લેડો રોડ
Appearance
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
લેડો સડક માર્ગ લેડો, આસામ, ભારતને કુનમિંગ, યૂન્નાન, ચીન સાથે જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. પશ્ચિમી મિત્ર રાષ્ટ્રોં દ્વારા આ માર્ગ દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયમાં ચીનીઓની જરૂરીયાતો પૂર્ણ કરી શકાય તે હેતુથી બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ બર્મા રોડ તરીકે ઓળખાતા માર્ગનો માત્ર એક વિકલ્પ છે, જેને જાપાનીઓ દ્વારા ઇ. સ. ૧૯૪૨માં કાપી નાખવામાં આવ્યો હતો. આ માર્ગને ઈ. સ. ૧૯૪૫ની શરૂઆતમાં ચ્યાંગ કાઈ શેકના સુઝાવને કારણે (અમેરિકી સેનાના જનરલ યૂસુફ સ્ટિલવેલ ના નામ પરથી) સ્ટિલવેલ રોડ નામ આપવામાં આવ્યું હતું. આ માર્ગ મ્યાનમાર દેશના મ્યીત્કીયીના રાજ્યમાં આવેલા શીંગબ્વીયાંગ અને કચિન રાજ્યમાં આવેલા ભામો શહેરોમાંથી પસાર થાય છે.