ફરિશ્તા

વિકિપીડિયામાંથી

ફરિશ્તા એટલે દેવદૂત. ઇસ્લામ ધર્મ પ્રમાણે તેઓ અમૂર્ત હસ્તિઓ છે, જે પવિત્ર અને શુદ્ધ ઓજસ (રોશની/નૂર)ના બનેલા છે અને ન તો તેઓ પુરૂષ છે ન સ્ત્રી. ફરિશ્તાને અરબીમાં મલાઈકા કહે છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુરાનમાં વર્ણવ્યા મુજબ મુખ્ય ફરિશ્તાઓ મીકાઇલ, ઇસરાફીલ, ઇજરાઇલ અને જીબરિલ છે.તે દરેક ને અલગ અલગ કામ આપવામા આવ્યા છે.તે દરેક પોતાનુ કાર્ય કરે છે.તેમા ના કેટલાક અલ્લાહ્ ની ઇબાદત મા પરોવાયલા રહે છે.જીબરિલ પયગંબર મુહંમદ સાહેબ પાસે વહી લઇને આવતા હતા.જયારે ઇસરાફીલ કયામત ના દિવસે સુર પોકારસે.