રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય
રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
Lua error in વિભાગ:Location_map at line 522: Unable to find the specified location map definition: "Module:Location map/data/Map_Guj_Nat_Parks_Sanctuary.png" does not exist. | |
સ્થળ | દાહોદ જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | અમદાવાદ |
વિસ્તાર | ૫૫.૬૮ ચો કિમી |
સ્થાપના | ૧૯ માર્ચ ૧૯૮૨ |
નિયામક સંસ્થા | Forest Department of Gujarat |
રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્ય ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું એક અભયારણ્ય છે.[૧] આ અભયારણ્યનો વિસ્તાર આઝાદી પહેલાં ચાંપાનેર રાજ્યની હકુમત હેઠળ આવતો હતો. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં ઓગણીસમી માર્ચના દિવસે રતનમહાલને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ અભયારણ્ય કુલ ૫૫.૬૮ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે.
વનસ્પતિઓ
[ફેરફાર કરો]આ અભયારણ્યના વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર વનસ્પતિની કેટલીય પ્રજાતિઓ મળે છે. અહીં સાગ, સીસમ, મહુડો, ગરમાળો, બીલી, શીમળો તથા અનેક વન્ય વનસ્પતિઓની પ્રજાતિઓ જોવા મળે છે.
પ્રાણી વૈવિધ્ય
[ફેરફાર કરો]આ અભયારણ્ય ખાતે સસ્તન પ્રાણીઓ તથા સરીસૃપ પ્રાણીઓ તેમજ પક્ષીઓની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. આ જંગલમાં રીંછ, દીપડો, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, માકડાં, સસલાં, નોળિયો, શાહુડી જેવાં સસ્તન પ્રાણીઓ ઉપરાંત સરીસૃપ વર્ગમાં આવતાં સાપ, અજગર, ધામણ, ઘો, નાગ, કાચીંડા પણ જોવા મળે છે.
આ સિવાય અહીં ભાતભાતનાં રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે. જેમાં લક્કડખોદ, ભીમરાજ, તેતર, ઘુવડ, હરિયાલ, બાજ, સમડી અને બીજાં ઘણાં પક્ષીઓ જોવા મળે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ratanmahal Sloth Bear Sanctuary". મૂળ માંથી 2016-09-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૬.