લખાણ પર જાઓ

શિયાળ

વિકિપીડિયામાંથી
શિયાળ (golden jackal)ના ફેલાવાનો વિસ્તાર દર્શાવતું માનચિત્ર
શિયાળ
શિયાળ
સ્થાનિક નામશિયાળ,
અંગ્રેજી નામGOLDEN JACKAL
વૈજ્ઞાનિક નામCanis aureus
આયુષ્ય૮ થી ૧૨ વર્ષ
લંબાઇ૧૦૦ સેમી.
ઉંચાઇ૪૦ સેમી.
વજન૧૦ કિલો
સંવનનકાળઆખું વર્ષ
ગર્ભકાળ૬૩ દિવસ
પુખ્તતા૧૨ માસ
દેખાવકુતરા કરતાં નાનું કદ,લાંબુ મોઢું, ગુચ્છાદાર પુંછડી,રંગ ભુખરો અને બદામી.
ખોરાકમૃતોપજીવી પ્રાણી છે,પક્ષીઓ,નાના પ્રાણીઓ,મુડદાલ માંસ તથા ફળ અને કંદમુળ.
વ્યાપસમગ્ર ગુજરાતમાં,પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં વધુ પ્રમાણમાં.
રહેણાંકઆછી ઝાડીવાળું જંગલ, ઘાંસીયા મેદાન.
ઉપસ્થિતિ ના ચિન્હોહગારમાં બોર તથા અન્ય ફળોનાં ઠળીયાથી ઓળખી શકાય.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૪ ના આધારે અપાયેલ છે.


વર્તણૂક

[ફેરફાર કરો]
શિયાળની ખોપરી

સાંજનાં સમયે જંગલ આસપાસનાં ગામોમાં ફરે છે. મોટા પ્રાણી દ્વારા કરેલ શિકાર તથા મરેલ ઢોરોની આસપાસ માંસ ખાવા માટે ફરતા જોઇ શકાય છે. બોરની ઝાડીમાં ફળ આવે ત્યારે બોર ખાતા જોઇ શકાય છે. સાંજનાં સમયે ગામના પાદરમાં એકસાથે અવાજ કરે છે,જેને 'લાળી' કહેવાય છે. સંકટ સમયે કલાકનાં ૪૦ કિમી.ની ઝડપે દોડી શકે છે.