગ્ર યોજનાનો વિગતે પરિચય આપતો ભૂમિકાખંડ તૈયાર થયો.[૨]
વિશ્વકોશની વિશિષ્ટતાઓ
[ફેરફાર કરો]- ગુજરાતી ભાષાનો એકમાત્ર સચિત્ર સર્વસંગ્રાહક જ્ઞાનકોશ.
- ૧૬૬ વિષયોને આવરી લેતાં ત્રીસ હજાર અધિકરણો.
- એક હજાર પૃષ્ઠનો એક એવાં પચીસ ગ્રંથોની શ્રેણી.
- ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતી પ્રજાની સર્વક્ષેત્રીય પ્રવૃત્તિનો સઘન અઘિકૃત પરિચય.
- ભારત અને જગતના તમામ દેશોને લગતી વિસ્તૃત પ્રમાણભૂત માહિતી.
- વિવિધ વિષયોના નિષ્ણાતો દ્વારા સ્વતંત્ર લેખન.
- પ્રાથમિક શાળાથી માંડીને યુનિવર્સિટી સુઘીની વિદ્યાકીય સંસ્થાઓ, પુસ્તકાલયો, બેંકો, વીમા કંપનીઓ, સરકારી કાર્યાલયો તથા ઉદ્યોગો અને તમામ પ્રકારની વ્યવસાયી સંસ્થાઓને તત્કાળ માહિતી અને માર્ગદર્શન સુલભ કરી આપતું અનિવાર્ય જ્ઞાનસાઘન.
- ભારતનાં વિવિઘ રાજ્યોમાં તેમજ વિદેશમાં વસતાં ગુજરાતીભાષી કુટુંબોને માટે સાંસ્કૃતિક અસ્મિતાના સેતુરૂપ ગ્રંથશ્રેણી.
- ગુજરાતની જીવાદોરી સમી નર્મદાની મહાયોજના સાથે ચાલી રહેલી ગુજરાતની સંસ્કારદોરી સમી વિદ્યાકીય મહાયોજના.[૩]
વિશ્વકોશમાં આવરી લેવાયેલા વિષયો
[ફેરફાર કરો]ગુજરાતી વિશ્વકોશમાં નીચે પ્રમાણેના વિષયો આવરી લેવાયેલ છે.[૪]
|
|
|
|
|
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Pioneer behind Gujarati Vishwakosh passes away at 96". The Times of India. ૨૫ જાન્યુઆરી ૨૦૧૪. મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૧૪.
- ↑ "ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - વિશે, ઇતિહાસ. Gujarat Vishvakosh Trust - About, History". www.vishwakosh.org. મૂળ માંથી 2018-03-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ મે ૨૦૧૭.
- ↑ "ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ - ગુજરાત વિશ્વકોશ. Gujarat Vishvakosh Trust - Gujarati Vishvakosh". www.vishwakosh.org. મૂળ માંથી 2017-06-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ મે ૨૦૧૭.
- ↑ "Gujarat Vishwakosh Trust". મૂળ માંથી 2013-09-19 પર સંગ્રહિત. મેળવેલ ૯ જૂન ૨૦૧૩.