અક્ષરધામ (દિલ્હી)

વિકિપીડિયામાંથી
અક્ષરધામ
અક્ષરધામ, દિલ્હી
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાભગવાન સ્વામિનારાયાણ
માલિકીબોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
સંચાલન સમિતિબોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
સ્થાન
સ્થાનનોઇડા મોડ. દિલ્હી
દેશભારત
Lua error in વિભાગ:Location_map at line 522: Unable to find the specified location map definition: "Module:Location map/data/India Delhi central" does not exist.
અક્ષાંશ-રેખાંશ28°36′45″N 77°16′38″E / 28.61250°N 77.27722°E / 28.61250; 77.27722
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારહિંદુ પ્રાચીન મંદિરકળા
સ્થાપના તારીખ૬ નવેમ્બર, ૨૦૦૫
લાક્ષણિકતાઓ
મંદિરો
સ્મારકો
વેબસાઈટ
http://www.akshardham.com

અક્ષરધામ (હિંદી: अक्षरधाम) એ દિલ્હીમાં આવેલું હિંદુ મંદિર છે.[૧] આ મંદિર સ્થાનિક લોકોમાં સ્વામિનારાયણ અક્ષરધામ તરિકે અને બહોળા વપરાશમાં દિલ્હી અક્ષરધામ તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત પ્રમુખ સ્વામી મહારાજ છે કે જે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.[૧]

સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે.[૨][૩]૬ નવેમ્બર, ૨૦૦૫નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.[૧][૪] મંદીર, યમુના નદીનાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે.[૫]મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં ભગવાન સ્વામિનારાયણનાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, આઇમેક્સ સિનેમા, સંગીતમય ફુવારા અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે.[૬]

સ્વામિનારાયાનણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.[૭]

મુખ્ય સ્મારક-મંદિર[ફેરફાર કરો]

અક્ષરધામ મંદિર ની કોતરણી

અક્ષરધામ પરિસરનું મુખ્ય સ્મારક કે જે સમગ્ર પરિસરના કેન્દ્રમાં આવેલુ છે તેની લંબાઇ ૩૫૬ ફૂટ, પહોળાઇ ૩૧૬ ફૂટ અને ઉંચાઇ ૧૪૧.૩ ફૂટ છે. આ સમગ્ર મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થર અને ઇટાલિયન સફેદ આરસમાંથી બનાવામાં આવેલુ છે અને તેમાં સ્ટીલ કે કોંક્રિટનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. આ સમગ્ર મંદિરનું બાંધકામ પ્રાચીન સનાતન હિંદુ સ્થાપત્યકળા, વાસ્તુકળા અને મંદિરકળાના આધારે કરવામાં આવેલુ છે. આ મંદિર ૨૩૪ સુશોભિત કંડારેલા સ્તંભો, ૯ સુશોભિત ગુંબજો, ૨૦ ચતુષફલકીય શિખર ધરાવે છે. સમગ્ર મંદિરની બાહ્ય બાજુ હિંદુ દેવી-દેવતાઓ, સાધુઓ, ઋષિઓ, આચાર્યો વગેરેની ૨૦૦૦૦ જેટલી પ્રતિમાઓ કંડારેલી છે.

આ સ્મારકની મુખ્ય વિશિષ્ટતા ગજેન્દ્ર પીઠ(હિંદુ સંસ્કૃતિમા હાથીની ઉપયોગિતા દર્શાવવા માટે હાથીનો મંદિરના આધાર તરીકે ઉપયોગ) છે. આ સમગ્ર સ્મારક ૧૪૮ હાથીની પીઠ પર બનેલુ છે જેમનુ કુલ વજન ૩૦૦૦ ટન છે. આ ઉપરાંત ૪૨ પશુ-પક્ષીઓ અને ૧૨૫ માણસ અને દેવો ની પથ્થરમાંથી બનાવેલ પ્રતિમાઓ નો પણ સમાવેશ ગજેન્દ્ર પીઠમાં થાય છે.

સહજાનંદ દર્શન[ફેરફાર કરો]

સહજાનંદ દર્શન એ અક્ષરધામ પરિસરમાં આવેલો પ્રથમ પ્રદર્શન ખંડ છે. આ એક ઓડિઓ એનિમેટ્રોનિક્સ(હાલત-ચાલતા રોબોટ) શો છે જેમાં ભગવાન સ્વામીનારાયણનાં જીવન પ્રસંગો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિનાં ખુબજ મહત્વના સંદેશાઓ આપવામાં આવેલા છે. જેમકે અહિંસા, પ્રાર્થના, શાકાહાર, કુટુંબ ભાવના, નીતિશાસ્ત્ર વગેરે. આ સમગ્ર મહત્વના મુદ્દાઓ ને ૧૫ ત્રિપરિમાણીય રોબોટીક્સ પ્રતિમાઓ, ફાઈબર ઓપ્ટીક્સ, ધ્વની પ્રકાશ ઈફેક્ટ, સંવાદો અને સંગીત ધ્વારા દર્શાવામાં આવેલા છે. સમગ્ર પ્રદર્શન માં ૧૮મી સદીનું વાતાવરણ ઉભું કરવામાં આવેલું છે.

નીલકંઠ દર્શન[ફેરફાર કરો]

નીલકંઠ દર્શન પ્રદર્શન ખંડમાં ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ નીલકંઠ દર્શન દર્શાવામાં આવે છે.[૮] આ ફિલ્મ ૮૫ ફૂટ X ૬૫ ફૂટના પડદા પર બતાવામાં આવે છે. આ ફિલ્મમાં નીલકંઠ વર્ણી એ ૧૮ મી સદીમાં સાડા સાત વર્ષ સુધી ભારતભરની જે યાત્રા કરેલી એ પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન ઉત્તરમાં હિમાલયના બર્ફીલા પર્વતો થી લઈને દક્ષીણનાં કેરાલાના દરિયાકિનારા સુધી થયેલું છે. આ વિશાળ ફોર્મેટ ફિલ્મમાં ભારતના પવિત્ર સ્થળો, ભારતના ધાર્મિક સ્થળો અને ભારતનાં ઉત્સવો અને પરંપરા ને વિશાળ પડદા પર દર્શાવામાં આવે છે. આ ફિલ્માં માં ૪૫૦૦૦ લોકો એ પોતાનો અભિનય આપ્યો છે અને સમગ્ર ભારતભર માં ૧૦૮ જગ્યા એ નિર્દેશન થયેલું છે.

આ ફિલ્મની આંતરરાષ્ટ્રિય આવૃતિ મિસ્ટિક ઇન્ડિયા તરિકે સમગ્ર જગતના આઇમેક્સ સિનેમાઘરોમાં ૨૦૦૫ માં પ્રકાશન કરવામાં આવી હતી. આ પ્રદર્શન ખંડની બહાર ૨૭ ફૂટ ઉંચી નીલકંઠ વર્ણીની કાંસ્ય પ્રતિમા મુકવામાં આવેલી છે.

સંસ્કૃતિ વિહાર[ફેરફાર કરો]

સંસ્કૃતિ વિહાર એ ત્રીજું અને અંતિમ પ્રદર્શન ખંડ છે જેમાં ભારતના ભવ્ય અને ઐતિહાસિક વારસાને દર્શાવામાં આવ્યો છે. આ ભવ્ય અને સમૃદ્ધ ભારતના વારસાને મયુર આકારની નાવડી માં બેસીને માણવાની હોય છે. આ પ્રદર્શન ખંડ માં એક કૃત્રિમ નદી બનાવામાં આવી છે. જેના ઉપર હોડી ઓટોમેટિક ચાલે છે અને સમગ્ર ભારત ની ઐતિહાસિક અને ભવ્ય સંસ્કૃતિની યાત્રા કરાવે છે. આ સંપૂર્ણ સંસ્કૃતિ વિહાર ૧૨ મિનીટ ની છે. જેમાં રસાયણશાળા, જગતનું સૌ પ્રથમ બજાર, યોગશાળા, તક્ષશિલા વિદ્યાવિહાર, કૈલાસ મંદિર વગેરેની અદભુત ઝાંખી લાઈટીંગ અને કોમેન્ટ્રી દ્વારા કરવામાં આવે છે.

સંગીતમય ફુવારા[ફેરફાર કરો]

અક્ષરધામ સંકુલમાં આવેલ સંગીતમય ફુવારા એ અનેરું આકર્ષણનું કેન્દ્ર છે. જે અજોડ છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી તેમાં ભારતીય સંસ્કૃતિના ઉપનિષદોની વાતો રસપ્રદ રીતે કહેવામાં આવે છે.

ભારત ઉપવન[ફેરફાર કરો]

અન્ય આકર્ષણો[ફેરફાર કરો]

યોગી હૃદય કમળ[ફેરફાર કરો]

નારાયણ સરોવર[ફેરફાર કરો]

નીલકંઠ અભિષેક[ફેરફાર કરો]

પરિક્રમા[ફેરફાર કરો]

મયુર દ્વાર[ફેરફાર કરો]

મોર એ સૌંદર્ય અને સંયમનું પ્રતિક છે. આ ઉપરાંત તે ભારતનુ રાષ્ટ્રિય પક્ષી છે. મયુર દ્વાર એ અક્ષરધામ નો સ્વાગત દ્વાર છે જેમાં એક બીજા સાથે સંકળાયેલ મયુર તોરણ અને કલાત્મક સ્તંભો પર કંડારેલા અને આનંદ નૃત્ય કરી રહેલા ૮૬૧ મયુર પ્રવાસીઓનું અક્ષરધામ પરિસરમાં સ્વાગત કરે છે. આ કૃતિ ભારતીય શિલ્પ કળા ની આગવી ઓળખાણ છે.

આર્ષ વિભાગ[ફેરફાર કરો]

પ્રેમવતી આહારગૃહ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

અક્ષરધામ વિશે વધારે માહિતી[ફેરફાર કરો]

અન્ય[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ http://www.akshardham.com/whatisakdm/index.htm સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૭ ના રોજ વેબેક મશિન અક્ષરધામ શું છે?
  2. Sharma, Manoj (૨૮ ડિસેમ્બર ૨૦૦૭). "Magnificent monuments of Delhi". Hindustan Times. મૂળ માંથી 2013-07-02 પર સંગ્રહિત. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૦૮.
  3. Datta, Jyotirmoy. "The 8th Wonder - Delhi Swaminarayan temple uses modern technology to transmit timeless message". New India Times. મેળવેલ ૯ ઓક્ટોબર ૨૦૦૮.[હંમેશ માટે મૃત કડી]
  4. "Swaminarayan (Akshardham) Temple" (Englishમાં). Delhi Tourism Online. મૂળ માંથી 2008-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮.CS1 maint: unrecognized language (link)
  5. Gupta, Moushumi (૪ જુલાઇ ૨૦૦૭). "Games Village gets going as DDA clears lone bid". Hindustan Times. મૂળ માંથી 2013-07-02 પર સંગ્રહિત. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૦૮.
  6. "Akshardham Temple New Delhi" (Englishમાં). મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮.CS1 maint: unrecognized language (link)
  7. BAPS Swaminarayan Sanstha. "Magnificent monuments of Delhi". મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૧.
  8. "ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ". મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૨.