માન સરોવર
માન સરોવર | |
---|---|
માનસરોવર, પાછળ કૈલાશ પર્વત સાથે. | |
સ્થાન | બુરાંગ, તિબેટ, ચીન |
અક્ષાંશ-રેખાંશ | 30°39′N 81°27′E / 30.65°N 81.45°E |
સ્થાનિક નામ | માપમ યુમત્સો Error {{native name checker}}: parameter value is malformed (help) |
બેસિન દેશો | ભારત |
સપાટી વિસ્તાર | 410 km2 (160 sq mi) |
મહત્તમ ઊંડાઇ | 90 m (300 ft) |
સપાટી ઊંચાઇ | 4,590 m (15,060 ft) |
થીજેલું | શિયાળો |
માન સરોવર તળાવ લ્હાસાથી આશરે ૨૦૦૦ કિ.મી. દૂર ચીનના તાબામાં આવેલા તિબેટમાં આવેલું છે. તે પીવાલાયક તાજા પાણીથી ભરેલું છે. તેની પશ્ચિમે રક્ષાસ્થલ સરોવર અને ઉત્તરે કૈલાસ પર્વત આવેલ છે.
ભૂગોળ
[ફેરફાર કરો]માન સરોવર દરિયાની સામાન્ય સપાટીથી ૪૫૫૬ મી.ની ઉંચાઇ પર છે. તે દુનિયાનું સૌથી ઉંચુ પીવાલાયક તાજા પાણીનું સરોવર છે. આકારમાં સરોવર ગોળ છે. તેનો પરિઘ ૮૮ કિ.મી., ઊંડાઇ ૯૦ મી. અને ક્ષેત્રફળ ૩૨૦ ચો. કિ.મી. છે. શિયાળામાં તેનું પાણી થીજી જાય છે અને વસંત ઋતુમાં ઓગળે છે. સતલજ, બ્રહ્મપુત્રા, સિંધુ અને કર્નાલી નદી સરોવરની આસપાસથી નીકળે છે.
-
માનસરોવર (જમણે) અને રક્ષાસ્થલ તળાવની ઉપગ્રહ તસ્વીર. કૈલાસ પર્વત પાછળ છે.
-
માન સરોવર, જુલાઇ ૨૦૦૬.
સાંસ્કૃતિક મહત્વ
[ફેરફાર કરો]કૈલાસ પર્વતની માફક, માન સરોવર એક પવિત્ર યાત્રાધામ છે. ભારત, તિબેટ અને બીજા પડોશી દેશોમાંથી ઘણા યાત્રાળુઓ દર વર્ષે અંહિ આવે છે. ખાસ કરીને ભારતમાંથી નિયમિત રીતે યાત્રાઓ ગોઠવાય છે જેમાં કૈલાસ-માનસરોવરની યાત્રા પ્રસિદ્ધ છે જે દર વર્ષે હોય છે. યાત્રાળુંઓ અંહિ આવીને સ્નાન કરે છે જે તેમના પાપ ધોવે છે તેવું મનાય છે.
હિંદુ માન્યતા મુજબ, સરોવરની ઉત્પતિ સૌપ્રથમ બ્રહ્માના મનમાં થઇ હતી, આથી તેને માનસ્+સરોવર = માનસરોવર કહેવામાં આવે છે. હિંદુ લોકો હંસ પક્ષીને ડાહ્યુ અને પવિત્ર માને છે અને માનસરોવર હંસ પક્ષીઓ માટે ઉનાળા દરમિયાન ઘર બની રહે છે. (હંસનું તાત્વિક મહત્વ પણ છે કે - હંસ..હંસ.. વારે વારે બોલવાથી સોહમ્ સોહમ્ બોલાય/સંભળાય છે, જે ઉપનિષદનો સંદેશ છે.) બૌદ્ધ લોકો તેને અનોતટા સરોવર તરીકે પણ ઓળખે છે જ્યાં માયા દેવીએ બુદ્ધને ગર્ભમાં ધારણ કરેલા. સરોવરના કિનારા પર થોડા આશ્રમો-બૌદ્ધિક મઠો પણ છે. ચ્યુ ગોમ્પા તરીકે ઓળખાતો એક મઠ ઘણો જાણીતો છે જે એક ઊભી ટેકરી પર બનાવેલ છે અને એવું લાગે કે જાણે પત્થરમાંથી જ કોતર્યો હોય.
વધુ માહિતી
[ફેરફાર કરો]- http://www.kmyatra.org/lake-mansarovar.htm સંગ્રહિત ૨૦૦૮-૦૩-૦૮ ના રોજ વેબેક મશિન