લખાણ પર જાઓ

અંજલિ ખાંડવાળા

વિકિપીડિયામાંથી
અંજલિ ખાંડવાળા
વ્યવસાયબાળસાહિત્ય લેખક Edit this on Wikidata

અંજલિ ખાંડવાળા (૧૯૪૦ ― ૧૧ એપ્રિલ ૨૦૧૯) એ ગુજરાતી ભાષાના ટૂંકી વાર્તા લેખક અને ગાયક હતા.[]

તેઓ વેનિઅર કોલેજ, મોન્ટ્રીઅલ, કેનેડામાં ૧૯૭૦ થી ૧૯૭૫ સુધી અધ્યાપક હતા. તેઓ ૧૯૭૫માં અમદાવાદ આવ્યા અને ત્યાં જ વસી ગયા.[]

લીલો છોકરો તેમનો કિશોર વાર્તાસંગ્રહ છે. અન્ય વાર્તાસંગ્રહ આંખની ઇમારત (૧૯૮૮)માં પંદર ટૂંકી વાર્તાઓ છે.[] આ વાર્તાઓ પરિસ્થિતિ, તેનું વર્ણન અને લાગણીઓ માટે ધ્યાન ખેંચે છે. ઘૂંઘટ કે પટ ખોલ તેમનો બીજો નવલિકાસંગ્રહ છે જે ખૂબ વખણાયેલો. સંગ્રહમાં "ચાંદલાનો વ્યાપ" અને "શક્તિપાત" જેવી નારીકેન્દ્રી વાર્તાઓ છે.[][]

૨૦૧૯માં તેમના મૃત્યુ બાદ ત્રીજો વાર્તાસંગ્રહ અરીસામાં યાત્રા પ્રકાશિત થયો.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ કિશોર જાદવ (૨૦૦૨). Contemporary Gujarati Short Stories: An Anthology. Indian Publishers Distributors. પૃષ્ઠ xxiv. ISBN 978-81-7341-226-4.
  2. Amina Amin; Manju Verma; Gujarāta Sāhitya Akādamī (૨૦૦૨). New horizons in women's writing: a selection of Gujarati short stories. Gujarat Sahitya Academy. પૃષ્ઠ xix, 166.
  3. બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: Parshwa Publication. પૃષ્ઠ ૨૬૭–૨૬૮. ISBN 978-93-5108-247-7.
  4. Indian Horizons. Indian Council for Cultural Relations. ૧૯૯૯. પૃષ્ઠ ૧૫૬.