પ્રમુખ સ્વામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પ્રમુખ સ્વામી મહારાજ
Pramukh Swami Maharaj
જન્મ તિથિ૭ ડિસેમ્બર ૧૯૨૧
જન્મ સ્થાનચાણસદ, વડોદરા, ભારત
પૂર્વાશ્રમનું નામશાંતિલાલ પટેલ
મૃત્યુ તિથિ૧૩ ઓગસ્ટ ૨૦૧૬
મૃત્યુ સ્થાનસાળંગપુર (જિલ્લો બોટાદ), ગુજરાત - ભારત
ગુરૂશાસ્ત્રીજી મહારાજ, સાધુ ગુણાતીતાનંદ
સન્માનશાસ્ત્રી

પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાતા નારાયણસ્વરુપ દાસ સ્વામી (૭ ડિસેમ્બર ૧૯૨૧ - ૧૩ ઓગસ્ટ ૨૦૧૬) સ્વામીનારાયણ સંપ્રદાયની એક શાખા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા હતા, તેઓ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખાયા. ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આઘ્યાત્મિક વારસદાર હતા.

જીવન[ફેરફાર કરો]

વિક્રમ સંવત ૧૯૭૮ની માગશર સુદ ૮ ને ૭ ડિસેમ્બર ૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનાં નાના સરખા ગામ ચાણસદમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાના ઘરમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. વ્યવસાયે ખેડુત એવા આ પરિવાર ને પ્રભુભક્તિ સિવાય બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. તેમનું પ્રાથમિક શિક્ષણ ચાણસદ ગામમાં જ થયું. ૨૨ નવેમ્બર ૧૯૩૯ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકત શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને આશરે બે મહિના બાદ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના દીવસે ગોંડલમાં ભાગવતી દીક્ષા આપતી વખતે તેમને નારાયણસ્વરૂપ દાસ સ્વામી નામ આપ્યું. તેમની સેવાભાવનાથી ગુરુએ તેમનામાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથેસાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી. પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપ દાસજી બન્યા. સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે પોતે સ્થાપેલી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુકત કર્યા.

યુનોમાં ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે. આજે નિઃસ્વાર્થભાવે સેવા કરતા ૮૪૪થી વધુ ત્યાગી પૂર્ણકાલિન સ્વયંસેવી-સમાજસેવી સંતોનો સમુદાય અને ૯૦૦થી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વિશ્વ વિક્રમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમના નામે નોંધાયેલો છે.

આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી આવાં અસહ્ય દર્દો તેમના જીવનકાળ દરમ્યાન તેમણે વેઠ્યા. જીવનના પાછલા વર્ષોમાં તેઓ પોતાન પગે ચાલી શકતા ન હતા. ટૂંકી માંદગી બાદ ૯૫ વર્ષની વયે ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ના દીવસે સાળંગપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર સંકુલમાં તેમનું અવસાન થયું.

સામાજિક સેવાઓ[ફેરફાર કરો]

૧૮૦૦૦થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો. ૨૫૦૦૦૦ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી. ૯૦૯૦ જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા. ૫૫૦૦૦ સ્વયંસેવકોની ફોજ તૈયારી કરીને સમાજ સેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધુણી ધખાવી. હોસ્પીટલો-શાળાઓ બનાવીને નિરામય શિક્ષિત સમાજ તૈયાર કર્યો. સંન્યાસી હોવાને કારણે તેમણે સતત વિચરણ કર્યું. દુષ્કાળ, પૂર, વાવાઝોડાં, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં માનવ સહાય માટે અનન્ય પુરુષાર્થ કર્યો છે. કોમી રમખાણો, વિવિધ આંદોલનોમાં શાંતિ માટેના પ્રયાસો એમણે કર્યા છે. દહેજનાબૂદી, અસ્પૃશ્યતાનિવારણ, ભૃણહત્યા નિવારણ જેવી કુરૂઢિઓ નાબૂદ કરવા સમાજને ફળદાયક સમજ આપી છે. સાક્ષરતાથી લઈને જળસંચય અભિયાન કે વ્યસન મુકિત આંદોલનો સુધી વ્યાપેલી આવી તો કંઈ કેટલીય સામાજિક સેવાઓમાં તેમણે અદ્વિતીય પ્રદાન આપ્યું છે.

વિશ્વ કિર્તિમાનો[ફેરફાર કરો]

  1. અક્ષરધામ દિલ્હી
  2. સૌથી વધુ મંદિર નિર્માણ વિગેરે

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]