પ્રાગજી ભગત

વિકિપીડિયામાંથી

પ્રાગજી ભગત સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય મહારાજ હતા. તેઓ ભગવાન સ્વામિનારાયણના દ્વિતીય આઘ્યાત્મિક અનુગામી હતા. એમનો જન્મ ઇ. સ. ૧૮૨૯માં ફાગણ સુદ પૂનમના દિવસે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મહુવા ખાતે થયો હતો. તેમના પિતાજીનું નામ ગોવિંદભાઈ અને માતાજીનું નામ મલુબા હતુ. તેમણે યોગાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી.

તેઓ ગૃહસ્થ હતા, તેમ જ સંપ્રદાયમાં તેમને ગૃહસ્થાશ્રમનો આદર્શ ગણવામાં આવતા. તેઓ અદભૂત રીતે કથાવાર્તા કરવા માટે ખૂબજ પ્રસિદ્ધ થયા હતા. ઈ.સ. ૧૮૯૬માં સંવત 1954 કારતક સુદ 13ના રોજ ૬૭ વર્ષની વયે મહુવા ખાતે તેમનો દેહવિલય થયો.