શાસ્ત્રીજી મહારાજ

વિકિપીડિયામાંથી
શાસ્ત્રીજી મહારાજ
Shastriji Maharaj.jpg
જન્મ૩૧ જાન્યુઆરી ૧૮૬૫ Edit this on Wikidata
મૃત્યુ૧૦ મે ૧૯૫૧ Edit this on Wikidata
સાળંગપુર Edit this on Wikidata

શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આઘ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં વસંતપંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં. શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બી.એ.પી.એસ.)ની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણના સંદેશને જગતભરમાં ફેલાવવા માટે તેમણે પ્રાગજી ભગતને ગુરુ તરીકે સ્વીકાર્યાં.

સતત ૮૬ વર્ષની ઉંમર સુધી ભકિતભાવપૂર્વક સનાતન ધર્મ અને ભગવાન સ્વામિનારાયણના વૈદિક સંદેશને પ્રસરાવતા રહેલા આ મહાપુરુષનાં બે પ્રખ્યાત શિષ્યો યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં જાણીતા સંતો છે.