ભક્તચિંતામણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભક્તચિંતામણી એ ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન - કવન અને તત્કાલીન શ્રદ્ધાવાન ભક્તોએ અનુભવેલા ચમત્કારોને વાસ્તવ દ્ર્ષ્ટીએ રજુ કરતો ગુજરાતી ભાષામાં લખાયેલ સ્વામિનારાયણ સંપ્રદાયનો અતિપ્રસિદ્ધ કાવ્ય ગ્રંથ છે. આ ગ્રંથના રચયિતા સંત કવિ નિષ્કુળાનંદ સ્વામી છે. આ ગ્રંથમાં કુલ ૧૬૪ પ્રકરણો લખાયેલાં છે,જેમાંથી ૧૧૧ જેટલાં પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન - કવન અને તેમના ઉપદેશોનું નિરુપણ કરવામાં આવેલું છે. ત્યારબાદ ૧૧૨ થી ૧૨૭ સુધીના પ્રકરણોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલિન સંતો -પાર્ષદો અને સંસારી સ્ત્રી પુરુષ અનુયાયીઓનાં નામ (ગામ સહિત)નું લીસ્ટ આપવામાં આવ્યું છે. અને બાકી રહેલાં પ્રકરણોમાં ભક્તોએ અનુભવેલા ચમત્કારોનું વર્ણન છે. આ ગ્રંથ અત્યાર સુધીમાં નાના મોટા કદમાં અનેક વાર પ્રકાશિત કરવામાં આવ્યો છે તથા આજે સ્વામિનારાયણના દરેક મંદિરો પરથી પ્રાપ્ત થઇ શકે છે. ધર્મ જગત આસ્થાના પાયા પર કેન્દ્રીત છે, આ ગ્રંથ યથા નામ તથા ગુણ ધરાવે છે. તેનો પાઠ કરવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં ૧૪૧ પ્રકરણમાં ગોપાળાનંદ સ્વામીના પરચાનું વર્ણન છે , આ પ્રકરણ ભાવજગતમાં ખુબ પ્રચલિત બન્યું છે. હનુમાન ચાલીસાની જેમ આ સંપ્રદાયના ભક્તો આ પ્રકરણનો પાઠ કરે છે.