નિત્યાનંદ સ્વામી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
નિત્યાનંદ સ્વામી
જન્મની વિગત૧૭૯૩ Edit this on Wikidata
મૃત્યુની વિગત૧૯૦૩ Edit this on Wikidata
વ્યવસાયReligious writer edit this on wikidata

નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યાસ તરીકે ઓળખાય છે. તેમણે શાસ્ત્રાર્થ કરી કરીને આ સંપ્રદાયની વૈદિકતા સિદ્ધ કરવા ખુબ મોટુ યોગદાન આપ્યું છે. તેમનું મુળનામ દિનમણી શર્મા હતું .વિક્રમ સંવત્ ૧૮૪૯ ચૈત્ર શુક્લ ૯ રામ નવમીના પવિત્ર દિવસે આ ધરતી પર આ સૂર્યનૂ અવતરણ થયું. માતા વિરજા અને પિતા વિષ્ણૂ શર્માના લાડિલા કુંવરે માતૃભૂમિ દતિયા લખનૌમાંજ તેમણે શિક્ષા સાથે સંસ્કાર પ્રાપ્ત કરેલા.વિશેષ વિદ્યાભ્યાસ કાશી ગયા. દિનમણી શર્માની આગવી પ્રતિભા, ભાષા વૈભવ, રસમાધુર્ય અને બુલુંદ વાક્છટા તેમના પર દેવી સરસ્વતીની કૃપાની નિશાની બની ગયા.અલખની ઓળખાણ વિનાની વિદ્વત્તામાં તમને નિરસતા દેખાણી, તીર્થાટન કરીને પ્રગટ પરબ્રહ્મને પામવાના તીવ્ર તલસાટ સાથે તેમણે ભારતભરના પ્રસિદ્ધ તીર્થોની યાત્રા કરવાનું પણ લીધુ.
તીર્થયાત્રીના રુપમાં ભમતા ભમતા દિનમણી શર્મા એક દિવસ ધર્મ ભાસ્કર ભગવાન શ્રી સ્વામિનારાયણની પાસે આવી પહોંચ્યા. દ્વારકા તરફની કૂચ અંહિ સમાપ્ત કરીને તેમણે દિલની અદમ્ય ઇચ્છા પ્રગટ કરી.

સંતદીક્ષા[ફેરફાર કરો]

દિનમણી શર્માના જીવનમાં આજ સોનાનો સૂરજ ઉગ્યો છે. તેમને હવે કોઇ તીર્થયાત્રા કરવાની ઇચ્છા નથી. તેમને વિક્રમ સંવત ૧૮૬૨માં ઉત્તર ગુજરાતમાં આવેલા ઉંઝા ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન થયા. આ દર્શન તેમના જીવનની દિશા બદલી નાંખે છે, કારણ કે આવી પ્રતિભાઓ અનેકના જીવન બદલવા માટે જ જન્મ લેતી હોય છે. તેમણે ભગવાન સ્વામિનારાયણના શરણે તીર્થયાત્રા પૂર્ણ કરી એટલું જ નહિ, પણ જીવન યાત્રા પણ ત્યાં જ થંભાવી દીધી. આજ પછીનું સમગ્ર જીવન તેમણે ભગવાનને અર્પણ કર્યું. ભગવાન શ્રી સ્વામિનારાયણે દિનમણી શર્માને દિક્ષા આપીને નિત્યાનંદ સ્વામીનામ પાડ્યું એટલુ જ નહિ પણ એમની પ્રતિભાને પારખીને, ભાવિને નિહાળીને, નાંદોલના સાક્ષર વિદ્વાન પુરુષોત્તમ ભટ્ટ પાસે વિશેષ વિદ્યાભ્યાસની શિક્ષા પણ આપી.

સાંપ્રદાયિક યોગદાન[ફેરફાર કરો]

જેમ વીર ક્ષત્રિય યુદ્ધકળામાં નિપુણ થયા બાદ દિગ્વિજય કરવા નીકળે છે, તેમ વિશેષ વિદ્યાભ્યાસ કરીને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લઇને સ્વામિનારાયણ સંપ્રદાય વિષે એલફેલ બકવાસ કરતા પંડિતોને પરાજયનો સ્વાદ ચખાડવા નીકળ્યા. અમદાવાદ, જૂનાગઢ, જામનગર, ગોંડળ, ખંભાત, રાજકોટ અને બોટાદ વગેરે સ્થાનોમાં જે જે પંડિતો સંપ્રદાયને અવૈદિક કહેવાનું સાહસ કરતા હતા, તેમને શાસ્રીય વચનોને આધારે પરાસ્ત કર્યા. સમગ્ર ગુજરાતમાં તેમની સામે પ્રશ્ન ઉઠાવવાની હિંમત ના કરે તેવી તેમની ધાક પેસી ગઇ.
શાસ્ત્રવ્યાસંગી સ્વામીએ સતત વિચરણની સાથે સાથે શ્રીહરિદિગ્વિજયનામનો એક અનોખો ગ્રંથ પણ આપ્યો છે. તેમના વૈદુષ્ય માટે આ સંપ્રદાય તેમનો ઋણી રહેશે. તેઓએ સત્સંગીજીવન પર હેતુ ટીકા લખીને શતાનંદ સ્વામીના ગૂઢભાવોને ઉઘાડ આપ્યો છે. ભક્તિસંપ્રદાયના અનુયાયી હોવાને નાતે તેમણે શ્રીશાંડિલ્ય ભક્તિસૂત્રભાષ્યની પણ રચના કરી છે .

નિત્યાનંદ સ્વામી વિક્રમ સંવત ૧૯૦૮માં માગશર સુદ અગિયારસના રોજ આ સંપ્રદાય પ્રત્યેની પોતાની મમતાભરી ભલામણ રઘુવીરજી મહારાજને કરીને સિદ્ધાસનવાળીને સિદ્ધયોગીની જેમ પંચભૌતિક શરીરનો ત્યાગ કરીને અક્ષરધામમાં ભગવાનના સાનિધ્યમાં નિત્યસેવામાં સિધાવ્યા હતા.