મુહમ્મદ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

મુહમ્મદ (અરબી: ﷴ ) એ ઇસ્લામના આખરી પેગ઼મ્બર છે. હજરત મુહમ્મદ સાહેબનો જન્‍મ ૧૨ રબીઉલ અવ્વલ ને સોમવારે, ૨૨ એપ્રિલ ઇ.સ. ૫૭૧માં અરબસ્‍તાનનાં મક્કા શહેરમાં થયો. તેઓ હજુ માતાના ઉદરમાં જ હતા એ દરમિયાન એમના પિતા હજરત અબ્દુલ્લાહનુ અવસાન થઇ ગયું ત્‍યાર પછી તેઓ દાદા અબ્દુલ્ મુત્તલિબ ની છત્ર છાયા હેઠળ રહ્યા, છ વર્ષની વયે તેમના દાદાનું પણ અવસાન થયું, ત્‍યાર પછી તેઓ કાકા અબુ તાલિબ ની છત્રછાયા હેઠળ રહ્યા. ૨૫ વર્ષની ઉંમર થતાં તેમણે બીબી ખદીજા સાથે લગ્ન કર્યાં. ચાલીસ વરસના થયા ત્‍યારે તેમને ઇશ્વરે દૂત (પયગંબર) બનાવ્‍યા અને તેઓએ આવી લોકો સમક્ષ પોતાના વિશે ઇશદૂત હોવાનો દાવો કર્યો અને ત્યારથી ઇસ્લામમાં તેઓ 'પયગંબર મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહી વસલ્લમ્-એમના ઉપર અલ્લાહનીહ્હ્હિએ કૃપા થાય)' તરીકે ઓળખાયા. મક્કામાં તેઓએ ધર્મની તબ્લિગ શરુ કરી. ધીરે ધીરે લોકો ઇસ્લામ સ્વિકારવા લાગ્યા. પરન્તુ એ સાથે જ કુરેશના કેટલાક લોકોએ એમનો વિરોધ શરૂ કર્યો. કુરેશના લોકોના જુલ્મ થી બચવા મુહમ્મદ સાહેબે મુસલમાનોને હિજરત કરવા જણાવ્યું. જુલાઇ ઇ.સ.૬૨૨ મા એમણે પણ યશરબ તરીકે ઓળખાતા મદીના શહેરમા હિજરત કરી. અહીથી મુસલમાનોના હિજરી કેલેન્ડરનો પ્રારમ્ભ થાય છે. અરબીમાં મુહમ્મદ નામનો અર્થ થાય છે "ખૂબજ પ્રશન્સા પામેલ". કુરઆનમાં આ શબ્દ ૪ વાર આવ્યો છે. મુહમ્મદ સાહેબનુ એક નામ "અહમદ" પણ છે, જેનો ઉલ્લેખ કુરઆનમાં ૧ વાર આવ્યો છે. તેમણે લોકોને એક અલ્લાહની ઇબાદત કરવાનુ આહ્વાન આપ્યું. મુસલમાનોને નમાઝ પઢવાનુ જણાવ્યું. આ ઉપરાન્ત રોઝા રાખવા, દાન આપવુ અને માલદાર હોય તો હજ પઢવાનું જણાવ્યુ. આજે એમના માનનારા લગભગ બે અબજ ૫૦ કરોડ મુસલમાનો આ વિશ્વમાં છે. ૬૩ વરસની વય પછી આ જગતમાથી વિદાય લીધી.