ગુણાતીતાનંદ સ્વામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુણાતીતાનંદ સ્વામી
Gunatitanad Swami.jpg
જન્મ૧૭ ઓક્ટોબર ૧૭૮૫ Edit this on Wikidata
મૃત્યુ૧૧ ઓક્ટોબર ૧૮૬૭ Edit this on Wikidata
ગોંડલ Edit this on Wikidata

ગુણાતીતાનંદ સ્વામીસ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત હતા. તેનો જન્મ ઈ.સ. ૧૭૮૫ ની ૧૭ ઓક્ટોબર (વિક્રમ સંવત ૧૮૪૧ ની આસો સુદ ૧૫ એટલે કે શરદ પૂર્ણિમા) નાં રોજ થયો હતો. તેમનું બાળપણનું નામ મુળજી શર્મા હતું.

એમને ડભાણ ખાતેના સ્વામીનારાયણ ઉત્સવમાં દીક્ષાઆપવામાં આવી હતી. તેમને જુનાગઢ સ્વામીનારાયણ મંદિરના મહંત તરીકેનું પદ સોંપવામાં આવ્યું હતું, જે જવાબદારી તેમણે ૪૦ વર્ષ ૪ માસ અને ૪ દિવસ સુધી સંભાળી હતી. તેઓ ભગવાન સ્વામીનારાયણના ૫૦૦ પરમહંસો પૈકીના એક હતા.

તેઓ ઈ.સ. ૧૮૬૭ ની ૧૧ ઓક્ટોબર (વિક્રમ સંવત ૧૯૨૩ ની આસો સુદ ૧૩) નાં રોજ ગોંડલ ખાતે અવસાન પામ્યા.