રચેલ વેઇઝ
રચેલ વેઇઝ | |
---|---|
જન્મ | ૭ માર્ચ ૧૯૭૦ પશ્ચિમમિન્સ્ટર (યુનાઇટેડ કિંગડમ) |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા, અભિનેતા |
જીવન સાથી | Daniel Craig |
કુટુંબ | Minnie Weisz |
પુરસ્કારો |
રચેલ હેન્નાહ વેઇઝ (જન્મ તારીખ 7મી માર્ચ 1970)[૧]તે એક અંગ્રેજી અભિનેત્રી અને મોડેલ છે.[૨]
વિગત
[ફેરફાર કરો]ફિલ્મો ધ મમી અને ધ મમી રિટર્ન્સ માં તેના દ્વારા કરવામાં આવેલી ઇવલિન "ઇવી" કાર્નાહાન- ઓ' કોનેલની ભૂમિકા લોકો દ્વારા ખૂબ જ પ્રશંસાને પાત્ર બની હતી. વર્ષ 2001માં તેણે સફળ ફિલ્મ અબાઉટ અ બોય માં અભિનેતા હ્યુ ગ્રાન્ટ સામે કામ કર્યું ત્યારબાદ તેને હોલિવૂડની ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ મળવા માંડી ફિલ્મ ધ કોન્સ્ટન્ટ ગાર્ડનર (2005)માં તેની ઉત્કૃષ્ટ ભૂમિકા બદલ તેણે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એકેડમી પુરસ્કાર જીત્યો હતો. આ ઉપરાંત ફિલ્મી કારકીર્દુ માટે તેને અન્ય પુરસ્કારો પણ પ્રાપ્ત થયા હતા.
શરૂઆતનું જીવન અને પૂર્વભૂમિકા
[ફેરફાર કરો]વેઇઝનો જન્મ ઇંગ્લેન્ડમાં લંડનનાં વેસ્ટમિનિસ્ટર ખાતે થયો હતો અને તેનો ઉછેર હેમ્પસ્ટેડ ગાર્ડન નામનાં પરાં વિસ્તારમાં થયો હતો.[૩] તેની માતા એડિથ રૂથ (ની ટેઇક) શિક્ષિકામાંથી મનોચિકિત્સક બની હતી અને તેનો જન્મ ઓસ્ટ્રિયાના વિયેના ખાતે થયો હતો.[૪] તેના પિતા જ્યોર્જ વેઇઝ હંગેરીમાં જન્મેલા આવિષ્કારક અને ઇજનેર હતા. બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન વેઇઝનાં માતા-પિતા ઇંગ્લેન્ડમાં આવીને સ્થાયી થયાં. તેનાં પિતા યહૂદી અને માતા કેથલિક[૫] અથવા તો યહૂદી (અડધી ઇટાલિયન પણ) માનવામાં આવે છે.[૬][૭] વેઇઝનો ઉછેર "સેરેબ્રલ જ્યુઇશ હાઉસહોલ્ડ"[૮]માં થયો હતો અને તે પોતાને યહૂદી તરીકે ઓળખાવતી હતી.[૯][૧૦] વેઇઝની એક બહેન હતી જેનું નામ મિન્ની વેઇઝ હતું અને તે કલાકાર હતી
વેઇઝનું શિક્ષણ ખાનગી અને ઉચ્ચ કક્ષાની [[સ્વતંત્ર કન્યા શાળા|સ્વતંત્ર કન્યા શાળા]]ઓમાં થયું હતું તેની શાળાઓનાં નામ નોર્થ લંડન કોલેજિયેટ સ્કુલ, બેનેન્ડન સ્કુલ અને સેઇન્ટ પોલ્સ ગર્લ્સ સ્કુલ હતાં. ત્યારબાદ તે ટ્રિનિટી હોલ કેમ્બ્રિજમાં દાખલ થઇ જ્યાંથી તે 2:1 અંગ્રેજીમાં સ્નાતક થઇ પોતાનાં કોલેજકાળ દરમિયાન તેણે રંગમંચ ઉપર વિવિધ નાટકોમાં કામ કર્યું હતું. તે વિદ્યાર્થીઓના નાટ્ય મંડળ કેમ્બ્રિજ ટોકિંગ ટંગ્સ ની સહસ્થાપક પણ હતી. આ જૂથને એડિનબર્ગ ફ્રિન્જ ફેસ્ટિવલ ખાતે તેના નાટકના એક ટુકડો સ્લાઇટ પઝેશન માટે ગાર્ડિયન સ્ટુડન્ટ ડ્રામા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
કારકિર્દી
[ફેરફાર કરો]ફિલ્મી અને ટીવી પડદે
[ફેરફાર કરો]યુકેની ટીવી શ્રેણી ઇન્સપેક્ટર મોર્સ (1993)ના કેટલાક ભાગોમાં કામ કર્યા બાદ વેઇઝે તેની ફિલ્મી કારકીર્દિની શરૂઆત 1995માં ચેઇન રિએક્શન નામની ફિલ્મથી કરી. ત્યારબાદ તેણે બર્નાર્ડો બર્ટોલુસીની ફિલ્મ સ્ટિલિંગ બ્યુટી માં કામ કર્યું. ત્યારબાદ તેણે માય સમર વિથ ડેસ , સ્વેપ્ટ ફ્રોમ ધ સી , ધ લેન્ડ ગર્લ્સ અને માઇકલ વિન્ટર બોટમની આઇ વોન્ટ યુ સહિતની અંગ્રેજી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. વિવેચકો તરફથી ખાસ્સી એવી પ્રશંસા મળી હોવા છતાં પણ દર્શકોની લોક ચાહના તેને ડરામણી ફિલ્મ ધ મમી થી મળી જેમાં તેણે બ્રેન્ડન ફ્રેઝર સાથે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ તેણે બે વધુ સફળ ફિલ્મો આપી ધ મમી રિટર્ન્સ (2001) જે મૂળ ફિલ્મ કરતાં પણ વધુ સફળ હતી. અને અબાઉટ અ બોય નામની ફિલ્મ તેણે હ્યુ ગ્રાન્ટ નામના અભિનેતા સાથે કરી હતી. ત્યારથી તેના દ્વારા કરવામાં આવેલી ફિલ્મોમાં એનેમી એટ ધ ગેટ્સ (2001), રનઅવે જ્યુરી (2003) અને કોન્સ્ટેન્ટાઇન (2005)નો સમાવેશ થાય છે.
વર્ષ 2005માં વેઇઝે ફર્નાન્ડો મિરેલ્સની ફિલ્મ ધ કોન્સ્ટન્ટ ગાર્ડનર માં કામ કરવાનું શરૂ કર્યું. આ ફિલ્મ આ જ શિર્ષક હેઠળ લખાયેલી જ્હોન લે કેરેની નવલકથાનું ફિલ્મી રૂપાંતરણ હતું. આ ફિલ્મ કેન્યા સ્થિત કેઇબેરા અને લોઇયાનગાલાનીની ઝૂંપડપટ્ટીનાં પશ્ચાદભૂ ઉપર બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય બદલ વેઇઝને વર્ષ 2006માં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી[૧૧] તરીકેનો એકેડમી પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 2006માં તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો [[]]ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર અને 2006માં જ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનાં ઉત્તમ પ્રદર્શન બદલ સ્ક્રિન એક્ટર્સ ગિલ્ડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પોતાનાં દેશમાં તેને બાફ્ટા પુરસ્કારમાં નામાંકન મળ્યું તેમજ લંડન ક્રિટિક્સ સર્કલ ફિલ્મ પુરસ્કાર અને બ્રિટિશ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયા.
આ જ વર્ષે તેણે ધ ફાઉન્ટેઇન નામની ફિલ્મમાં કામ કર્યું અને એક કાલ્પનિક ફિલ્મ એરાગોન માં સાફિરાનાં પાત્ર માટે પોતાનો અવાજ આપ્યો. ત્યારબાદ તેણે કરેલી ફિલ્મોમાં વોન્ગ કાર-વાઇ દિગ્દર્શીત માય બ્લુબેરી નાઇટ્સ (જેમાં તેણે સાઉધર્ન બેલે વિરોધીની ભૂમિકા ભજવી હતી)[૧૧] અને દિગ્દર્શક રિઆન જ્હોન્સનની ધ બ્રધર્સ બ્લૂમ નો સમાવેશ થાય છે જેમાં તેણે માલેતુજાર અમેરિકી સ્ત્રીની ભૂમિકા ભજવી હતી કે જેને બે ઠગ ભાઈઓ એડ્રિન બ્રોડી અને માર્ક રફેલો દ્વારા નિશાન બનાવવામાં આવે છે.[૧૧] વર્ષ 2009ના ઓક્ટોબર માસમાં રજૂ થયેલી ઐતિહાસિક ફિલ્મ અગોરા માં તેણે હાઇપેટિયા ઓફ એલેક્ઝાન્ડ્રિયાની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
રંગમંચ
[ફેરફાર કરો]તેણે કરેલી નોંધપાત્ર ભૂમિકા ગિલ્ડા નામનાં પાત્રની હતી જે તેણે વેલ્શ દિગ્દર્શક સિન માથિયાસનાં 1995માં રજૂ થયેલાં નાટક વેસ્ટ એન્ડમાં કરી હતી. આ નાટક નોએલ કાવર્ડનાં 1933નાં એક નાટક ડિઝાઇન ફોર લિવિંગ નું પુનઃ નિર્માણ હતું. વેસ્ટ એન્ડ ગિલગુડ થિયેટર ખાતે ભજવાયું હતું. તેનાં રંગમંચનાં અન્ય કામોમાં ટેનિસી વિલિયમ્સનાં લંડન નિર્માણ હેઠળ કરેલાં નાટક સડનલી લાસ્ટ સમર માં તેણે ભજવેલી કેથરિનની ભૂમિકા અને નેઇલ લા બ્યુટનાં નાટક ધ શેપ ઓફ થિંગ્સ માં ભજવેલી ઇવલિનની ભૂમિકા વાળાં નાટકોનો સમાવેશ થાય છે. આ નાટકો અલ્મેઇડા થિયેટરમાં ભજવાયાં હતાં (અહીં ફિલ્મો પણ દર્શાવાતી) તે વખતે તેનું હંગામી ઠેકાણું લંડનના કિંગ ક્રોસ ઉપર હતું. વર્ષ 2009માં તેણે ડોનમાર નામનાં નાટકમાં બ્લેન્શે ડ્યુબોઇસની ભૂમિકા ભજવી આ અ સ્ટ્રીટ કાર નેમ્ડ ડિઝાયર નામનાં નાટકનું પુનઃ નિર્માણ હતું.[૧૨], ક્રિટિક્સ' સર્કલ થિયેટર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી 2009.
અન્ય
[ફેરફાર કરો]તારીખ 7મી જુલાઇ 2007ના રોજ વેઇઝને અમેરિકન લેગ ઓફ લાઇવ અર્થ નામનાં કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી. તે લંડનનાં સ્વતંત્ર મોડેલ્સનું પ્રતિનિધિત્વ કરતી હતી.
અંગત જીવન
[ફેરફાર કરો]વેઇઝ અમેરિકન ફિલ્મકાર અને નિર્માતા ડેરેન એરોનોફ્સ્કી સાથે સંબંધ ધરાવે છે. તેઓ વર્ષ 2002થી સહજીવન જીવતાં હતાં. તેમને એક પુત્ર હેનરી ચાન્સ છે જેનો જન્મ તારીખ 31મી મે 2006ના રોજ ન્યૂ યોર્ક શહેર ખાતે થયો હતો.[૧૩][૧૪] આ યુગલ મેનહટ્ટનના ઇસ્ટ વિલેજ ખાતે રહે છે. વેઇઝ નાર્સિસો રોડ્રિગ્વેઝ નામના ફેશન ડિઝાઇનરને મ્યુઝ તરીકેની સેવાઓ પણ આપે છે.[૧૫]
ફિલ્મની સફર
[ફેરફાર કરો]પુરસ્કાર અને સન્માન
[ફેરફાર કરો]વેઇઝને ધ કોન્સ્ટન્ટ ગાર્ડનર માટે સંખ્યાબંધ પુરસ્કારો અને સન્માનો મળ્યાં હતાં જેમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો એકેડમી પુરસ્કાર, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર-ચલચિત્ર, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ પુરસ્કાર-ચલચિત્ર વગેરેનો સમાવેશ થાય છે. બાફ્ટા પુરસ્કારમાં શ્રેષ્ઠ મુખ્ય અભિનેત્રી તરીકેનું નામાંકન પણ તેને મળ્યું હતું. વધુમાં તેની સક્ષમ અભિનય ક્ષમતાને કારણે તેને વર્ષની શ્રેષ્ઠ બ્રિટિશ અભિનેત્રી તરીકેનો લંડન ક્રિટિક્સ સર્કલ ફિલ્મ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો ઉપરાંત શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે બ્રિટિશ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ પુરસ્કાર તેમજ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો સાન ડિયાગો ફિલ્મ ક્રિટિક્સ સોસાયટી પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો. વધુમાં તેને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે ઓનલાઇન ફિલ્મ ક્રિટિક્સ સોસાયટી પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું.
વર્ષ 2006માં વેઇઝને એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિઝમાં જોડાવાનું આમંત્રણ મળ્યું.[૧૬] વર્ષ 2006માં વેઇઝને વર્ષની શ્રેષ્ઠ બ્રિટિશ અદાકારા તરીકેનો બાફ્ટા લા પુરસ્કાર આપવામાં આવ્યો.
જાન્યુઆરી 2010માં લંડન ખાતે ક્રિટિક્સ સર્કલ થિયેટર પુરસ્કારમાં તેને વર્ષ 2009ની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો પુરસ્કાર આપવામાં આવ્યો. આ એવોર્ડ તેને ફિલ્મ અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર નામની ફિલ્મમાં તેણે ભજવેલાં બ્લેન્શે ડ્યુબોઇસનાં પાત્ર માટે આપવામાં આવ્યો હતો.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ વેઇઝનાં જન્મવર્ષ અંગે મળતાં સ્રોતોમાં વિરોધાભાસ છે. બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટ અને અન્ય સંસ્થાઓ 1970 જણાવે છે. જ્યારે બીએફઆઇ | ફિલ્મ એન્ડ ટીવી ડેટાબેઝ | વેઇઝ, રચેલ સંગ્રહિત ૨૦૧૧-૦૧-૦૮ ના રોજ વેબેક મશિન; ગાર્ડિયન ના લેખમાં 1971ની સાલ આપવામાં આવી છે. તેનો જન્મ માર્ચ 1970ના ત્રિમાસિકગાળા દરમિયાન વેસ્ટમિનિસ્ટર ખાતે નોંધાયેલો છે.
- ↑ "ઇન્ડિલંડન: ડેફિનેટલી મેબી- રચેલ વેઇઝની મુલાકાત-યોર લંડન રિવ્યૂઝ". મૂળ માંથી 2012-07-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
- ↑ એસ્લેટ, ક્લાઇવ. ડિઝાઇન ફોર લિવિંગ સંગ્રહિત ૨૦૦૮-૦૫-૨૬ ના રોજ વેબેક મશિન, ધ ડેઇલી ટેલિગ્રાફ , 14મી એપ્રિલ 2007. દાખલ તારીખ 6 May 2008.
- ↑ રચેલ વેઇઝનો જીવનવૃત્તાંત
- ↑ Lane, Harriet (1999-06-13). "Toast of the tomb". The Guardian. મેળવેલ 2007-05-23. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ Goodridge, Mike (2006-11-16). "The virtues of Weisz". ThisIsLondon. મૂળ માંથી 2007-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-23.
- ↑ Vulliamy, Ed (2006-02-03). "The Guardian profile: Rachel Weisz". The Guardian. મેળવેલ 2007-05-23. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ જોસેફ, ક્લાઉડિયા. રચેલ્સ વેઇઝ ગાય . 5મી જૂન 2005.
- ↑ Forrest, Emma (2001). "Rachel Weisz". Index Magazine. મેળવેલ 2007-05-23.
- ↑ Brooks, Xan (2001-01-09). "Girl behaving sensibly". The Guardian. મેળવેલ 2007-05-23. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ Wise, Damon (2007-05-24). "What's Wong with this picture?". The Times. મૂળ માંથી 2011-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-23. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ http://www.dailymail.co.uk/tvshowbiz/article-1092107/BAZ-BAMIGBOYE-Rachel-Weisz-Kate-Winslet-Judi-Dench-more.html
- ↑ "Oscar winner Rachel Weisz has baby boy". USA Today. 2006-06-01. મેળવેલ 2007-05-23. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ સિલ્વરમેન, સ્ટિફન એમ. રચેલ વેઇઝ હેઝ અ બોય સંગ્રહિત ૨૦૧૨-૧૧-૨૦ ના રોજ વેબેક મશિન. પિપલ ડોટ કોમ 1લી જૂન 2006.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
- ↑ એકેડમી ઇન્વાઇટ્સ 120 ટુ મેમ્બરશિપ . ઓસ્કાર્સ ડોટ ઓઆરજી 5મી જુલાઇ 2005.
બાહ્ય લિન્ક્સ
[ફેરફાર કરો]
વ્યક્તિગત માહિતી | |
---|---|
નામ | |
અન્ય નામો | |
ટુંકમાં વર્ણન | |
જન્મ | |
જન્મ સ્થળ | |
મૃત્યુ | |
મૃત્યુ સ્થળ |
- એલ્યુમની ઓફ ટ્રિનિટી હોલ, કેમ્બ્રિજ
- ઓડિયો બુક નેરેટર્સ
- બેનેન્ડેન સિનિયર્સ
- એકેડમી પુરસ્કાર વિજેતા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઓ
- ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર (ફિલ્મ) વિજેતા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીઓ
- અમેરિકામાંથી દેશનિકાલ થનાર બ્રિટિશરો
- ઓસ્ટ્રિયન મૂળનાં બ્રિટિશ લોકો
- હંગેરી મૂળના બ્રિટિશ લોકો
- ઇટાલિયન મૂળનાં અંગ્રેજી લોકો
- અંગ્રેજી સ્ત્રી મોડેલ્સ
- અંગ્રેજી ફિલ્મ અભિનેતાઓ
- રંગમંચના અંગ્રેજી અભિનેતાઓ
- અંગ્રેજી ટેલીવિઝન અભિનેતાઓ
- બ્રિટિશ યહૂદીઓ
- યહૂદી અભિનેતાઓ
- જીવિત લોકો
- જૂના પૌલિનાઓ
- હેમ્પસ્ટેડના લોકો
- અંગ્રેજ યહૂદીઓ
- હંગેરિયાઇ-ઓસ્ટ્રિયાઇ યહૂદીઓ
- 1970ના જન્મો
- શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનાં ઇવનિંગ સ્ટાન્ડર્ડ પુરસ્કાર
- હોલિવુડની અભિનેત્રી
- અભિનેત્રી
- ૧૯૭૦માં જન્મ