નિષ્કુળાનંદ સ્વામી

વિકિપીડિયામાંથી
નિષ્કુળાનંદ સ્વામી
વ્યવસાયધાર્મિક સાહિત્યકાર Edit this on Wikidata

નિષ્કુળાનંદ સ્વામી ગુજરાતી ભાષાનાં ભક્તિમાર્ગના કવિ હતાં. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હ્તાં. તેમની 'ત્યાગ ન ટકે રે વૅરાગ્ય વિના, કરિએ કોટી ઉપાયજી" આશ્રમ ભજનાવલિમાં નોંધાયુ છે. તેમની અનેક ભજન રચનાઓ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ખુબજ પ્રેમથી ગવાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેઓ ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે. વૈરાગ્યપ્રધાન જીવનની અસર તેમની કૃતિઓમાં પણ જણાય છે. વૈરાગ્યપ્રધાન જીવન છતાં "સ્નેહગીતા" ભક્તિ અને શણગાર રસનું અદ્ભુત વર્ણન કવિની આગવી પ્રતિભાનો પુરાવો છે. તેમની નાની મોટી ૨૪ જેટલી રચનાઓ "નિષ્કુલાનંદ કાવ્ય"નાં નામથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ, ભુજ, અમદાવાદ, વડોદરા, સુરત વિગેરે મંદિરો દ્વારા પ્રકાશિત થઇ છે. તેમના રચેલા ભજનો "નિષ્કુલાનંદ કાવ્ય કીર્તન"નાં નામથી પ્રસિદ્ધ થયાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંતના જીવન-કવન પર શોધગ્રંથ પણ લખવામાં આવ્યો છે.

જીવન[ફેરફાર કરો]

નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ જામનગર જિલ્લાનાં શેખપાટ ગામમાં થયો હતો. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૮૨૨ મહા સુદ પાંચમ (વસંત પંચમી)નાં દિવસે સુથાર જ્ઞાતિમાં થયો હતો. તેમનાં પિતાશ્રીનું નામ રામજી અને માતાનું નામ અમ્રુતાબા હતું. તેમનું દિક્ષા પહેલાનું નામ લાલજી હતું. કવીષ્વર દલપતરામ અને નિષ્કુલાનંદજી નો મિલાપ ધોલેરામાં થયેલો અને આ મુલાકાતનો ઉલ્લેખ કવિ શ્રી દલપતરામે બુદ્ધિપ્રકાશમાં પણ કર્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયનાં તમામ કવિઓમાં નિષ્કુળાનંદજી આગવી વિષેશતા ધરાવતાં કવિ માનવામાં આવે છે, કારણ કે તેમણે અક્ષરજ્ઞાન નહોતું લીધું છતાં આટલુ વિરાટ સાહિત્ય આ સંપ્રદાયને આપ્યું છે. આ કવિને દિક્ષા આપીને તુરંત ભગવાન સ્વામિનારાયણ ગ્રંથ રચવાની આજ્ઞા આપે છે, ત્યારે આ કવિવર "કાળા અક્ષર કુહાડે માર્યા" એમ કહ્યું ત્યારે ભગવાને કહ્યું લખવા માંડો તમારી કલમમાં અમે લખીશું. આ સાથે નિષ્કુળાનંદ સ્વામીએ લખવાની શરુઆત કરી. તેમની પ્રથમ કૃતિ યમદંડ છે. સર્વ શ્રેષ્ઠકૃતિ "ભક્તચિંતામણી " અને "પુરુષોત્તમ પ્રકાશ" છે.

આજીવન ગ્રંથ પ્રણયનની સાથે તેમણે કાષ્ઠકલાક્ષેત્રે પણ સંપ્રદાયની અમુલ્ય સેવા કરી છે. શિલ્પકલાનાં તેમના જ્ઞાનનાં દર્શન ધોલેરા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં થાય છે. ત્યાં આજે પણ કવિ દ્વારા કંડારાયેલી કમાનો જોવા મળે છે. આ જ મંદિરમાં સેવા કરતાં કરતાં વિ.સં. ૧૮૪૮ માં તેમણે દેહ ત્યાગ કર્યો.

સર્જન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]