સ્વામિનારાયણ મંદિર, ભુજ (નવું મંદિર)

વિકિપીડિયામાંથી
સ્વામિનારાયણ મંદિર, ભુજ
ઉદ્ઘાટન પછીનું મંદિર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાનર નારાયણ
સ્થાન
સ્થાનભુજ
રાજ્યગુજરાત
દેશભારત
સ્થાપત્ય
પૂર્ણ તારીખ૧૮ મે ૨૦૧૦
વેબસાઈટ
[[૧]]

શ્રી સ્વામિનારાયણ મંદિર,ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં એક મંદિર સંકુલ છે, જેનું સંચાલન હિન્દુ ધર્મના એક સ્વામિનારાયણ સંપ્રદાયની નર નારાયણ દેવ ગાદી દ્વારા કરવામાં આવે છે. મંદિરનો ઉદઘાટન સમારોહ ૧૫ થી ૨૩ મે ૨૦૧૦ દરમિયાન યોજાયો હતો. [૧] [૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ભૂકંપથી ભુજ શહેરના મોટા ભાગના વિસ્તારો વિખેરાઇ ગયા જેમાં ૧૮૨૪માં સ્વામિનારાયણ દ્વારા બંધાવવામાં આવેલ જુનું શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ પણ હતું. તેને બદલેે બનાવેલ નવું મંદિર ફક્ત આરસ અને સોનાથી બનેલું છે. સ્વામિનારાયણની મૂર્તિ માટેનું સિંહાસન, મંદિરના ગુંબજ અને દરવાજા સોનાના છે જ્યારે થાંભલા અને છત આરસની બનેલી છે. [૧] મૂળ કેન્દ્રિય દેવતા નર નારાયણ અને હરિકૃષ્ણના રૂપમાં સ્વામિનારાયણની ની મૂર્તિઓ, રાધા કૃષ્ણ, સ્વામિનારાયણ  ઘનશ્યામ ના રૂપમાં અને સુખ શૈયા અને અન્યના સાથે જૂની મંદિરથી નવા મંદિરમાં ખસેડવામાં આવી હતી. [૩]

નવું મંદિર 5 acres (20,000 m2) જમીનમાં ૧ અબજ ભારતીય રૂપિયા (૧૦૦ કરોડ) ના ખર્ચે બનાવવામાં આવ્યું. આરસથી બનાવેલ, છત અને જટિલ કોતરણીઓ વાળા સ્તંભો સૌથી ખર્ચાળ મંદિરને શણગારે છે જે તાજેતરમાં ભારતના ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવેલા છે. [૪]

મંદિરના ઉદઘાટન સમારોહમાં યુનાઇટેડ કિંગડમ અને આફ્રિકાના વિવિધ ભાગો સહિત વિદેશી લોકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ હોટેલિયર્સ એસોસિએશનના સભ્યના અંદાજ મુજબ, ઓક્ટોબર, ૨૦૦૯ સુધીમાં, ભુજમાં હોટલના 75% રૂમો તે સમયગાળા માટે બુક કરાયા હતા, જે દરમિયાન ઉદઘાટન સમારોહ યોજાનાર છે.[૧] વાહનોનો ધસારો, જ્યુબિલી ગ્રાઉન્ડ અને ઘાસડા ગ્રાઉન્ડ, ભુજમાં બે મોટા મેદાનનો ઉપયોગ પાર્કિંગની વ્યવસ્થા માટે કરવામાં આવશે. મંદિરના અધિકારીઓ આ સમયગાળા દરમિયાન આશરે ૫૦૦,૦૦ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે.[૪]

'સહજાનંદ' નામની સ્વામિનારાયણના જીવન અને ઉપદેશો પરની પ્રથમ 3-ડી ચલચિત્ર મંદિરના ઉદઘાટન સમારોહના ભાગ રૂપે બતાવવામાં આવી હતી. એસ3ડી કેમેરાથી છાયાચીત્રિત, તે ભારતમાં આ પ્રકારની પ્રથમ ચલચિત્ર હોવાનો દાવો કરવામાં આવે છે. [૫]

છબીઓ[ફેરફાર કરો]

મંદિરની છબીઓ:

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Bhuj temple to boost hospitality industry". Daily News & Analysis. 29 October 2009. મેળવેલ 18 November 2009.
  2. "Modi opens Bhuj Narnarayandev Mandir". Desh Gujarat. 18 May 2010. મેળવેલ 20 January 2011.
  3. "Shree Narnarayan Dev Nutan Mandir Mahotsav 2010".
  4. ૪.૦ ૪.૧ "Marble marvel coming up at Bhuj". Daily News & Analysis. 26 October 2009. મેળવેલ 26 October 2009.
  5. "Story of Swaminarayan told by Shaikh bros". Times of India. 8 April 2010. મૂળ માંથી 11 ઑગસ્ટ 2011 પર સંગ્રહિત. મેળવેલ 23 April 2010. Check date values in: |archive-date= (મદદ) સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૧ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]