વસંતપંચમી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સરસ્વતી પૂજન મહોત્સવ[ફેરફાર કરો]

સૃષ્ટિના પ્રારંભમાં વેદરૂપી જ્ઞાનનો જે પ્રકાશ થયો, તેને ઋષિમુનિઓએ સ્વાઘ્યાય અને પ્રવચન દ્વારા જીવિત અને સુરક્ષિત રાખ્યો તેનું નામ, સમસ્ત જ્ઞાન-વિજ્ઞાન, વિધા, કલા, બુદ્ધિ, મેધા, ધારણા, તર્કશકિત તથા પ્રત્યભિજ્ઞાનાં પ્રતિનિધિ, વાણી-સંગીતશાસ્ત્રની અધિષ્ઠાત્રી શકિત વસુમતી દેવી સરસ્વતી છે. બ્રહ્મવૈવર્ત પુરાણના આધાર પ્રચલિત કથા અનુસાર શ્રી કòષ્ણે સરસ્વતી પર પ્રસન્ન થઈને આપેલા વરદાન ‘વસંતપંચમી’ના દિવસે તમારી આરાધના થતી રહેશે. ‘તે વરદાન સ્વરૂપ વસંતપચંમીના દિવસે વેદ અઘ્યયન અને સરસ્વતીદેવીની આરાધના-પૂજનનું વિધાન છે.

વસંતપચંમી એ વેદાભ્યાસી વિધાર્થી. વિધાપ્રેમીજનો માટે સરસ્વતી પૂજાનું મહાન પર્વ છે. આ અવસર પર ભગવતી શારદા-સરસ્વતીની પૂજાની સાથે-સાથે સંગીત, નાટક વગેરે કલામય ઉપહાર દ્વારા પણ ભગવતીની આરાધના પ્રાચીનકાળથી થતી આવે છે. પ્રાચીનકાળમાં રાજા-મહારાજાઓ દ્વારા આ અવસર પર વિશાળ વેદ-ગોષ્ઠિઓનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં ગ્રંથકાર, કવિ, નાટક પ્રણેતા તેમજ વિદ્વાન લેખકો પોત-પોતાની કòતિ-રચનાઓ જનતા તેમજ મર્મજ્ઞ મનીષીઓ સમક્ષ પ્રસ્તુત કરતા હતા અને તેનું આલોચન-પરીક્ષણ થયાં બાદ તે પુરસ્કòત થતી હતી. કાલિદાસ, ભવભૂતિ જેવા વિખ્યાત નાટયકારોનાં નાટક પણ વસંતોત્સવ પર્વ પર જ આમ જનતા સમક્ષ રજૂ થયાં હતાં.

આ વેદકાલીન પર્વે સરસ્વતી પૂજનનાં એક દિવસ પહેલાં નિયમપૂર્વક રહેવું પડે છે અને વસંતપંચમીના દિવસે પ્રાત:કાળે શૌચાદિ નિત્યક્રિયાઓથી નિવૃત્ત થઈ પરિમાર્જન (શોધન-લેપનઇત્યાદિ) પશ્ચાત સ્વદેશીય પીતાંબર પરિધાન કરી ભગવતી સરસ્વતીની પૂજા હેતુ દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરી, કળશ(ઘટ)ની સ્થાપના કરી ભગવતી સરસ્વતીની પૂજા હેતુ દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરી, કળશ (ઘટ)ની સ્થાપના કરી વાગ્દેવીનું આવાહન કરી વિધિપૂર્વક પૂજા કરવાની હોય છે.

ભગવતી સરસ્વતીની ઉત્પત્તિ સત્ત્વગુણથી થઈ હોવાથી દેવીની પૂજા-આરાધનામાં પ્રયુકત ઉપચાર સામગ્રીઓ જેવી કે દૂધ, દહીં, માખણ, શેકેલું ધાન, સફેદ તલના લાડુ, શેરડી-શેરડીનો રસ, શ્રીફળ જેવી તમામ પૂજન સામગ્રી શ્વેત વર્ણની ઉપયોગમાં લેવાય છે. પૂજનમાં સર્વપ્રથમ આચમન, પ્રાણાયામ કરી સરસ્વતી પૂજનનો સંકલ્પ તથા દેશકાળ આદિનું સંકીર્તન કરવું. અંતે’ યથોપલબ્ધ પૂજનસામગ્રીભિ: ભગવત્યા: સરસ્વત્યા: પૂજમહં કરિષ્યે’ વાંચી સંકલ્પ જળ છોડી દઈ ગણેશ પૂજન પછી કળશ સ્થાપિત કરી તેમાં દેવી સરસ્વતીનું શ્રદ્ધાપૂર્વક આવાહન કરી વૈદિક મંત્રોરચારણ કરી ઉપચાર સામગ્રીઓ દેવીને સાદર સમર્પિત કરી ‘શ્રીં હ્રીં સરસ્વત્યૈ સ્વાહા’ મંત્ર સાથે પ્રત્યેક વસ્તુ ભગવતી સરસ્વતીને સમર્પણ કરતાં ભગવતીનું ઘ્યાન ધરવું અંતે આરતી કરી સ્તુતિ કરવી. નિવેદિત ગંધ-પુષ્પ-મિષ્ટાન્ન વગેરેનો પ્રસાદ ગ્રહણ કરવો. પુસ્તક, કલમ (પેન) વગેરે સરસ્વતી નિવાસ સ્થાનનું પણ પૂજન કરવું. વસંત વર્ણનાત્મક મંત્રોરચાર સાથે સપરિવાર હોમ પણ કરાય છે.