લખાણ પર જાઓ

શ્રી. સોમનાથ

વિકિપીડિયામાંથી

શ્રી. સોમનાથ
શ્રી. સોમનાથ (વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર વીએસએસસીના નિર્દેશક તરીકે) ૭૦મા આંતરરાષ્ટ્રીય એસ્ટ્રોનૌટિકલ કોંગ્રેસમાં વ્યાખ્યાન આપતાં
૧૦મા ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન
પદ પર
Assumed office
15 January 2022 (2022-01-15)
પુરોગામીકૈ. શિવન
વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક
પદ પર
૨૨ જાન્યુઆરી ૨૦૧૮ – ૧૪ જાન્યુઆરી ૨૦૨૨
પુરોગામીકૈ. શિવન
અનુગામીએસ. ઉન્નીકૃષણન નાયર[]
લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટરના નિર્દેશક
પદ પર
૧ જાન્યુઆરી ૨૦૧૫ – ૨૩ જાન્યુઆરી ૨૦૧૮
પુરોગામીકૈ. શિવન
અનુગામીવિ. નારાયણન
અંગત વિગતો
જન્મ1963
શેરથલ, કેરળ, ભારત
જીવનસાથીવલ્સલાકુમારી
સંતાનો
માતા-પિતા
  • વેદામ્પરમ્બિલ શ્રીધર પણિકર
  • થાન્કમ્મા
માતૃ શિક્ષણસંસ્થા

શ્રી. સોમનાથ, (જન્મ જુલાઈ ૧૯૬૩), તરીકે જાણીતા શ્રીધર પણિકર સોમનાથ (મલયાલમ: എസ്‌. സോമനാഥ്‌), એ ભારતીય એરોસ્પેસ એન્જિનીયર છે. તેઓ હાલ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન તરીકે સેવા આપી રહ્યા છે.[] તેમના નેતૃત્વમાં ઇસરોએ ચંદ્રયાન-૩નું અભિયાન સફળ રીતે પુરું કરીને ભારતને ચંદ્રતલ પર દક્ષિણ ધ્રુવ પર હળવું ઉતરાણ કરવાવાળા પ્રથમ દેશનું બિરુદ અપાવ્યું.[][][][]

સોમનાથે તિરૂવનંતપુરમના વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર તેમજ લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ સેન્ટર ના નિર્દેશક તરીકે સેવાઓ આપી છે.[][] સોમનાથ પ્રક્ષેપણ વાહનની રૂપરેખામાં, ખાસ તો પ્રક્ષેપણ વાહનના એન્જિનીયરીંગ, ઢાંચાકીય ગતિશીલતા અને પાયરોટેકનિકમાં, તેમના અમૂલ્ય પ્રદાન માટે જાણીતા છે.[][૧૦]

બાળપણ અને અભ્યાસ

[ફેરફાર કરો]

સોમનાથનો જન્મ કેરળના શેરથલા જિલ્લાના થુવૂર ખાતે ૧૯૬૩ના જુલાઈ માસમાં એક મલયાલી નાયર કુટુંબમાં થયો હતો. તેમની જન્મ તારીખ નિશ્ચિત પણે જાણીતી નથી. તેમના પિતા વી. શ્રીધર પણિકર તેમના જમાનાના હિન્દીના વિખ્યાત શિક્ષક હતા. તેમની માતાનું નામ થાન્કમ્મા છે.[૧૧]

સોમનાથે તેમનો સ્કૂલનો અભ્યાસ સંત ઓગસ્ટિન હાઈસ્કૂલ અરૂર ખાતે પુરો કર્યો અને કોલેજ પૂર્વનો અભ્યાસ મહારાજા કોલેજ એરનાકુલમ ખાતે કર્યો. ત્યારબાદ થાન્ગુ કુન્જુ મસાલિયર કોલેજ ઓફ એન્જિનીયરીંગમાંથી અભ્યાસ કરી કેરળ યુનિવર્સીટીમાંથી મિકેનિકલ એન્જિનીચરીંગની ડીગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખીને સોમનાથે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લુરુથી એરોસ્પેસ એન્જિનીયરીંગમાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી.

કારકિર્દી

[ફેરફાર કરો]

અભ્યાસ પુરો કરી સોમનાથ ૧૯૮૫માં વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર સાથે જોડાયા. શરૂઆતના વર્ષોમાં તેઓ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) પ્રકલ્પ સાથે સંકળાયેલા હતા. ૨૦૧૦માં તેઓ of the વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના ઉપનિર્દેશક અને પ્રકલ્પ નિયામક of જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોંચ વિહિકલ માર્ક III પ્રકલ્પના ઉપનિર્દેશક બન્યા.[]

જુન ૨૦૧૬માં સોમનાથે લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટિમ સેન્ટર, તિરૂવનંતપુરમના નિર્દેશક તરીકે પદભાર સંભાળ્યો અને જાન્યુઆરી ૨૦૧૮ સુધી તે પદ શોભાવ્યું. કૈલાસાવાડવૂ શિવન ઇસરોના ચેરપર્સન બનતાં શ્રી સોમનાથ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક બન્યા. જાન્યુઆરી ૨૦૨૨માં કૈ. શિવન નિવૃત્ત થતાં, સોમનાથ ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન બન્યા.

વિજ્ઞાનના ક્ષેત્રમાં શ્રી, સોમનાથના યોગદાનની કદરરૂપે તેમને ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ એસઆરએમ ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, તમિલનાડુ દ્વારા ડૉક્ટરેટ ઓફ સાયન્સની માનદ ડીગ્રી એનાયત કરવામાં આવી છે.[૧૨][૧૩] ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ઇસરોએ તેમના ચેરપર્સન તરીકેના કાર્યકાળ દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩નું સફળ હળવું ઉતરાણ કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો.

  1. "ડૉ. એસ. ઉન્નીકૃષણન નાયર". મેળવેલ 7 ફેબ્રુઆરી 2022.
  2. "શ્રી. સોમનાથે અંતરિક્ષ વિભાગના સેક્રેટરી તરીકે કાર્યભાર સંભાળ્યો". ઇસરો. મૂળ માંથી 14 જાન્યુઆરી 2022 પર સંગ્રહિત. મેળવેલ 15 જાન્યુઆરી 2022.
  3. "ચંદ્રયાન-૩ પ્રક્ષેપણ ૧૪ જુલાઈ, ચંદ્રતલ પર ઉતરાણ ૨૪ ઓગસ્ટ". The Hindu (અંગ્રેજીમાં). 6 જુલાઈ ૨૦૨૩. ISSN 0971-751X. મૂળ સંગ્રહિત માંથી ૧૧ જુલાઈ ૨૦૨૩ પર સંગ્રહિત. મેળવેલ ૧૪ જુલાઈ ૨૦૨૩. Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  4. "ભારત ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરવાવાળો પ્રથમ દેશ". The Guardian (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 23 ઓગસ્ટ 2023 પર સંગ્રહિત. મેળવેલ 23 ઓગસ્ટ 2023.
  5. "ચંદ્રયાન-૩ના ચંદ્ર પર ઐતિહાસિક વિજય બાબતે વિદેશી મિડિયાના અહેવાલ". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 23 ઓગસ્ટ 2023.
  6. "ચંદ્રયાન-૩: ભારતે રચ્યો ઇતિહાસ, ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કર્યું". Post Inshort (હિન્દીમાં). મેળવેલ 23 ઓગસ્ટ 2023.
  7. "સોમનાથે વીએસએસસીના નિર્દેશક તરીકે હોદ્દો સંભાળ્યો". www.indiatoday.in. 22 જાન્યુઆરી 2018. મેળવેલ 22 જાન્યુઆરી 2018.
  8. "સોમનાથે વીએસએસસીના નિર્દેશક તરીકે હોદ્દો સંભાળ્યો". Business Standard India. Press Trust of India. 22 જાન્યુઆરી 2018. મેળવેલ 22 જાન્યુઆરી 2018.
  9. ૯.૦ ૯.૧ "ઇસરોના ત્રણ કેન્દ્રોના નવા નિર્દેશકો". www.isro.gov.in. 1 જૂન 2015. મૂળ માંથી 23 જાન્યુઆરી 2018 પર સંગ્રહિત. મેળવેલ 22 જાન્યુઆરી 2018.
  10. Prasanna, Laxmi (22 જાન્યુઆરી 2018). "શ્રી. સોમનાથના વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નિર્દેશક બન્યા". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 26 મે 2019.
  11. "ઇસરોના નવા વડા એસ. સોમનાથ: તમારે જાણવા જેવી વિગતો". The Times of India. 13 જાન્યુઆરી 2022. ISSN 0971-8257. મેળવેલ 23 ઓગસ્ટ 2023.
  12. "SRMIST hosts 18th convocation". 25 સપ્ટેમ્બર 2022.
  13. "એસઆરએમ મેગા કોન્વોકેશન".
સરકારી હોદ્દાઓ
પુરોગામી ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન
2022-present
Incumbent
નિર્દેશક, વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર
2018-2022
અનુગામી
એસ. ઉન્નીકૃષણન નાયર