સોમ્ગો સરોવર
Appearance
સોમ્ગો સરોવર ચામ્ગુ લેક | |
---|---|
સ્થાન | પૂર્વ સિક્કિમ |
અક્ષાંશ-રેખાંશ | 27°22′31″N 88°45′50″E / 27.37528°N 88.76389°E |
બેસિન દેશો | ભારત |
મહત્તમ લંબાઈ | 836 metres (2,743 ft) |
મહત્તમ પહોળાઈ | 427 metres (1,401 ft) |
સપાટી વિસ્તાર | 24.47 hectares (60.5 acres) |
સરેરાશ ઊંડાઇ | 4.58 metres (15.0 ft) (average) |
મહત્તમ ઊંડાઇ | 15 metres (49 ft) |
સપાટી ઊંચાઇ | 3,753 metres (12,313 ft) |
થીજેલું | શિયાળાની ઋતુમાં |
સોમ્ગો સરોવર સિક્કિમના મુખ્ય મથક ગંગટોકથી ૪૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ એક જળાશય છે. આ સ્થળ ત્સોમગો લેક, ચંગુ ઝીલ, છાંગુ લેક જેવાં નામથી પણ ઓળખાય છે.[૧][૨]
ચારે તરફ બરફના પહાડો વડે ઘેરાયેલ આ જળાશય ૧ કિલોમીટર લાંબું અને ૫૦ ફૂટ ઊંડું છે. શિયાળામાં સંપૂર્ણ રીતે બરફમાં પરિવર્તિત થઈ જતા આ જળાશય નજીક સરહદી સુરક્ષાના કારણસર એક કલાકથી વધુ સમય ઘૂમી શકાતું નથી. અહિંયાં ઘણાં પ્રવાસી પક્ષીઓ દર વર્ષે ચોક્કસ સમયગાળામાં જોવા મળે છે.
ગંગટોકથી નાથુ લા ઘાટ જતા માર્ગમાં આવેલા આ દુર્ગમ સ્થળ સામાન્ય લોકો માટે પ્રતિબંધિત છે, પરંતુ ભારતીય થલ સેનાની પરવાનગી લઈ આ સ્થળની મુલાકાત લઈ શકાય છે.
છબીઓ
[ફેરફાર કરો]-
સોમ્ગો સરોવર, જાન્યુઆરી ૨૦૧૪
-
સોમ્ગો સરોવર
-
સોમ્ગો સરોવર શિયાળામાં
-
સોમ્ગો સરોવર, એપ્રિલ ૨૦૧૭
-
સોમ્ગો સરોવર, ઓક્ટોબરમાં
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ http://bharatdiscovery.org/india/सोमगो_झील
- ↑ "Tsomgo (Changu) Lake". Sikkim Tourism:Government of Sikkim.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર સોમ્ગો સરોવર સંબંધિત માધ્યમો છે.