ગીગાસણ
ગીગાસણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°19′34″N 71°01′38″E / 21.326111°N 71.027222°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
તાલુકો | ધારી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,
દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, |
ગીગાસણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ગામ છે, જે ધારીથી પશ્ચિમ દિશાએ આવેલું અને આશરે બે હજારની વસ્તી ધરાવે છે. ધારી-કોડિનાર રોડ પર ધારીથી આશરે ૧૫ કિલોમીટર દૂર ગીગાસણ જતાં વચ્ચે ગાઢ જંગલ આવે છે.
ગામમાંથી એક સરસ મજાની નદી પસાર થાય છે. જેનુ નામ ધોળીયો છે. ગામની આસપાસના વિસ્તારમાં પડોશી ગામો ગોવિંદપુર,મીઠાપુર, સમુહખેતી, બોરડી, દલખાણિયા,માલસીકા વિગેરે આવેલાં છે. આ ગામમાં પ્રાથમિક શાળા અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પણ આવેલાં છે. ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું છે. ગીરનું જંગલ નજીક હોવાથી અવારનવાર સિંહદર્શનનો લાભ ગામલોકોને મળે છે. ક્યારેક સિંહ ગામમાં ઘુસી જઇને પશુધનનો શિકાર પણ કરે છે. ગીગાસણ ગામમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ ૧૮ કલાક વિજળી રહે છે.
ગામના લોકોનો મુખ્ય ધંધો ખેતીને લગતો છે. અહીં પાકતા પાકોમાં મગફળી, ઘઉં, બાજરો તેમ જ કેરી મુખ્ય છે. ગામની આજુબાજુનાં તિર્થધામોમાં તુલસીશ્યામ, કનકાઈ માતા, સતાધાર, બાણેજ, ગળધરા ખોડિયાર, વિગેરે સ્થળો આવેલાં છે.
અંતર
[ફેરફાર કરો]મહત્વનાં શહેરો/નગરોથી ગીગાસણનું અંતર નીચે પ્રમાણે છે,
સ્થળ | અંતર |
---|---|
ધારી | ૧૫ કિમી |
અમરેલી | ૫૫ કિમી |
ચલાલા | ૩૦ કિમી |
જુનાગઢ | ૬૦ કિમી |
તુલસીશ્યામ | ૬૦ કિમી |
કોડિનાર | ૫૫ કિમી |
અમદાવાદ | ૩૩૦ કિમી |