લખાણ પર જાઓ

સરસ્વતી દેવી

વિકિપીડિયામાંથી
સરસ્વતી
જ્ઞાન, સંગીત, કળા અને શિક્ષણના દેવી
ત્રિદેવીના સભ્ય
સરસ્વતી માતા, રાજા રવિ વર્માનું ચિત્ર.
અન્ય નામોસાવિત્રી, ગાયત્રી, વાણી, વર્ણેશ્વરી, વિદ્યાદાત્રી, વીણાવાદિની, વાગ્દેવી, હંસવાહિની
જોડાણોદેવી, ત્રિદેવી, મહાસરસ્વતી
રહેઠાણસત્યલોક
મંત્રॐ ऐं महासरस्वत्यै नमः , ૐ એં સરસ્વત્યૈ નમ:
પ્રતીકસફેદ રંગ, વીણા, પુસ્તકો, સરસ્વતી નદી અને વેદ
વાહનહંસ અથવા મોર
ઉત્સવોવસંત પંચમી અને નવરાત્રીનો સાતમો દિવસ

સરસ્વતી દેવી હિંદુ ધર્મના દેવી-દેવતાઓમાંની મુખ્ય દેવીઓમાંથી એક ગણાય છે.[][] ઋગ્વેદના સમયમાં દેવી સરસ્વતી નદીની દેવી હતી. સરસ્વતી માતા તરીકે વિશેષત: સરસ્વતી નદી માટે કહેવામાં આવે છે. સરસ્વતી એ બ્રહ્મા અને બ્રહ્મણીની પુત્રી જ્ઞાનયજ્ઞ દ્વારા જ્ઞાનઅંશ તરીકે પ્રગટ થયેલા કહેવાય છે.

સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કળાની દેવી માનવામાં આવે છે. આ દેવીમાં વિચારણા, ભાવના તથા સંવેદનાનો ત્રિવિધ સમન્વય છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારણાનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં વસંત પંચમીને સરસ્વતી માતાનો જન્મ દિન સમારોહ પૂર્વક મનાવવામાં આવે છે. પશુને મનુષ્ય બનાવવા માટેનું - આંધળાને નેત્ર મળવા નો શ્રેય આપવામાં આવે છે. મનનથી મનુષ્ય બને છે. મનન બુદ્ધિનો વિષય છે. ભૌતિક પ્રગતિનું શ્રેય બુદ્ધિ-વર્ચસ્વને આપવાનું અને એને સરસ્વતી દેવીના અનુગ્રહ તરીકે માનવાનું ઉચિત પણ છે. આ ઉપલબ્ધિ વગર મનુષ્યને નર-વાનરની જેમ વનમાનવ જેવું જીવન વિતાવવાની ફરજ પડે છે. શિક્ષણની ગરિમા-બૌદ્ધિક વિકાસની આવશ્યકતા જન-જનને સમજાવવાને માટે સરસ્વતી પૂજા કરવાની પરંપરા છે. આ પ્રકારાન્તરને માટે ગાયત્રી મહાશક્તિ અંતગર્ત બુદ્ધિ પક્ષની આરાધના કરવી જોઇએ.

સાહિત્યિક સ્રોત

[ફેરફાર કરો]

હિંદુ ધર્મમાં વૈદિક યુગથી લઈને આજ સુધી સરસ્વતીએ એક મહત્વપૂર્ણ દેવીના રૂપમાં પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે.[] વેદોમાં તેમની શુદ્ધિની જળ દેવી તરીકે પ્રશંસા કરવામાં આવી છે, જ્યારે ધર્મશાસ્ત્રોમાં સરસ્વતીને વાચકને સદ્‌ગુણોનું ધ્યાન ધરવાનું અને વ્યક્તિના કાર્યો (કર્મ)નો અર્થ સમજવાનું યાદ અપાવવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું છે.

વૈદિક સાહિત્યમાં

[ફેરફાર કરો]
ઋગ્વેદ

સરસ્વતીનો સૌ પ્રથમ ઉલ્લેખ વૈદિક ધર્મના સૌથી પ્રાચીન સ્ત્રોત ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદમાં સરસ્વતી નોંધપાત્ર ધાર્મિક અને પ્રતીકાત્મક મૂલ્ય ધરાવે છે, જે વિપુલતા અને શક્તિના લક્ષણોને મૂર્તિમંત કરતી એક દિવ્ય સત્તા છે. મુખ્યત્વે જળ (અપાસ) અને પ્રચંડ વાયુના દેવતા (મારુત) ના અવકાશી ક્ષેત્ર સાથે સંકળાયેલી આ દેવી, દેવતા સમૂહની અંદર બલિદાન દેવીઓ ઇલા અને ભારતીની સાથે એક અભિન્ન ત્રિપક્ષીય જોડાણ રચે છે.[]

સરસ્વતીને એક તેજ અને શક્તિશાળી પૂર તરીકે વર્ણવવામાં આવી છે જે બળદની જેમ ગર્જના કરે છે અને તેને નિયંત્રિત કરી શકાતી નથી.[] તેણી આકાશગંગા સાથે સંકળાયેલી છે, જે દર્શાવે છે કે તેણી સ્વર્ગથી પૃથ્વી પર ઊતરતી જોવા મળી હતી.[]

આ દેવીનો ઉલ્લેખ ઘણા ઋગ્વેદિક સ્રોતોમાં કરવામાં આવ્યો છે, અને તેમાં ત્રણ સ્રોત છે જે તેમને સમર્પિત છે (૬:૬૧ ખાસ કરીને, અને ૭:૯૫-૯૬ જે તેણી તેના પુરુષ સમકક્ષ સારસ્વંત સાથે વહેંચે છે).[] ઋગ્વેદ ૨.૪૧.૧૬માં તેણીને "માતાઓમાં શ્રેષ્ઠ, નદીઓમાં શ્રેષ્ઠ, દેવીઓમાં શ્રેષ્ઠ" કહેવામાં આવી છે.[]

જળ દેવતાઓના ભાગ રૂપે, સરસ્વતી સંપત્તિ, વિપુલતા, આરોગ્ય, શુદ્ધતા અને ઉપચાર સાથે સંકળાયેલી છે.[] ઋગ્વેદના ગ્રંથ ૧૦ (૧૦.૧૭)માં સરસ્વતીને ઉપચાર અને શુદ્ધિકરણની દેવી તરીકે ઉજવવામાં આવે છે.[] અથર્વવેદમાં સાજા કરનાર અને જીવનદાતા તરીકેની તેણીની ભૂમિકા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.[૧૦] યજુર્વેદ સહિત વિવિધ સ્ત્રોતોમાં, તેણીએ વધુ પડતું સોમ પીધા પછી ઇન્દ્રને સાજો કરી દીધો હોવાનું વર્ણન કરવામાં આવ્યું છે.[૧૧]

સરસ્વતી ધી (ઋગ્વેદ ૧:૩:૧૨સી) પર પણ શાસન કરે છે.[૧૨] ધી એ પ્રેરિત વિચાર છે (ખાસ કરીને ઋષિઓનો), તે અંતઃસ્ફુરણા અથવા બુદ્ધિ છે - ખાસ કરીને તે કવિતા અને ધર્મ સાથે સંકળાયેલી છે. સરસ્વતીને એક એવી દેવી તરીકે જોવામાં આવે છે જે પ્રાર્થના કરવામાં આવે તો ધી (ઋગ્વેદ ૬:૪૯:૭સી) પ્રદાન શકે છે.[] ભાષણ માટે પ્રેરિત વિચારની જરૂર પડે છે, તેથી તે વાણી અને વાણીની દેવી વાક્‌ તેમજ ગાય અને માતૃત્વ સાથે પણ અતૂટ રીતે સંકળાયેલી છે.[૧૩] વૈદિક દ્રષ્ટાંતો તેની તુલના ગાય અને માતા સાથે કરે છે, અને પોતાને બાળકો તરીકે તેની પાસેથી ધીનું દૂધ પીતા તરીકે જોવામાં આવે છે.[૧૪] ઋગ્વેદના પુસ્તક ૧૦માં, તેણીને "જ્ઞાનની સ્વામિની" તરીકે ઘોષિત કરવામાં આવી છે.[૧૫] પાછળથી આવેલા સ્ત્રોતોમાં, યજુર્વેદ જેવા, સરસ્વતીને સીધી રીતે જ વાક્‌ સાથે ઓળખવામાં આવે છે, અને તે સરસ્વતી-વાક્‌ તરીકે ઓળખાતી દેવી બની જાય છે.[૧૬]

બ્રાહ્મણોમાં, સરસ્વતી-વાક્‌ની ભૂમિકા વિસ્તૃત થાય છે, જ્ઞાન (જે વાણી દ્વારા જણાવવામાં આવે છે) સાથે સ્પષ્ટપણે એકરૂપ થાય છે અને તેથી, તે "વેદોની માતા" છે અને સ્વયંમ વેદ પણ છે.[૧૭] શતપથ બ્રાહ્મણ કહે છે કે "જેમ તમામ પાણી સમુદ્રમાં મળે છે... તેમ બધાં જ વિજ્ઞાનો (વિદ્યા) વાક્‌માં એક થાય છે"(૧૪:૫:૪:૧૧).[૧૮] શતપથ બ્રાહ્મણ પણ વાક્‌ને એક ગૌણ સર્જક દેવતા તરીકે રજૂ કરે છે, જે સર્જક ભગવાન પ્રજાપતિ દ્વારા રચાયેલા પ્રથમ દેવતા હતા. તે એ જ ઉપકરણ (સાધન) છે જેના દ્વારા તેણે વિશ્વનું સર્જન કર્યું હતું, જે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ "પાણીના સતત પ્રવાહની જેમ" તેની અંદરથી બહાર વહી રહ્યું હતું.[૧૮] બ્રહ્મા (પ્રજાપતિ રૂપે ઓળખાય છે) અને સરસ્વતી (વાક્‌ તરીકે ઓળખાય છે) વચ્ચેના સંબંધ વિશે પૌરાણિક કથાઓનો આધાર છે.[૧૯]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Dowling, Elizabeth; Scarlett, W George (2005). Encyclopedia of Religious and Spiritual Development. SAGE Publications. પૃષ્ઠ 204. ISBN 978-0761928836.
  2. Kinsley, David (1988). Hindu Goddesses: Vision of the divine feminine in the Hindu religious traditions. University of California Press. પૃષ્ઠ 55–64. ISBN 0-520063392.
  3. Kinsley, David (1988). Hindu Goddesses: Vision of the divine feminine in the Hindu religious traditions. University of California Press. ISBN 0-520-06339-2.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Ludvik (2007), pp. 11, 26.
  5. Ludvik (2007), pp. 11–12
  6. Ludvik (2007), p. 13
  7. "Rigveda". Book 2, Hymn 41, line 16. મૂળ માંથી 24 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત.
  8. Ludvik (2007), p. 17.
  9. "Rigveda". Book 10, Hymn 17. મૂળ માંથી 8 મે 2015 પર સંગ્રહિત.
  10. Ludvik (2007), p 40.
  11. Ludvik (2007), p. 45.
  12. Ludvik (2007), p 27.
  13. Ludvik (2007), pp. 26, 31.
  14. Ludvik (2007), p. 31.
  15. Colbrooke, H.T. Sacred writings of the Hindus. London, UK: Williams & Norgate. પૃષ્ઠ 16–17. મૂળ માંથી 10 માર્ચ 2016 પર સંગ્રહિત.
  16. Ludvik (2007), p. 38, 53.
  17. Ludvik (2007), pp. 59–60.
  18. ૧૮.૦ ૧૮.૧ Ludvik (2007), p. 60.
  19. Ludvik (2007), pp. 63–66.