બૃહદારણ્યક ઉપનિષદ
બૃહદરણ્યક ઉપનિષદ એ શુક્લ યજુર્વેદ સાથે જોડાયેલ એક્ ઉપનિષદ છે. વિશ્વના અતિપ્રાચીન ગ્રંથો પૈકીના એક્ એવા આ ગ્રંથમાં જીવ, બ્રહ્માંડ, અને ઇશ્વર વિષે લખવામાં આવ્યું છે. દાર્શનિક રુપે મહત્વપૂર્ણ આ ઉપનિષદ પર આદિ શંકરાચાર્યએ પણ ટીકા (ટીપ્પણી) લખી છે. આ શતપથ બ્રાહ્મણ ગ્રંથનો એક્ ખંડ પણ છે.
બ્રાહ્મણો દ્વારા બોલવામાં આવતા અને અતિ લોકપ્રિય પુરુષસૂક્ત અને તે ઉપરાંત અશ્વમેઘ, અસતમાં સદ્દગમય, નેતિ-નેતિ વગેરે તેના મુખ્ય વિષયો છે. તેમાં ઋષિ મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેનો સંવાદ છે જે ક્રમબદ્ધ અને યુક્તિપૂર્ણ છે.
વિષય
[ફેરફાર કરો]આ ગ્રંથના નામનો અર્થ 'બૃહદ જ્ઞાન વાળો' અથવા 'ઘનઘોર જંગલમાં લખાયેલો ઉપનિષદ' એવો થાય છે. આમાં તત્ત્વજ્ઞાન, તદુપયોગી કર્મ અને ઉપાસનાનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે.
બ્રુહદારણ્યક ઉપનિષદમાં અદ્વૈત વેદાંત અને સંન્યાસનિષ્ઠાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઉપનિષદોમાં સર્વાધિક બૃહદાકાર તેના ૩ કાણ્ડ (મધુકાણ્ડ, મુનિકાણ્ડ, ખિલકાણ્ડ), ૬ અધ્યાય, ૮૭ બ્રાહ્મણ અને પ્રલંબિત ૮૩૬ પદોમાં શાંતિપાઠ 'ૐ પૂર્ણમદ:' વગેરે છે અને બ્રહ્મા તેની સંપ્રદાય પરંપરાના પ્રવર્તક છે.
શાંતિ મંત્ર
[ફેરફાર કરો]આ ઉપનિષદનોનીચે મુજબનો શાંતિપાઠ લોકપ્રિય છે:
- ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते ।
- पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
- ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
પ્રસિદ્ધ શ્લોક
[ફેરફાર કરો]આ ઉપનિષદનો નીચે મુજબનો શ્લોક સુપ્રસિદ્ધ છે -
- ॐ असतोमा सद्गमय ।
- तमसोमा ज्योतिर्गमय ।
- मृत्योर्मामृतं गमय ॥
- ॐ शान्ति शान्ति शान्तिः ॥ – बृहदारण्यकोपनिषद् 1.3.28.
નીચે મુજબનો શ્લોક બૃહદારણ્યક ઉપનિષદના આરંભ અને અંતમાં આવે છે-
- पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
- पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]મૂળ ગ્રંથ
[ફેરફાર કરો]- बृहदारण्यक उपनिषद्
- Upanishads at Sanskrit Documents Site સંગ્રહિત ૨૦૦૬-૦૯-૦૭ ના રોજ વેબેક મશિન
- पीडीईएफ् प्रारूप, देवनागरी में अनेक उपनिषद સંગ્રહિત ૨૦૦૯-૦૨-૨૭ ના રોજ વેબેક મશિન
- GRETIL
- TITUS
ભાષાંતર
[ફેરફાર કરો]- Translations of major Upanishads
- 11 principal Upanishads with translations
- Translations of principal Upanishads at sankaracharya.org
- Upanishads and other Vedanta texts
- डॉ मृदुल कीर्ति द्वारा उपनिषदों का हिन्दी काव्य रूपान्तरण સંગ્રહિત ૨૦૧૧-૦૯-૦૮ ના રોજ વેબેક મશિન
- Complete translation on-line into English of all 108 Upaniṣad-s સંગ્રહિત ૨૦૧૦-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન [not only the 11 (or so) major ones to which the foregoing links are meagerly restricted]-- lacking, however, diacritical marks