લખાણ પર જાઓ

દેવાનંદ સ્વામી

વિકિપીડિયામાંથી

દેવાનંદ સ્વામી અથવા દેવમૂની[૧] તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક હતા. તેમની પદ્ય રચનાઓ ઉપદેશ પ્રધાન હતી. તેમની કવિતા- ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રત્યેક મંદિરોમાં ખુબ જ ગવાય છે. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ દલપતરામ ના ગુરુ હતા. [૨][૩][૪]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ઈ.સ ૧૮૦૩માં (બળોલ ગામમાં શંભુદાન ગઢવીને ઘેર થયો હતો. અન્ય સંદર્ભો તેમના માતા પિતાના નામ જીજીભાઈ રત્નુ. તથા બહેનજીબા દર્શાવે છે. [૩] શંભુદાન ગઢવી બળોલની સીમમાં આવેલ ધિંગડા ગામની નજીક આવેલ અચળેશ્વર મહાદેવના મંદિરનાં પુજારી હતાં. તેમનું જમ સમયનું નામ દેવીદાન ગઢવી હતું. બાલ્યાવસ્થામાં તેમને આધ્યાત્મમાં વધુ રુચી હતી અને તેઓ શરૂઆતથી જ ભક્તિ કવિતાની રચના કરતા હતા.[૨]

તેમણે બ્રહ્માનંદ સ્વામી પાસે સ્વામીનારાયણ સંપ્રદાયની દીક્ષા ધારણ કરી અને ત્યાર બાદ તેમનું નામ દેવાનંદ સ્વામી રાખવામાં આવ્યું. બ્રહ્માનંદ સ્વામી પાસે જ કાવ્યશાસ્ત્ર–પિંગળશાસ્ત્ર શીખ્યા. તેઓ મૂળીના સ્વામિનારાયણ મંદિરના ૨૨ વર્ષ સુધી મહંત પદે રહ્યા હતા. બહુધા મુળીમાં નિવાસ કરીને રહેતા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ દલપતરામના ગુરુ હતા. દલપતરામે તેમની પાસે ‘છંદશૃંગાર’ નામના પિંગળશાસ્ત્ર અને ‘ભાષાભૂષણ’ નામના અલંકારગ્રંથનો અભ્યાસ કર્યો હતો. દેવાનંદ સ્વામી એ દલપતરામને છંદ, અલંકાર, શીઘ્ર કવનરીતિ, કલ્પનાચાતુરી વગેરે પણ શીખવ્યા હતા.[૩] તેઓ સિતાર વગડતા અને તે સાંભળવા ધ્રાંગધ્રાના રાજા મૂળી આવતા.[૨][૩]તેઓ ઈ.સ. ૧૮૫૪ (સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦)ના દિવસે અવસાન પામ્યા.[૨]

સાહિત્ય રચના[ફેરફાર કરો]

તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે. તેમણે રચેલાં પદોમાંથી ૧૨૦૦ પદો પ્રકાશિત થયાં છે. ગુજરાતી સાથે તેમણે વ્રજ અને રાજસ્થાની ભાષામાં પણ ભક્તિ પદો લખ્યા છે. તેમની રચનાઓ "દેવાનંદ કાવ્યમ"ના નામથી સુરેન્દ્રનગર કુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે. તેમના પદો રાવણહથ્થા સાથે ભક્તિપદો ગાતા ભરથરીના ને ટહેલિયા ભટ્ટોના કંઠે ચડ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયની બહાર પણ ખ્યાતિ પામ્યાં[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "દેવાનંદ સ્વામી, Devanand Swami". ગુજરાતી પ્રતિભા પરિચય. 2011-06-13. મેળવેલ 2021-11-13.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Devanand Swami". Swaminarayan Vadtal Gadi - SVG (અંગ્રેજીમાં). મેળવેલ 2021-11-13.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "દેવાનંદ સ્વામી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-11-13.
  4. "દેવાનંદ સ્વામી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-11-13.