લખાણ પર જાઓ

સ્ત્રી

વિકિપીડિયામાંથી
સ્ત્રી
ઈન્દિરા ગાંધી, મધર ટેરેસા, જોન ઓફ આર્ક, મેરી ક્યુરી, મેરિલિન મનરો વગેરે.

માદા જાતીના મનુષ્યને સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તેને જ બાલ્યાવસ્થામાં છોકરી અને તરુણ અવસ્થામાં તરુણી કહેવામાં આવે છે. ક્યારેક વળી ઉંમરને ધ્યાને લીધા વિના દરેક ઉમરની મનુષ્ય માદાને "સ્ત્રી" તરીકે ઓળખાવવામાં આવે છે, જેમ કે વસતી ગણતરીની વિગતો કે ‘સ્ત્રી અધિકારો’ જેવી શાબ્દિક ઉક્તિઓ.

સ્ત્રી સુંદરતાનું પશ્ચિમી પ્રતિક અને સૌંદર્યની દેવી, વિનસ.

અન્ય મોટાભાગની માદાની જેમ, સ્ત્રીમાં પણ માતા અને પિતા બંન્ને તરફથી X રંગસૂત્ર વારસામાં મળે છે. સ્ત્રીભ્રૂણમાં પુરુષભ્રૂણ કરતાં વધુ પ્રમાણમાં સ્ત્રી અંત:સ્ત્રાવ (estrogen) ઉત્પન્ન થાય છે જ્યારે પુરુષ અંતઃસ્ત્રાવ (androgen) બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અંતે આ તફાવત સ્ત્રીને પુરુષ કરતા અલગ બનાવે છે.

જૈવિક સંજ્ઞા

[ફેરફાર કરો]

ખગોળશાસ્ત્રમાં શુક્રના ગ્રહ માટે વપરાતી સંજ્ઞા જીવવિજ્ઞાનમાં સ્ત્રી માટે પણ વપરાય છે. પશ્ચિમી માન્યતા પ્રમાણે આ સંજ્ઞા સૌંદર્યની દેવી વિનસનાં હસ્ત-દર્પણ (હાથ અરીસો)ને દર્શાવે છે, અથવા તો દેવીની અમૂર્ત સંજ્ઞા છે : એક વર્તુળની નીચે સમભુજ ચોકડી. આ શુક્ર સંજ્ઞા નારીત્વનું પણ પ્રતિક છે, અને પ્રાચીન રસાયણ શાસ્ત્રમાં તાંબાની સંજ્ઞા છે.