શિક્ષાપત્રી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વસંતપંચમી એટલે શુભ કાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવત ૧૮૮૨ના રોજ વસંતપંચમીના શુભદિને સર્વજીવોના હિતાર્થે વડતાલ મંદિરના સભામંડપમાં સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી. સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ ગ્રંથસમાન અને સર્વજીવોના હિતાર્થે શ્રી હરિએ ૨૧૨ શ્લોકોમાં આચાર્ય, સંતો, સાંખ્યયોગી બાઈઓ, સર્વે હરિભકતો તથા બ્રહ્મચારીઓને આજ્ઞાઓ પાળવાની કરી છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાથી જીવ સર્વ રીતે સુખિયો થાય છે. શિક્ષાપત્રી ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણીરૂપ શબ્દ મૂર્તિ છે.

શિક્ષાપત્રીનું લેખનકાર્ય ભગવાન શ્રી હરિએ સ્વહસ્તે કરેલ હોઇ, સંપ્રદાયમાં તેનો મહિમા સવિશેષ છે. શિક્ષાપત્રીની આજ્ઞાઓએ માત્ર આશ્રિતો ના જ નહીં પણ સર્વ મુમુક્ષુ જીવોનાં હિતાર્થે છે. જેથી સંપ્રદાયના આશ્રિતો દરરોજ શિક્ષાપત્રીનું વાંચન કરે છે.

સંપ્રદાયમાં શિક્ષાપત્રીનાં આદેશો સર્વોચ્ચ સ્થાને છે, તે એટલે સુધી કે જે આ આદેશો પ્રમાણે ન વર્તતા હોય તેને આ સંપ્રદાયથી બાહેર ગણવાનું સ્વયં શ્રીજી મહારાજે કહ્યું છે. જેમ શ્રીકૃષ્ણે ગીતા કરેલી છે તેવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે અને વિશ્વપટ પર શ્વાસ લેતા, દરેક માનવ માટે શિક્ષાપત્રીની રચના કરેલી છે. ગીતાજી મહાભારતમાં ભીષ્મ પર્વોમાં તે ૭૦૦ શ્લોકમાં પથરાયેલ છે. જ્યારે શિક્ષાપત્રી સત્સંગી જીવનમાં ચોથા પ્રકરણમાં ૨૧૨ શ્લોકમાં સમાયેલ છે. શિક્ષાપત્રીનો શાબ્દિક અર્થ સમજીએ તો - શિક્ષા એટલે હિતનો ઉપદેશ..